ઇમરજન્સીના 45 વર્ષઃ PM મોદીએ કહ્યું, લોકતંત્રની રક્ષા કરનારા લોકોને મારા શત-શત નમન!

ઇમરજન્સીના 45 વર્ષઃ PM મોદીએ કહ્યું, લોકતંત્રની રક્ષા કરનારા લોકોને મારા શત-શત નમન!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, આજથી ઠીક 45 વર્ષ પહેલા દેશ પર ઇમરજન્સી થોપવામાં આવી હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, આજથી ઠીક 45 વર્ષ પહેલા દેશ પર ઇમરજન્સી થોપવામાં આવી હતી

 • Share this:
  નવી દિલ્હીઃ આજે ઇમરજન્સી (Emergency) લાગુ થયાને 45 વર્ષ પૂરા થયા છે. આજના દિવસે જ 25 જૂન 1975ના રોજ દેશમાં ઇમરજન્સી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ટ્વિટ કરીને કહ્યું છે કે તે સમયે ભારતના લોકતંત્રની રક્ષા માટે માટે જે લોકોએ સંઘર્ષ કર્યો, યાતનાઓ વેઠી, તે સૌને મારા શત-શત નમન! આ પહેલા ગૃહ મંત્રી અમિત શાહ એ કહ્યું કે 45 વર્ષ પહેલા સત્તા માટે એક પરિવારના લાલચે ઇમરજન્સી લાગુ કરી દીધી હતી.

  શત-શત નમન!  PM મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, આજથી ઠીક 45 વર્ષ પહેલા દેશ પર ઇમરજન્સી થોપવામાં આવી હતી. તે સમયે ભારતના લોકતંત્રની રક્ષા માટે જે લોકોએ સંઘર્ષ કર્યો, યાતનાઓ વેઠી, તે સૌંને મારા શત-શત નમન! તેમનો ત્યાગ અને બલિદાન દેશ ક્યારેય ભૂલી નહીં શકે.


  આ પણ વાંચો, ચીન વિવાદઃ સેટેલાઇટ તસવીરોમાં દાવો, ગલવાન ઘાટીમાં ફરીથી જોવા મળ્યા ચીનના ટેન્ટ

  વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જ્યારે ઇમરજન્સી લાગુ ગઈ તો તેનો વિરોધ માત્ર રાજકીય નહોતો રહ્યો. જેલના સળિયા સુધી આંદોલન મર્યાદિત નહોતું રહ્યું. જન-જનના મનમાં આક્રોશ હતો. ગુમાવેલા લોકતંત્રની આસ હતી. ભૂખની જાણ નહોતી. સામાન્ય જીવનમાં લોકતંત્રનું શું મહત્વ છે તે ત્યારે જાણવા મળે છે જ્યારે કોઈ લોકતાંત્રિક અધિકારોને છીનવી લે છે.

  અમિત શાહે કૉંગ્રેસ પર સાધ્યું નિશાન

  ગૃહ મંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) પણ ઇમરજન્સીને 45 વર્ષ પૂરા થવાના પ્રસંગે ટ્વિટ કરીને કહ્યું કે, ‘આજના દિવસે 45 વર્ષ પહેલા સત્તા માટે એક પરિવારની લાલચે ઇમરજન્સી લાગુ કરી દીધી. રાતોરાત રાષ્ટ્રને જેલમાં ફેરવી દીધું. પ્રેસ, કોર્ટ, અભિવ્યક્તિની આઝાદી...બધું ખતમ થઈ ગયું. ગરીબો અને દલિતો પર અત્યાચાર કરવામાં આવ્યા.’


  આ પણ વાંચો, ISROની મોટી જાહેરાત, હવે ભારતમાં પ્રાઇવેટ કંપની પણ બનાવી શકશે રોકેટ અને સેટેલાઇટ

  ગૃહ મંત્રીએ લખ્યું કે, લાખો લોકોના પ્રયાસોના કારણે ઇમરજન્સી હટાવવામાં આવી. ભારતમાં લોકતંત્ર કાયમ થઈ ગયું પરંતુ કૉગ્રેસમાં આજે પણ લોકતંત્ર નથી. એક પરિવારનું હિત પાર્ટીના હિતો અને રાષ્ટ્રીય હિતો પર હાવી છે. આ દુખદ છે કે આવી સ્થિતિ આજની કૉંગ્રેસમાં ઉછરી રહ્યું છે.
  Published by:News18 Gujarati
  First published:June 25, 2020, 14:40 pm

  ટૉપ ન્યૂઝ