3.5 કલાકની જ ઊંઘ કરું છું એટલે ઓબામાં મને ટોકે છે : પીએમ મોદી

Jay Mishra
Updated: April 24, 2019, 1:58 PM IST
3.5 કલાકની જ ઊંઘ કરું છું એટલે ઓબામાં મને ટોકે છે : પીએમ મોદી
પીએમ મોદી અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ઓબામાની તસવીર

અક્ષય કુમાર સાથેની વાતચીતમાં વડાપ્રધાન મોદીએ સ્વાસ્થ્ય અંગેની ચર્ચા કરી તેમણે કહ્યું શરદી થાય તો સરસવનું તેલ ગરમ કરી તેના બે ટીંપા નાકમાં નાંખી દે છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : વડાપ્રધાન મોદીએ અક્ષય કુમાર સાથેની ખાસ વાતચીતમાં તેમના જીવનમાં સ્વાસ્થ્યનું મહત્ત્વ કેટલું છે તેની ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે મેં સન્યાસી જેવું જીવન વિતાવ્યું અને હિમાલયમાં રહ્યો તેના કારણે મારી તાલિમ જ એવી થઈ ગઈ છે કે મને 3.5થી 4 કલાકની ઊંઘ માફક આવી ગઈ છે. મારા ડોક્ટરોથી લઈને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા મને આ બાબતે ટોકતાં રહે છે પરંતુ મને હવે આ જીવન શૈલી કોઠે પડી ગઈ છે.

'ઓબામાં કાયમ ઊંઘ બાબતે ટોકે'

googletag.cmd.push(function () { googletag.display("/1039154/NW18_GUJ_Desktop/NW18_GUJ_GUJARAT/NW18_GUJ_GUJARAT_AS/NW18_GUJ_GUJ_AS_ROS_BTF_728"); });

પીએમ મોદીએ કહ્યું કે મને સ્વાસ્થ્ય ટીમના સભ્યોથી લઈને અને બરાક ઓબામાં ટોક્યા કરે છે કે હું ઊંઘ ઓછી લવ છું. બરાક મારો સારો મિત્ર છે અમે એક બીજાના તુંકારો કરીને બોલાવીએ છીએ. બરાક હંમેશા કહે છે કે તને કામના નશામાં આજે નહીં સમજાય પણ તું તારું સ્વાસ્થ ખરાબ કરી રહ્યો છે, હું તેને કહું છું કે મને આ જીવનશૈલી કોઠે પડી ગઈ છે.

આ પણ વાંચો : અક્ષય સાથે દિલની વાત : હું સીએમ બન્યો ત્યાં સુધી કોઈ બેંકમાં મારું ખાતું ન હતું- PM મોદી

'શરદી થાય તો સરસવના તેલના ટીંપા મૂકું છું'
પીએ મોદીએ અક્ષય કુમારના સવાલના જવાબમાં કહ્યું કે તેમને શરદી થાય ત્યારે તે સામાન્ય રીતે ગરમ પાણી જ પીવે છે. તેઓ વધારે શરદી હોય ત્યારે એક આખો દિવસ ભોજન નથી લેતા અને ફક્ત પાણી પીવે છે અને શરદી હોય ત્યારે સરસવનું તેલ સહેજ ગરમ કરીને તેના બે ટીંપા નાકમાં મૂકી દે છે તેનાથી તેમને રાહત મળે છે.

ખાંડ વગરની ચા પીવે છે

વડાપ્રધાન મોદીએ અક્ષય કુમારને જણાવ્યું હતું કે તે ચાના બંધાણી છે. તેમને સવારે 5.00 વાગ્યે અને સાંજે 6.00 વાગ્યે ચા પીવાની આદત છે પરંતુ તે ખાંડ વગરની ચા પીવે છે. પીએમ મોદીને ખુલ્લા આકાશ નીચે એકલા બેસીને ચા પીવાનો આનંદ આવે છે અને તેઓ આ જીવન શૈલીને નિવૃત થયા પછી પણ ફોલો કરવાનું પસંદ કરશે.

આ પણ વાંચો : PM મોદી બોલ્યા- વર્ષે એક બે કુર્તા અને બંગાળી મીઠાઈ મોકલે છે મમતા બેનરજી

વહેલી સવારનો નાસ્તો લાભકારક

અક્ષય કુમારે પીએમ મોદીને કહ્યું હતું કે તે સવારે 7.00 વાગ્યે નાસ્તો બપોરે 12.00 ભોજન સાંજે 5.00 ભોજન લે છે અને દરેક કોળિયો ચાલીસ વખત ચાવીને ખાય છે. આ અંગે પીએમ મોદીએ કહ્યું હતું કે આ ટેવ સારી છે, દેશના ખેડૂતો પણ જે શિરામણ કરે છે તે ખરા અર્થમાં લાભકારક છે.
First published: April 24, 2019, 11:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading