દેશના ભાગલા પાડે છે મોદી-શાહ, ચાલો સાથે ઊભા રહીને નફરત સામે લડીએઃ રાહુલ ગાંધી

News18 Gujarati
Updated: December 22, 2019, 11:08 PM IST
દેશના ભાગલા પાડે છે મોદી-શાહ, ચાલો સાથે ઊભા રહીને નફરત સામે લડીએઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધી (ફાઇલ તસવીર)

વડાપ્રદાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ દેશના લોકોના ભાગલા પાડી રહ્યા છે અને પોતાની નિષ્ફળતાને નફરત પાછળ સંતાડી રહ્યા છે.

  • Share this:
નવી દિલ્હીઃ નાગરિક સંશોધન કાયદો (Citizenship Act) અને રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટ્રેશન (National Register of Citizens)ના વિરોધ પ્રદર્શનોની પૃષ્ઠભૂમિમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ રવિવારે આરોપ લગાવ્યો છે કે, વડાપ્રદાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah)દેશના લોકોના ભાગલા પાડી રહ્યા છે અને પોતાની નિષ્ફળતાને નફરત પાછળ સંતાડી રહ્યા છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, 'ભારતના પ્રિય યુવકો, મોદી અને શાહ તમારા ભવિષ્યને બર્બાદ કરી રહ્યા છે. તેઓ નોકરીઓની અછત અને અર્થવ્યવસ્થાની સ્થિતિ અંગેના તમારા ગુસ્સાનો સામનો નથી કરી શકતા. આ જ કારણ છે કે આપણા ભારતના ભાગલા પાડીને નફરત પાછળ સંતાઈ રહ્યા છે.' ગાંધીએ કહ્યું કે, આપણે બધા ભારતીયો પ્રત્યે સ્નેહ દેખાડીને તેમને હરાવી શકીએ છીએ.વિદ્યાર્થીઓને સંબોધતા અન્ય એક ટ્વીટમાં તેમણે કહ્યું હતું કે, 'ભારતના પ્રિય વિદ્યાર્થીઓ કોઈ પણ વિદ્યાર્થી મોદી-શાહને આવી રીતે દેશના ભાગલા પાડવા ન દઈ શકે. ભારતના વિદ્યાર્થીઓ તમે ભારતનું ભવિષ્ય છો. ભારત તમારું ભવિષ્ય છે. ચાલો સાથે ઊભા રહીને તેમની નફરત વિરુદ્ધ લડીએ.' કોંગ્રેસ નાગરિકતા સંશોધન કાયદાને ગેરકાયદેસર ગણાવે છે. જેનો ખુલ્લેઆમ વિરોધ કરી રહી છે.કોંગ્રેસ નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં સોમવારે રાજઘાટ ઉપર સત્યાગ્રહ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત પાર્ટીના ટોચના નેતાઓ ઉપસ્થિત રહેવાની સંભાવના છે.
First published: December 22, 2019, 10:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading