Home /News /gujarat /

PM મોદીએ નર્મદા ડેમ પર કહ્યું, 'સરદાર સાહેબનું સ્વપ્ન તેમની આંખો સામે પૂર્ણ થયું'

PM મોદીએ નર્મદા ડેમ પર કહ્યું, 'સરદાર સાહેબનું સ્વપ્ન તેમની આંખો સામે પૂર્ણ થયું'

પી.એમ. મોદીએ કહ્યું કે આપણા જંગલ, જળ અને જમીનને પ્લાસ્ટિક મુક્ત બનાવીએ

PM મોદીએ (Narendra Modi) આજે તેમના જન્મ દિવસે (17મી સપ્ટેમ્બર) સરદાર સરોવર ડેમની (Sardar Sarovar Dam) ઐતિહાસિક સપાટીના ઉત્સવ ‘નમામી દેવી નર્મદે’(Namami Devi Narmade)ની ઉજવણીમાં ભાગ લઈને નર્મદા (Narmada)નાં નીરનાં વધામણાં કર્યા.

  ન્યૂઝ 18 ગુજરાતી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે 70માં જન્મદિને ( Birthday Of PM Modi)કેવડિયા કૉલોની ખાતે નમામી દેવી નર્મદે મહોત્સવમાં પહોંચ્યા હતા. (sardar Sarovar narmada dam) સરદાર સરોવર ખાતે વડાપ્રધાન મોદીએ ડેમ સંપૂર્ણ ભરાવાની ખુશીમાં નર્મદાના નીરના વધામણા કર્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે એક જાહેર જનસભા સંબોધી હતી. પીએમ મોદીએ સભાનું સંબોધન કરતા કહ્યું હતું કે 'આજે ગુજરાત જોરમાં લાગે છે.'

  પીએમ મોદીએ કહ્યું, પી.એમ. મોદીએ કહ્યું, ' નર્મદે.. સર્વદે.. કેમ છો? આજે ગુજરાત જોરમાં લાગે છે! આજે તો મા નર્મદાના છલોછલ જળ અને એના કરતાંય વધુ આનંદ આખા ગુજરાતમાં છલકે છે. હું મંચ પર બેઠો હતો ત્યારે મગજ જૂના જમાનાની યાદોમાં જતું રહ્યું હતું. એક વખતે મને ફોટોગ્રાફીની આદત થઈ હતી પરંતુ બાદમાં છૂટી ગયું. આજે મને એવું થયું કે મારા હાથમાં કેમેરાં હોત. ઉપરથી હું જે દૃશ્ય જોઈ રહ્યો હતો નીચે જનસાગર ઉપર જળ સાગર છે. કેમેરાંવાળઆઓને વિનંતી કરીશ કે આજે કેમેરાં પાછળ ફેરવો આવું દૃશ્ય ક્યારેક જોવા મળે છે. આ સ્થળ પસંદ કરનારા વ્યવસ્થાપકોને અભિનંદન આપું છું. આ નર્મદાના નીરનો લાભ મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રને મળશે. પર્યાવરણની સુરક્ષા કરીને કેવી રીતે વિકાસ થઈ શકે તેનું જીવંત ઉદાહરણ કેવડિયામાં જોવા મળે છે. આજે સવારથી મને અનેક જગ્યાએ જવાનો અવસર મળ્યો. મેં દરેક જગ્યાએ પ્રકૃતિ અને વિકાસના અદભૂત તાલમેલને નિહાળ્યો.

  વિશ્વકર્મા જયંતિ

  આજે નિર્માણ અને સર્જનના દેવતા વિશ્વકર્માજીની જયંતિ છે. નવા ભારતના નિર્માણના જે સંકલ્પને આગળ લઈ અમે વધી રહ્યા છે તેમાં ભગવાન વિશ્વકર્માજી જેવી શ્રૃજનશીલતા જરૂરી છે. ભગવાન વિશ્વકર્મનો આશિર્વાદ બની રહે તેવી પ્રાર્થના.

