Covid-19 : મંગળવારે મધરાતથી 21 દિવસ માટે આખા દેશમાં સંપૂર્ણ લોકડાઉન : PM મોદી

બહાર નિકળવું શું હોય છે તે 21 દિવસ માટે ભૂલી જાવ. ઘરમાં જ રહો. હું આ વાત પરિવારના સભ્ય તરીકે કહી રહ્યો છું - પીએમ નરેન્દ્ર મોદી

બહાર નિકળવું શું હોય છે તે 21 દિવસ માટે ભૂલી જાવ. ઘરમાં જ રહો. હું આ વાત પરિવારના સભ્ય તરીકે કહી રહ્યો છું - પીએમ નરેન્દ્ર મોદી

  • Share this:
    નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસ (Corona virus)ના વધતા પ્રકોપને રોકવા માટે કેન્દ્ર સરકાર (Modi Government) અને રાજ્ય સરકારો (State Governments)એ પોતાના પ્રયાસો વેગવંતા કરી દીધા છે. આ વાયરસના સંક્રમણ (COVID-19)ને રોકવા માટે દેશભરમાં સંપૂર્ણ લૉકડાઉન (Lockdowned) કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ રાષ્ટ્રજોગ સંદેશમાં આ વાતની જાહેરાત કરી હતી.

    પીએમ મોદીએ કહ્યું હતું કે આજે રાત્રે 12 વાગ્યાથી દેશમાં સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે. આ લોકડાઉન 21 દિવસ માટે હશે. આ જનતા કર્ફ્યૂથી આગળનું પગલું છે. આ સંપૂર્ણ લોકડાઉન એક પ્રકારની કર્ફ્યૂ જ છે. આ પગલું દરેક હિન્દુસ્તાનીને બચાવવા માટે ભરવામાં આવી રહ્યું છે.

    જુઓ - પીએમ મોદી લાઇવ

    પીએમ મોદીએ કહ્યું હતું કે આજે આ 21 દિવસ તમે નહીં રહો તો દેશ 21 વર્ષ પાછળ ચાલી જશે. બહાર નિકળવું શું હોય છે તે 21 દિવસ માટે ભૂલી જાવ. ઘરમાં જ રહો. હું આ વાત પરિવારના સભ્ય તરીકે કહી રહ્યો છું.  તેમાં લખ્યું છે. કો- કોઈ, રો- રોડ પર, ના - નહીં.

    આ પણ વાંચો - નાણા મંત્રીની જાહેરાત, બીજી બેંકના ATMમાંથી પૈસા કાઢવા પર કોઈ ચાર્જ નહીં લાગે

    પીએમ મોદીએ કહ્યું હતું કે હું હાથ જોડીને કહી રહ્યો છું કે જે ભારતીય જ્યાં છે ત્યાં જ રહે. કોરોના વાયરસથી નિપટવાનો સૌથી મોટો ઉપાય એ દેશોમાંથી શીખ્યા છીએ. જેમણે નિપટવા માટે મહત્વના પગલાં ભર્યા છે.

    પીએમ મોદીએ કહ્યું હતું કે 24 કલાક કામ કરી રહેલા મીડિયા, ડોક્ટરો, પોલીસકર્મી અને જરુરી સેવાઓ આપી રહેલા લોકો વિશે વિચારો. જે ઘર પરિવારથી દૂર જીવ જોખમમાં મુકીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે. તેમના માટે પ્રાર્થના કરો.

    પીએમે કહ્યું હતું કે જરુરી વસ્તુઓની સપ્લાય બની રહે તે માટે ઉપાય કરવામાં આવ્યા છે અને આગળ પણ કરવામાં આવશે. . આ સમય ગરીબો માટે સંકટનો સમય છે. તેમની મદદ માટે બધા લોકો સાથે આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે 15 હજાર કરોડ રુપિયાની જાહેરાત કરી છે. આનાથી દેશમાં કોરોના વાયરસ સંક્રમણથી નિપટવા માટે બધા સંશાધન ઉપલબ્ધ કરાવાશે. બધી સેવા અને સુવિધા વધારાશે. બધી રાજ્યો સરકારોને મેં વિનંતી કરે છે કે તેમની પ્રથમ પ્રાથમિકતા સ્વાસ્થ્ય સેવા જ રહે.
    Published by:user_1
    First published: