Home /News /gujarat /પીએમ મોદીએ હિંમતનગરમાં કહ્યું, 'ફરીથી 26 કમળ માંગવા આવ્યો છું'
પીએમ મોદીએ હિંમતનગરમાં કહ્યું, 'ફરીથી 26 કમળ માંગવા આવ્યો છું'
વડાપ્રધાન મોદીની ફાઇલ તસવીર
કોંગ્રેસ પર વંશવાદીથી લઈને રાષ્ટ્રવિરોધી હોવાનો વડાપ્રધાને આક્ષેપ કર્યો તો પોતાને સાબરકાંઠાના ગણાવ્યા કહ્યું કે તમને મારા જેટલું ઓળખતો હોય એવો વડાપ્રધાન નહીં મળે
ન્યૂઝ 18 ગુજરાતી : વડાપ્રધાન મોદીએ સાબરકાંઠમાં એક ચૂંટણી સભાને સંબોધી હતી. હિંમતનગરમાં યોજાયેલી સભામાં તેમણે કોંગ્રેસ પર વંશવાદથી લઈને રાષ્ટ્રવિરોધી હોવાના આક્ષેપ મૂકવાની સાથે પોતાને ઉત્તર ગુજરાતના સ્થાનિક ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે તમને મારા જેટલું ઓળખતો હોય તેવો વડાપ્રધાન નહીં મળે. ભાજપના ઉમેદવારને મળતો દરેક મતે પોતાના ખાતે જશે તેવું જણાવીને પીએમ મોદીએ કહ્યું હું તમારી પાસે 26 કમળ માંગવા આવ્યો છું.
વડાપ્રધાન મોદીએ કહ્યું, “ પહેલાના વડાપ્રધાનોને કોઈ દિવસ સાબરકાંઠા આવવાનો સમય નહોતો મળતો પરંતુ હું અહીંયા અનેક વાર આવ્યો અને છેલ્લે મારી સાથે ઇઝરાયેલાના વડાપ્રધાનને લઈ આવ્યો હતો અને તેમની મદદથી શરૂ કરેલા કેન્દ્રમાં ખેડૂતોને એટલી મદદ મળી છે કે તેમના જીવનમાં પરિવર્તન આવવા લાગ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હું આટલા વર્ષો તમારી વચ્ચે રહ્યો છું અને તમે પણ જાણો છે કે આટલા વર્ષોમાં મારા પર ક્યારેય કોઈ કલંક લાગ્યો નથી.”
26 કમળ આપો વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું તમારી પાસે 26 કમળ માંગવા આવ્યો છું. તમે ભાજપના કોઈ પણ ઉમેદવારને મત આપશો તે મોદીના ખાતે જ જશે. હાલમાં તો હવામાન સારું છે તો થોડી ગરમી ઓછી છે પરંતુ 23મીએ ગમે તેટલી ગરમી હોય આપણે ભલભલાની ગરમી કાઢી નાંખવાની છે.
તમે દિલ્હી આરામ કરવા નથી મોકલ્યો પીએમ મોદીએ કહ્યું કે તમે લોકોએ મને દિલ્હી મોકલ્યો હતો. હું દિલ્હી ગયો એ પહેલાં પણ ક્યારેય આરામ કર્યો નથી તો દિલ્હી થોડો આરામ કરવા મોકલ્યો હતો ? પાંચ વર્ષમાં જે લોકો જામીન પર બહાર છે તેમને જેલ સુધી લાવી દીધા છે બીજા પાંચ વર્ષ આપશો તો સીધા અંદર કરી દઈશું.
ગુજરાતથી નફરત પીએમ મોદીએ કહ્યું અગાઉ એવી સરકારો હતી જે છેલ્લા 5 દાયકાથી ગુજરાતથી નફરત કરતી હતી. દેશ આઝાદ થયો ત્યારથી આ પરિવારને ગુજરાત અને ગુજરાતીઓથી નફરત છે. પહેલાં સરદાર સાહેબને હેરાન કર્યા તેમને માન ન આપ્યું પછી મોરારજી દેસાઈની પાછળ પડ્યા હતા અને હવે આ ચા વાળો પરંતુ મારૂ ઘડતર તો તમે લોકોએ કર્યુ હતું એટલે હું ખિલ્લો ખોડીને બેસી ગયો છું.
કોંગ્રેસ હટશે ગરીબી હટશે પીએમ મોદીએ કહ્યું ગાંધીજીની કોંગ્રેસ ગોળી સામે ભીડનારી કોંગ્રેસ હતી જેમણે અંગ્રેજોની ગોળી ખાધી આ કોંગ્રેસ તો ગાલીવાદી કોંગ્રેસ છે. કોંગ્રેસ રોજ મને નવી નવી ગાળો આપે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર