Home /News /gujarat /

PM Modi Gujarat Visit : પીએમ મોદીએ કહ્યું - આજે મારા માટે માતૃ વંદનાનો દિવસ છે, માતા બાળકને સાચવે તેમ વડોદરાએ મને સાચવ્યો

PM Modi Gujarat Visit : પીએમ મોદીએ કહ્યું - આજે મારા માટે માતૃ વંદનાનો દિવસ છે, માતા બાળકને સાચવે તેમ વડોદરાએ મને સાચવ્યો

વડોદરામાં પીએમ મોદી

PM Narendra Modi Launch Projects - પીએમ મોદીએ વડોદરાને 21,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી

  વડોદરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે (PM Narendra Modi Gujarat Visit)આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરાને (Vadodara) લેપ્રસી મેદાનમાં એક વિશાળ જનસભા સંબોધી રહ્યા છે.  જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ (PM Narendra Modi)કહ્યું કે આજનો દિવસ મારા માટે માતૃ વંદનાનો દિવસ છે. આજે સવારે જન્મ દાત્રી મા ના આશીર્વાદ લીધા આ પછી જગત જનની મા કાલી ના આશીર્વાદ લીધા અને હાલ માતૃ શક્તિના વિરાટ રુપના દર્શન કરીને તેમના આશીર્વાદ લીધા હતા.

  પીએમે કહ્યું કે મને ખુશી છે કે સંસ્કાર નગરી વડોદરાથી આજે લગભગ 21 હજાર કરોડ રુપિયાના વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ થયો છે. આ પ્રોજેક્ટ ગુજરાતના વિકાસથી ભારતના વિકાસની પ્રતિબદ્ધતાને બળ આપનારો છે.

  પીએમ મોદીએ કહ્યું કે આ પ્રોજેક્ટ્સમાં પણ મોટા ભાગે આપણી બહેન-પુત્રીઓના સ્વાસ્થ્ય, પોષણ અને સશક્તિકરણ સાથે જોડાયેલા છે. આજે અહીં લાખોની સંખ્યામાં માતા-બહેનો આશીર્વાદ આપવામાં પણ આવી છે. આજે ભારતની મહિલાઓની આવશ્યકતાઓ, તેમની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને આ યોજના બનાવી રહ્યા છીએ, નિર્ણય લઇ રહ્યા છીએ. અમે મહિલાઓના જીવન ચક્રના દરેક પડાવને ધ્યાનમાં રાખી અનેક યોજના બનાવી છે. મહિલાઓનું જીવન આસાન બને, તેમના જીવનથી મુશ્કેલી ઓછી થાય, તેમને આગળ વધવાની તક મળે તે અમારી સરકારની પ્રાથમિકતાઓમાંથી એક છે.

  આ પણ વાંચો - હીરાબાનો શતાયુ પ્રવેશ: પીએમ મોદી કોમનમેન તરીકે માતાને મળ્યા, પગ ધોઈને આશીર્વાદ લીધા

  પીએમે કહ્યું કે ગુજરાતમાં મહિલાઓને દરેક સ્તર પર આગળ વધારવા માટે, નિર્ણય લેવાના સ્થળો પર વધારે તક આપવા માટે પ્રયત્ન કર્યા છે. મહિલાઓની પ્રબંધ ક્ષમતાને જોતા ગામ સાથે જોડાયેલા અનેક પ્રોજેક્ટ્સમાં બહેનોને નેતૃત્વની ભૂમિકા આપવામાં આવી છે. ગુજરાત દેશના તે રાજ્યોમાં છે જ્યા પંચાયતી રાજ સંસ્થાઓમાં 50 ટકા અનામત મહિલાઓ માટે છે. ગ્રામીણ મહિલાઓને આર્થિક રુપે સશક્ત કરવા માટે ગુજરાતમાં જ્યારે અમે સ્વર્ણ જયંતિ મનાવી રહ્યા હતા તે સમયે અમે મિશન મંગલમ શરુ કરી હતી.

  પીએમ મોદીએ કહ્યું કે ગત વર્ષોમાં ગુજરાતના શહેરી, ગરીબો અને મધ્યમ વર્ગના ઘરોના નિર્માણ ઉપર પણ અભૂતપૂર્વ કામ થયું છે. અત્યાર સુધી કુલ સ્વીકૃત 10.50 લાખથી વધારે ઘરોમાં શહેરી ગરીબ પરિવારોને લગભગ 7.50 લાખ ઘર મળી ચૂક્યા છે.

  જનસભાને સંબોધતા પહેલા રોડ શો કર્યો હતો. પીએમ મોદીએ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તેમની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હતા.

  વડોદરાને કેન્દ્રીય યુનિવર્સિટીના રૂપમાં મોટી ભેટ આપી

  પીએમ મોદી વડોદરાને (Vadodara)કેન્દ્રીય યુનિવર્સિટીના (Central University)રૂપમાં મોટી ભેટ આપી છે. તેમની મુલાકાત દરમિયાન, પીએમએ પાણી વિતરણ સંબંધિત અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કર્યું હતું.  મહત્વપૂર્ણ વાત એ છે કે, છેલ્લા બે મહિનામાં વડાપ્રધાનની આ ચોથી ગુજરાત (Gujarat)મુલાકાત છે, જ્યાં તેઓ વિકાસના વિવિધ પ્રોજેક્ટ્સ જનતાને સમર્પિત કર્યા છે.

  નવા કેમ્પસમાં એકસાથે 2500 વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ શકશે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલી સેન્ટ્રલ યુનિવર્સિટીનું નવું કેમ્પસ વડોદરા નજીક ડભોઈ તાલુકાના કુંઢેલા ગામમાં રૂપિયા 743 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ માટે 100 એકર જમીન ફાળવી છે.

  પીએમ મોદીએ વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ગુજરાત મુલાકાત દરમિયાન વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે.  તેમાં રૂપિયા 660.26 કરોડના ખર્ચે પાણી વિતરણ સંબંધિત અનેક પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. આ દિવસે, પીએમ રૂપિયા 395.51 કરોડથી વધુની પાણી વિતરણ યોજનાઓનું ઉદ્ઘાટન અને આશરે રૂ. 264.75 કરોડના પાણી વિતરણ પ્રોજેક્ટનો ઇ-શિલાન્યાસ કર્યો, જેનો લાભ આગામી સમયમાં રાજ્યના 16 લાખથી વધુ લોકોને મળશે. આ જળ વિતરણ પ્રોજેક્ટ્સ માં 6 Sewage Treatment Plant(STPs) ના લોકાર્પણનો પણ સમાવેશ થાય છે.

  આ પણ વાંચો -  500 વર્ષ બાદ પાવાગઢ મહાકાળી મંદિરે રચાયો ઇતિહાસ, જુઓ તસવીરો

  આ STP ખેડા, મહેમદાવાદ, કંજરી, બોરસદ, ઉમરેઠ અને કરજણમાં સ્થાપવામાં આવ્યા છે. આ STPનો રાજ્યના 2 લાખથી વધુ લોકોને લાભ થશે. ગુજરાત માટે STP એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે સ્વચ્છ પાણી પર રાજ્યની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ છે.

  ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાતમાં 796 MLD પાણીનો ઉપયોગ STPs દ્વારા ટ્રીટેડ વેસ્ટ વોટર તરીકે થાય છે. સાથે જ, 159 MLDની ક્ષમતાવાળા એસટીપી સ્થાપવાનું કામ હાલમાં ટેન્ડરીંગની પ્રક્રિયામાં છે અને ભવિષ્યમાં પણ વધારાના 860 MLD પાણીને STPs દ્વારા શુદ્ધ કરીને ફરીથી ઉપયોગમાં લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: PM Narendra Modi Live, ગુજરાત, પીએમ મોદી

  આગામી સમાચાર