વડાપ્રધાન મોદીએ હું પણ ચોકીદારના નારા લગાવી અને ભાષણ સમાપ્ત કર્યુ હતુ. તેમણે કહ્યું જેણે દેશને લુટ્યો છે તેમને સરકાર નહીં સોપીએ
11:37 (IST)
આપણે આવડું મોટું સ્ટેચ્યું બનાવ્યું છે પરંતું કોંગ્રેસના એક પણ નેતાઓ સરદાર સાહેબને માથુ ટેકવા નથી ગયા. તમારો એક એક વોટ મોદીના ખાતામાં જશે. કમળનું નિશાન દબાવજો હું કમળ માંગવા આવ્યો છું.
11:31 (IST)
પીએમ મોદીએ કહ્યું કે ગુજરાતે મને ઘણુું શીખવાડ્યું છે પાણી પાણી કરતા મને ગુજરાતે પાણીદાર બનાવી દીધો છે.
11:30 (IST)
પીએમ મોદીએ એનડીએ સરકારની ઉપલબ્ધીઓ ગણાવી હતી. તેમણે લોકોને પૂછ્યું કે તમે મારા પર ભરોષો શા માટે કરો છો? કારણ કે મેં કામ કર્યુ છે.
11:27 (IST)
પીએમ મોદીએ કહ્યું દેશ આઝાદ થયો ત્યારથી લઈને અત્યારસુધીમાં ઓછામાં ઓછી બેઠકો કોંગ્રેસને મળી હોય તો 2014માં મળી છે. પડતા પડતા પડતા અત્યારસુધીમાં 400માંથી 40 પર આવી ગયા કારણ કે 26માંથી 26 આપી. 2019માં કોંગ્રેસ આઝાદી પછી ઓછામાં ઓછી બેઠકો લડી રહી છે.
11:22 (IST)
આ તમે ચોકીદાર એવો બેસાડ્યો છે કે તમે શાંતિથી ઊંઘી શકો છો. કોંગ્રેસે જે પાપ કર્યુ છે તેના કારણે સરદાર સાહેબને જેટલું દુઃખ આખી જીંદગીમાં ન થયું હોય તેટલું દુઃખ કોંગ્રેસનો મેનિફેસ્ટો જોઈને થયું છે.
11:18 (IST)
પીએમ મોદીએ કહ્યું કે આખી દુનિયામાં પાકિસ્તાનમાં રડતું કરી દીધું. ભારતની સેનાએ જે પરાક્રમ કર્યુ, વીર જવાનોએ જે પરાક્રમ કર્યુ દુનિયાને ભારની તાકાત બતાવી દીધી
11:16 (IST)
પુલવામામાં 40 જવાનો મરી ગયા હતા. કોંગ્રેસીઓએ કેન્ડલ લાઇટના કાર્યક્રમો ઘડતા હતા કે મોદીને પાડી દઈશું. હજુ તો બારમું નહોતું થયું. પાકિસ્તાને આખી સરહદ પર લગાવી દીધું. હું રોજ મોનિટર કરતો હતો. વચ્ચે હું સાઉથ કોરિયા ગયો હતો. એમને એવું હતું હું સાઉથ કોરિયા ગયો છું કઈ કરશે નહીં
11:14 (IST)
પીએમ મોદીએ કહ્યું કે ઉરીમાં આપણા જવાનોની પીઠમાં છૂરો નાંખ્યો. મુંબઈમાં એક અઠવાડિયા સુધી બબાલ ચાલી. મેં કહ્યું હતું 2014માં કે હું કાઈ બોલીશ નહીં અમારા જવાનની આંગળી નક્કી કરશે શું કરવું છે? દેશને જવાબ મળી જશે મરદ સરકાર કોને કહેવાય
11:12 (IST)
પીએમ મોદીએ કહ્યું, આ કાશ્મીરમાં મેં 2.5 જિલ્લામાં આતંકવાદીઓને ઘેર્યા છે. સમસ્યા માત્ર 2.5 જિલ્લામાં છે. તમે ટીવીમાં અઠવાડીયામાં બે વાર ચાર વાર જોતા હશે કે સેનાએ ઘેરો પાડ્યો છે. આજે બે પાડી દીધા આજે ત્રણ પાડી દીધા.
લોકસભાની ચૂંટણીનો પારો ચઢી રહ્યો છે. હવે મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડાપ્રધાન મોદી અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની નજર ગુજરાત પર છે. બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદીએ ગઈકાલે હિંમતનગર, સુરેન્દ્રનગર અને આણંદમાં સભા સંબોધી હતી. આજે સવારે અમદાવાદથી વાયુસેનાના વિમાનમાં નીકળી વડાપ્રધાન મોદી ભાવનગર પહોંચ્યા હતા. ભાવનગરથી તેઓ વાયુસેનાના હેલિકોપ્ટર મારફતે અમરેલી પહોંચ્યા છે. અમરેલીમાં સભા સ્થળ પર મંચ તૈયાર છે. મંચ પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, અમેરલી, ભાવનગર અને રાજકોટના ઉમેદવાર માટે તેઓ પ્રચાર કરશે. અમરેલીની સભામાં પીએમ મોદીએ કહ્યું કે મેં દુનિયાને બતાવી દીધું છે કે ગુજરાતની ધરતી સરદારની ધરતી છે. આજે હું જે કઈ છું એ આપના થકી છું જે કઈ નિર્ણયો કર્યા છે તે આપના સાથ અને આશિર્વાદથી કર્યા છે. ઉરી પછી સર્જિકલ સ્ટ્રાઇક કરી અને પુલવામા પછી એરસ્ટ્રાઇક કરી આ તમારા જણે આખી દુનિયામાં પાકિસ્તાનને રડતું કરી દીધું. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે અમારી સરકાર બનશે એટલે રૂપિયા 6,000ની સહાય નવી સરકારમાં તમામ ખેડૂતોને મળશે. સભાના અંતે વડાપ્રધાન મોદીએ મૈ ભી ચોકીદાર હુંના નારા લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ગુજરાતની અને કચ્છ કાઠિયાવાડની જનતાની અપીલ કરૂ છું કે ફરી 26માંથી 26 બેઠકો ભાજપને આપજો