પીએમ નરેન્દ્ર મોદી 12 માર્ચે ગુજરાત આવશે, 21 દિવસીય દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવશે

પીએમ નરેન્દ્ર મોદી 12 માર્ચે ગુજરાત આવશે, 21 દિવસીય દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવશે
પીએમ નરેન્દ્ર મોદી 12 માર્ચે ગુજરાત આવશે, 21 દિવસીય દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવશે

ભારતની આઝાદીને 74 વર્ષ પૂર્ણ થયા છે. 75માં વર્ષની ઉજવણી સ્વરૂપે ભાજપ 21 દિવસ માટે દાંડી યાત્રા કાઢશે, તમામ ભાજપ શાસિત રાજ્યોના સીએમ અને કેન્દ્રીય પ્રધાનો આ યાત્રામાં જોડાશે

  • Share this:
ગાંધીનગર : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહ સ્વરૂપે દાંડી યાત્રા કાઢી હતી. આ યાત્રાને ખૂબ મોટું જન સમર્થન મળ્યું હતું અને આજે પણ ગાંધીજીના આ અહિંસક સત્યાગ્રહની યાદમાં ભાજપ-કોંગ્રેસ બંન્ને પાર્ટી અવારનવાર લોકલ લેવલે દાંડી યાત્રા કાઢતી રહી છે. જોકે આ યાત્રા ને હવે ગ્લોબલ સ્વરૂપ આપવાનો તખ્તો તૈયાર થઇ રહ્યો છે. ભારતને આઝાદી મળ્યાને 74 વર્ષ પૂર્ણ થયા છે ને 75માં વર્ષ નિમિત્તે
ગાંધીજીએ કાઢેલી દાંડી યાત્રા ને ફરીથી નવા સ્વરૂપે કાઢવાની તૈયારી થઇ ચૂકી છે.આ અવસરને ઉજવવા પીએમ નરેન્દ્ર મોદીની સીધી સૂચનાથી ગુજરાત સરકાર આગામી 12મી માર્ચથી 21 દિવસીય દાંડી
યાત્રા યોજવાની તૈયારી કરી રહી છે. પીએમ નરેન્દ્ર મોદી ખુદ આ દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવશે. આગામી 12મી માર્ચે નરેન્દ્ર મોદી ગુજરાત ( અમદાવાદ) ની એક દિવસીય મુલાકાતે આવશે અને 12મીએ સવારના સમયે સાબરમતી આશ્રમ ખાતેથી 21 દીવસીય દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવશે.

21 દિવસ માટે યોજાનારી આ યાત્રામાં ભાજપ શાસિત તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો જોડાશે. કેન્દ્રીય પ્રધાનમાં રાજનાથ સિંહ, સ્મૃતિ ઇરાની, હર્ષવર્ધન સહિતના નેતા હાજર રહેશે. ગુજરાતના સીએમ, ડે.સીએમ અને પ્રધાનો પણ અલગ અલગ- સમયે દાંડી યાત્રામાં જોડાશે. પીએમ મોદી ગાંધીજીએ કાઢેલી દાંડી યાત્રાને ગ્લોબલ સ્વરૂપ આપશે. દેશ- વિદેશના મીડિયા પણ આ યાત્રામાં જોડાશે.

આ પણ વાંચો - રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં એકપણ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાને સરકારે મંજૂરી આપી નથી

ઉલ્લેખનીય છે કે કેવડીયા કોલોની ખાતે તૈયાર કરાયેલા સરદાર પટેલના દુનિયાના સૌથી ઉંચા સ્ટેચ્યુ ને પ્રસ્થાપિત કર્યા બાદ હવે પીએમ મોદીનું વિઝન છે કે સાબરમતી આશ્રમને પણ વૈશ્વિક સ્તરે એવી રીતે ડેવલપ કરવામાં આવે કે જેથી દેશ અને દુનિયાના સહેલાણીઓ માટે સાબરમતી આશ્રમ એ નવલું નજરાણું બને. વૈશ્વિક સ્તરે એ ગાંધીજીની યાદગીરી તરીકે આ આશ્રમ પર્યટન સ્થળ તરીકે ડેવલપ થાય.

અમદાવાદ ના સાબરમતી આશ્રમનું ડેવલપમેન્ટ એ પીએમ નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે ને માટે જ આ ડ્રીમ પ્રોજેકટને લઇને પીએમ મોદીની આ વિઝિટ ધણી અગત્યની મનાય છે. સીએમ વિજય રુપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકો દરમિયાન સાબરમતી આશ્રમના ડેવલપમેન્ટનો માસ્ટર પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. પરંતુ હાલ કેન્દ્ર ની મંજૂરી માટે આ પ્રોજેકટ પેન્ડીંગ છે. પીએમ મોદીની મંજૂરી બાદ આ પ્રોજેકટ આગળ વધારાશે. આ વિકાસ પ્રોજેકટને લઇને નવી ટીપી બહાર પડાશે, નવા રોડ - રસ્તા - ગટર લાઇનો તેમજ અન્ય સુવિધાઓ મુદ્દે વિચારણા શરુ થઇ ચૂકી છે. ગુજરાત વિઝીટ દરમિયાન પીએમ મોદી આ પ્રોજેકટ મુદ્દે રાજ્ય સરકાર સાથે ચર્ચા પણ કરી શકે છે.
Published by:Ashish Goyal
First published:March 05, 2021, 17:50 pm

ટૉપ ન્યૂઝ