Home /News /gujarat /અંબાજીમાં PM મોદીનો રોડ શો, લોકોએ ફૂલ વરસાવી કાફલાનું કર્યું સ્વાગત

અંબાજીમાં PM મોદીનો રોડ શો, લોકોએ ફૂલ વરસાવી કાફલાનું કર્યું સ્વાગત

ફુલ વરસાવી PM મોદીના કાફલાનું સ્વાગત કરાયું

PM Modi road show in Ambaji: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજીની મુલાકાતે પહોંચ્યા છે. અહીં અંબાજીમાં પીએમ મોદીના રોડ શોમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે.

    અંબાજી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજીની મુલાકાતે પહોંચ્યા છે. અહીં અંબાજીમાં પીએમ મોદીના રોડ શો યોજાયો છે. જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. PMના કાર્યક્રમને લઈ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે રોડ શો દરમિયાન પીએમ મોદીએ હજારોની જનમેદનીનું અભિવાદન ઝીલ્યું છે. દાંતામાં ફુલ વરસાવી PM મોદીના કાફલાનું સ્વાગત કર્યું છે. રસ્તાની બંન્ને તરફ લોકોની ભીડ ઉમટી પડી છે. સાથે જ રોડ શો દરમિયાન 'મોદી મોદી'ના નારા ગૂંજી ઉઠ્યા હતા. થોડા સમયમાં જ પીએમ મોદી સભા સ્થળે પહોંચશે.

    પીએમ મોદી આજે અંબાજીની મુલાકાત છે. જ્યાં કરોડોના વિકાસકાર્યોની ભેટ આપશે. પીએમ મોદીના આગમનને લઈને મંદિરમાં ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જનસભાને સંબોધન કર્યા બાદ પીએમ મોદી માં અંબાના દર્શન કરશે. જ્યાં કપૂર આરતી, પૂજા અર્ચના કરશે. ભટ્ટજી મહારાજ પૂજા અર્ચના કરાવશે. માં અંબાના દર્શન બાદ તેઓ ગબ્બર આરતીમાં ભાગ લેશે.


    આ પણ વાંચો: PM મોદી તારંગા હિલ અંબાજી આબુરોડ બ્રોડગેજ રેલ્વે લાઇનનો કરશે શિલાન્યાસ

    ભારત સરકારની વિકાસ યાત્રા થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજી પહોંચ્યા છે અને સાથે કરોડો રૂપિયાના વિકાસ કર્યોનું ભૂમિપૂજન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટરમાર્ગે અંબાજી પહોંચ્યા છે, ત્યારે સૌપ્રથમ ચિખલામાં વિશાળ જનમેદનીને ગુજરાત નહીં, પણ ભારતભરની વિકાસ યાત્રાની વાતો કરશે. સાથે અંબાજીમાં પણ યાત્રાળુઓની વિવિધ સુવિધાઓ માટે 53 કરોડના વિકાસ કાર્યોનું ભૂમિપુજન કરશે. જયારે અંબાજીને રેલમાર્ગ સાથે જોડતી યોજનાનો ખાતમૂહુર્ત પણ કરશે. અંબાજીમાં બાયપાસ રોડ મંદિર ટ્રસ્ટના પ્રસાદમ યોજના તેમજ વિવિધ આવાસ યોજનાના થયેલા કામોનો ભૂમિપૂજન સાથે ઇ લોકાર્પણ કરશે. અંબાજી ખાતે જાહેર સભા સંબોધન કર્યા બાદ અંબાજી મંદિરે દર્શન માટે જશેને ત્યાર બાદ ગબ્બરમાં મહાઆરતી કરી અંબાજીની યાત્રા પૂર્ણ કરશે.

    વડાપ્રધાન નરેન્દ્રમોદીને આવકારવા શક્તિપીઠ અંબાજીએ નવા રૂપ રંગ ધારણ કર્યા છે. અંબાજી શક્તિપીઠ સર્કલથી ગબ્બર મહાઆરતીમાં જવાના માર્ગ ઉપર રંગબેરંગી લાઇટીંગથી અદભુત નજારો સર્જ્યો છે. એટલું જ નહીં, માર્ગમાં સ્લીપોત્સવ દરમિયાન સાપ્તીના શિલ્પકારો દ્વારા તૈયાર કરાયેલ શિલ્પો ગોઠવીને સજાવટ કરવામાં આવી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, PM Modi પીએમ મોદી

    विज्ञापन
    विज्ञापन