ભરૂચ: PM મોદીની સભામાં ઉમટ્યા લોકો, ગૂંજ્યા મોદી મોદીના નારા

Network18 | News18 Gujarati
Updated: October 8, 2017, 2:59 PM IST
ભરૂચ: PM મોદીની સભામાં ઉમટ્યા લોકો, ગૂંજ્યા મોદી મોદીના નારા
Network18 | News18 Gujarati
Updated: October 8, 2017, 2:59 PM IST
નર્મદા નદી પર વિયર કમ કોઝવેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમ માટે મોદી હાલ ભરૂચ આવી પહોંચ્યા છે. સભા સ્થળે પહોંચતા જ  મોદી મોદીના નારા સાથે સભામંડપ ગુંજી ઊઠ્યું હતું. સ્થાનિક રાજકીય આગેવાનોએ વડાપ્રધાનને આવકાર્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સભાને સંબોધતા જણાવ્યું કે, 12 હજાર કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમૂહુર્તનો કાર્યક્રમ દોઢ દિવસમાં કરી રહ્યા છે.


વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ મોકૂફ ભરૂચ જિલ્લાના માછીમારો વિયર કમ કોઝવેનો વિરોધ કરી રહયાં હોવાથી આંદોલનના એપી સેન્ટર એવા ભાડભુત ગામને પોલીસ છાવણીમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યું છે. 4 હજારની  વસતી ધરાવતાં ગામમાં 250થી વધારે પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. તથા આગેવાનોને નજર કેદ કરી લેવાયાં છે. જેના પગલે ગોલ્ડન બ્રિજ ખાતે રખાયેલો વિરોધ પ્રદર્શનનો  કાર્યક્રમ મોકુફ રખાયો છે.CMનાં કોંગ્રેસને ચાબખા
CM રૂપાણીએ કહ્યું કે, વિકાસ ,ગુજરાત અને મોદી આ બધાં જ શબ્દો એકબીજાના પર્યાય છે. મોદી હોય ત્યાં વિકાસ હોય જ. કોંગ્રેસે વિકાસની રાજનીતિ બહુ કરી. વિકાસ કોંગ્રેસ માટે મજાક હશે પણ તે તમારા ક્યારેક મૂળ્યા ઉખાડી નાંખશે. ગુજરાતમાં હવે વિકાસ જોશીલો બન્યો છે. વિકાસથી ગુજરાતના ગામડે ગામડે નર્મદાના પાણી પહોંચ્યા છે. એહમદભાઈ પટેલના નામનો ઉલ્લેખ કરી તેમણે રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત અંગે પ્રશ્ન કર્યો.
First published: October 8, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर