Home /News /gujarat /

PM Narendra Modi Gujarat Visit: પીએમ નરેન્દ્ર મોદીએ રાજકોટના આટકોટ ખાતે હોસ્પિટલનું લોકાર્પણ કર્યું

PM Narendra Modi Gujarat Visit: પીએમ નરેન્દ્ર મોદીએ રાજકોટના આટકોટ ખાતે હોસ્પિટલનું લોકાર્પણ કર્યું

PM Narendra Modi Gujarat Visit : આ હોસ્પિટલ કાર્યરત થવાથી જસદણ, વિછીયા, બોટાદ સહિતના આસપાસના વિસ્તારોના નાગરિકોને સારવાર મેળવવા માટે રાજકોટ, અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં જવુ નહીં પડે, તેઓને ઘરાઅંગણે જ આ હોસ્પિટલ થકી ઉત્તમ સારવાર મળી રહેશે

PM Narendra Modi Gujarat Visit : આ હોસ્પિટલ કાર્યરત થવાથી જસદણ, વિછીયા, બોટાદ સહિતના આસપાસના વિસ્તારોના નાગરિકોને સારવાર મેળવવા માટે રાજકોટ, અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં જવુ નહીં પડે, તેઓને ઘરાઅંગણે જ આ હોસ્પિટલ થકી ઉત્તમ સારવાર મળી રહેશે

વધુ જુઓ ...
  રાજકોટ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi Gujarat Visit)આજે ગુજરાતના પ્રવાસે છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે પટેલ સમાજ સંચાલિત શ્રી કે.ડી.પરવાડીયા નવ નિર્મિત મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ બાદ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા નિર્મિત આ હોસ્પિટલની તમામ વિગતો સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભરત બોઘરાએ વડાપ્રધાન મોદી સમક્ષ રજુ કરી હતી.

  વડાપ્રધાન આ હોસ્પિટલના નિર્માણમાં સહભાગી થનાર દાતાઓ તથા ટ્રસ્ટ્રીઓના પરિજનોને પણ મળ્યા હતા. આ હોસ્પિટલ કાર્યરત થવાથી જસદણ, વિછીયા, બોટાદ સહિતના આસપાસના વિસ્તારોના નાગરિકોને સારવાર મેળવવા માટે રાજકોટ, અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં જવુ નહીં પડે, તેઓને ઘરાઅંગણે જ આ હોસ્પિટલ થકી ઉત્તમ સારવાર મળી રહેશે.

  200 બેડની આ નવનિર્મિત મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં મેડીસીન, સર્જરી, ઓર્થોપેડીક, ગાયનેક, પીડીયાટ્રીક, સ્કીન અને ડેન્ટલ ઉપરાંતના કાર્ડીયોલોજી, ન્યુરોલોજી, નેફ્રોલોજી, યુરોલોજી, ગ્રેસ્ટ્રોલોજી અને કેન્સર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. રાજય સરકારની મુખ્યમંત્રી અમૃતમ (માં) અને ભારત સરકારની આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓ પણ આ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં સારવાર મેળવી શકશે.

  આ પણ વાંચો - પીએમ મોદીએ કહ્યું- માતૃભૂમિની સેવામાં કોઇ કસર છોડી નથી

  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી આર પાટિલ, કેન્દ્રીય મંત્રી ઓ તેમજ રાજ્ય સરકારના મંત્રીઓ,સાંસદો, ધારાસભ્યો અને અગ્રણીઓ ઉપરાંત હોસ્પિટલના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  ગાંધીનગરમાં સહકારી સંસ્થાઓના આગેવાનો સાથે સેમિનાર 

  લગભગ બપોરે 4 કલાકે, પ્રધાનમંત્રી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'સહકાર સે સમૃદ્ધિ' પર વિવિધ સહકારી સંસ્થાઓના નેતાઓના સેમિનારને સંબોધિત કરશે. ગાંધીનગરમાં ગુજરાતનું સહકારી ક્ષેત્ર સમગ્ર રાષ્ટ્ર માટે રોલ મોડલ રહ્યું છે. રાજ્યમાં સહકારી ક્ષેત્રમાં 84,000 થી વધુ મંડળીઓ છે. આ મંડળીઓ સાથે લગભગ 231 લાખ સભ્યો સંકળાયેલા છે.

  રાજ્યમાં સહકારી ચળવળને વધુ મજબુત બનાવવાની દિશામાં વધુ એક પગલાં તરીકે, ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'સહકાર સે સમૃદ્ધિ' વિષય પર વિવિધ સહકારી સંસ્થાઓના આગેવાનો સાથે સેમિનાર યોજાશે. સેમિનારમાં રાજ્યની વિવિધ સહકારી સંસ્થાઓના 7,000 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે.

  પ્રધાનમંત્રી લગભગ 175 કરોડ રૂપિયાના ખર્ચે કલોલ ખાતે ઈફ્કો નિર્મિત નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે. નેનો યુરિયાના ઉપયોગ દ્વારા પાકની ઉપજમાં વધારાને ધ્યાનમાં રાખીને અલ્ટ્રામોર્ડન નેનો ફર્ટિલાઇઝર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. પ્લાન્ટ દરરોજ 500 મિલીલીટરની લગભગ 1.5 લાખ બોટલનું ઉત્પાદન કરશે.

  આ પણ વાંચો - મંત્રી જીતુ વાઘાણીની અનોખી મિશાલ, અનાથ દીકરીનું કન્યાદાન કરી ધામધૂમથી લગ્ન કરાવ્યાં

  અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે

  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહે સવારે દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. અમિત શાહ તથા તેમના ધર્મપત્નીએ ભગવાન દ્વારકાધીશના જી ના ચરણ પાદુકાનું પૂજન કર્યું હતું. ધનરાજ નથવાણી અને કલેકટરે મુકેશ પંડ્યાએ અમિત શાહનું સ્વાગત કર્યું હતું.

  અમિત શાહ ઓખામાં પોલીસ કોસ્ટલ એકેડમીની મુલાકાત લીધી હતી. આ પછી સાંજે મહાત્મા મંદિરમાં પીએમ મોદી સાથે સહકારથી સમૃદ્વિ કાર્યક્રમમાં હાજરી આપશે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Amit shah, PM Narendra Modi Live, ગુજરાત, પીએમ મોદી

  આગામી સમાચાર