  સરદાર સરોવર, સ્ટેચ્યૂ ઑફ યુનિટી

  સરદાર સરોવર બંધ અને સ્ટેચ્યૂ ઑફ યુનિટી અને આજનો આ અવસર ખૂબ જ ભાવનાત્કમ છે. સરદાર પટેલે જે સ્વપ્ન જોયું હતું તે દાયકાઓ બાદ પૂર્ણ થવા જઈ રહ્યું છે તે પણ સરદાર સાહબેની આંખો સામે થઈ રહ્યું છે. એક સમયે 122 મીટરના લક્ષ્ય સુધી પહોંચવું સિદ્ધી મનાતી હતી પરંતુ 5 વર્ષમાં સરદાર સરોવર 138.68 મીટર સુધી ભરાવવું અદભૂત છે, અવિશ્વમરણીય છે.

  એકતા નર્સરી, બટરફ્લાય ગાર્ડન, વિદ્યુત

  પીએમ. મોદીએ કહ્યું કે 'કેવડિયામાં પ્રકૃતિ, પ્રગતિ, પર્યાવરણ અને પર્યટનનો અદભૂત સંગમ જોવા મળે છે. એકતા નર્સરી, બટરફ્લાય ગાર્ડન, વિદ્યુત ઉત્પાદન તેનું ઉદાહરણ છે.

  ગુજરાતમાં પાણી માટે વોટર ટ્રેન ચલાવી પડી હતી

  ગુજરાતમાં પાણી માટે વોટર ટ્રેન ચલાવી પડી હતી પીએમ.મોદીએ કહ્યું કે 'એક સમય હતો જ્યારે વર્ષ 2000માં પાણીની તંગીના કારણે ઉનાળામાં રાજકોટ, સુરેન્દ્રનગર અને અન્ય વિસ્તારો માટે દેશભરમાંથી પાણી ભરેલી ટ્રેન દોડાવી પડી હતી.

  19 લાખ હેક્ટર જમીનમાં ટપક સિંચાઈ પદ્ધતિ

  પીએમ. મોદીએ કહ્યું કે 'નબળો સમય હતો તેમ છતાં ગુજરાતે હિંમત ન હારી. છેલ્લા 18 વર્ષમાં ગુજરાતમાં સિંચાઈની જેમીનમાં બે ગણો વધારો થયો છે. પહેલાં ટપક સિંચાઈ પદ્ધતિથી 14 હજાર હેક્ટર જમીનમાં ખેતી થતી હતી. આજે 19 લાખ હેક્ટર જમીનમાં ટપક સિંચાઈ પદ્ધતી ખેતી કરે છે. 'પર ડ્રોપ મોર ક્રોપ' પદ્ધતિથી ખેતી વધી છે.

  આઈ.આઈ. એમ. અમદાવાદની સ્ટડી

  પી.એમ. મોદીએ કહ્યું કે થોડા સમય પહેલાં આઈ.આઈ. એમ. અમદાવાદે એક સ્ટડી કરી હતી જેના પરથી જાણવા મળ્યું કે ટપક સિંચાઈ પદ્ધતિના કારણે વિજળીની બચત થઈ, પાણીની બચત થઈ અને ઉત્પાદનમાં 30 ટકાનો વધારો થયો. પ્રતિહેક્ટર દરેક ખેડૂતો પરિવારની આવકમાં 15.5 હજાર રૂપિયાનો વધારો થયો. કચ્છમાં નર્મદાનું પાણી પહોંચ્યું ત્યારે મેં કહ્યું કે આ પાણી કચ્છ માટે પારસ સાબિત થશે. આજે મા નર્મદાનું પાણી કચ્છ અને સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ રાજ્યના મોટા ભાગ માટે પારસ સિદ્ધ થઈ રહ્યું છે. નર્મદાનું પાણી પાણી નથી પારસ છે પારસ.. જે માટીને સોનું બનાવી દે છે.

  ગુજરાતમાં 78 ટકા ઘરોમાં નળમાં પાણી આવે છે

  પીએમ મોદીએ કહ્યું કે વર્ષ 2001 સુધીમાં 26 ટકા ઘરોમાં જ નળથી પાણી આવતું હતું જોકે, હવે રાજ્યમાં સૌના સહિયારા પ્રયાસોથી 78 ટકા ઘરોમાં પાણી આવે છે. સૌની યોજના હોય કે સુજલામ સુફલામ યોજના હોય. આનંદી બેન અને વિજય રૂપાણી સૌની સરકારને હું અભિનંદન આપું છું.

  2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય

  પહેલાં ગુજરાતમાં ખેડૂતો ફક્ત પારંપારિક ખેતી કરતા હતા જોકે, પાણી ઉપલબ્ધ થતા રાજ્યમાં ખેડૂતો હવે બાગાયત તરફ ઝૂંક્યા છે. 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા અનેક પ્રયાસો થઈ રહ્યા છે. પી.એમ. કિસાન અને નાના વેપારીઓ માટે પેન્શન માટે પણ યોજનાનો પ્રારંભ થયો છે.

  રો-રો ફેરી સેવા મુંબઈ-હજીરા વચ્ચે શરૂ કરાશે

  ઘોઘા-દહેજ રો-રો ફેરી સેવામાનો લાભ 3.25 લાખ લોકોએ કર્યો છે. આ સેવાના માધ્યમથી 70 હજાર વાહનોએ પણ લાભ લીધો છે. આ સુવિધાએ લોકોનો સમય બચાવ્યો. પર્યાવરણની રક્ષા કરી છે. મુંબઈ-હજીરા વચ્ચે ખૂબ જ જલદી રો-રો ફેરી સર્વિસ શરૂ થશે.

  11 મહિનામાં 23 લાખ લોકોએ સ્ટેચ્યૂની મુલાકાત લીધી

  પીએમ. મોદીએ ઉમેર્યુ કે કેવડિયા કૉલોની ખાતે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાતે દેશ-દુનિયામાંથી લોકો આવી રહ્યા છે. આ સ્ટેચ્યૂના કારણે કેવડિયા દેશ-વિદેશના પ્રવાસન નકશા પર છવાઈ ગયું છે. અમેરિકાના સ્ટેચ્યૂ ઑફ લિબર્ટીને નિહાળવા 10 હજાર લોકો આવે છે. જ્યારે સ્ટેચ્યૂ ઑફ યુનિટીને 11 મહિનામાં પ્રતિદિન રોજ 8.5 હજાર લોકો આવે છે. આ સ્ટેચ્યૂ સ્થાનિકોના રોજગારનું સાધન બનતી જાય છે.

  જળ જમીન જંગલ પ્લાસ્ટિક મુક્ત

  પી.એમ. મોદીએ કહ્યું કે આપણા જંગલો, જમીન અને જળને આપણે પ્લાસ્ટિક મુક્ત કરાવાનું લક્ષ્ય છે. આપણે સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરીએ અને આ જગ્યાને પ્લાસ્ટિક મુક્ત બનાવીશું. એવું પ્લાસ્ટિક નહીં વાપરીએ જે ફરીથી રિસાયકલ ન થઈ શકે.

  આઝાદી બાદ અધૂરા રહેલાં કામો પૂર્ણ થઈ રહ્યા છે

  જમ્મુ-કાશ્મીર અને લેહ-લદાખના માણસનોને 70 વર્ષ સુધી સહન કરવું પડ્યું. હિંસા અને અલગાવવાદના કારણે સૌને ભોગવવું પડ્યું છે. દાયકોએ જૂની સમસ્યાને દૂર કરવા માટે સરદાર સાહેબની પ્રેરણાથી એક નિર્ણય કરવામાં આવ્યો છે. ભારતની એકતા અને શ્રેષ્ઠતા માટે તમારો સેવક પ્રતિબદ્ધ છે. પાછલાં 100 દિવસમાં આ પ્રતિબદ્ધતાને મજબૂત કરી છે.

  નવી સરકાર મોટા લક્ષ્યો વધશે

  પી.એમ.મોદીએ કહ્યું કે નવી સરકાર પહેલાં કરતા પણ વધારે ઝડપથી કામ કરશે. પહેલાં કરતા વધારે મોટા લક્ષ્યો વેધશે. આ વિરાટ સરદાર સરોવર અને તેમાંથી વહી રહેલી માતા નર્મદા રાજ્યને સમૃદ્ધ બનાવશે. ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ આ સ્પ્નને લઈને આગળ વધીશું.

  આવજો...

  પી.એમ.મોદીએ કચ્છ સુધી નર્મદે સર્વેદ.. ની ગૂંજ પહોંચે એવા સૂરે સૌના પાસે નર્મદે... સર્વેદનો નારો બોલાવ્યો. ભારત માતાની જયના નારા સાથે પીએમ.મોદીએ કહ્યું હતું કે આવજો...
  Published by:Jay Mishra
  First published:

  Tags: Sardar Sarovar, Statue of unity, નરેન્દ્ર મોદી, વડાપ્રધાન મોદી

  આગામી સમાચાર