Home /News /gujarat /

અડાલજમાં અન્નપૂર્ણાધામનું PM મોદીએ વર્ચ્યુઅલી કર્યું ઉદ્ધાટન; જન ઔષધી કેન્દ્રનો પ્રચાર થવો જરૂરી, ઓછા પૈસે મળે છે શ્રેષ્ઠ દવાઓ

અડાલજમાં અન્નપૂર્ણાધામનું PM મોદીએ વર્ચ્યુઅલી કર્યું ઉદ્ધાટન; જન ઔષધી કેન્દ્રનો પ્રચાર થવો જરૂરી, ઓછા પૈસે મળે છે શ્રેષ્ઠ દવાઓ

PM મોદીએ ગુજરાતને શિક્ષા અને દિક્ષાની ભૂમિ ગણાવી

ધરતીને બચાવવાં પ્રાકૃતિક વિકાસ કરવો જરૂરી છે. મારી શિક્ષા અને દિક્ષા ગુજરાતમાંથી થઇ છે.  તેની જ મદદથી આજે કેન્દ્રમાં નેતૃત્વ કરી રહ્યો છું. હાલમાં વિશ્વમાં અન્ન ખુટવાનો ડર છે ત્યારે જો WTO પરવાનગી આપે તો અમે આખા વિશ્વને ભોજન કરાવવાં તૈયાર છીએ. ગત રોજ અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાયડન સાથે અન્ન સંકટને લઇને થઇ ચર્ચા

વધુ જુઓ ...
    ગાંધીનગર: વડાપ્રધાન મોદી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી શ્રી અન્નપૂર્ણાંધામ, અડાલજના કુમાર છાત્રાલય અને શિક્ષણ સંકુલનું ઉદઘાટન તથા જનસહાયક ટ્રસ્ટ હીરામણિ આરોગ્યધામના ભૂમિપૂજન કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીની ગરિમામય ઉપસ્થિતિ રહી છે. અડાલજ ખાતે શ્રી અન્‍નપૂર્ણાધામ ટ્રસ્‍ટ, અડાલજ દ્વારા નિમિત માં અન્નપૂર્ણા ભોજનાલયનું રાજ્‍યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્‍તે અને પ્રમુખ અને સાંસદ નરહરિ અમીનની ઉપસ્‍થિતીમાં તા. 11 ફેબ્રુઆરીના રોજ ઉદ્‌ઘાટન કરવામાં આવ્‍યું હતું.

    અન્નપુર્ણાધામમાં PM નરેન્દ્ર મોદી LIVE

    -આયુષ્માન ભારત યોજના સૌથી મોટું કામ, નાગરિકોને  5 લાખ રૂપિયા સુધીનું કવચ મળે છે.  તેમાં પણ જે જેનેરિક દવાઓ તરફ લોકો વળ્યાં છે તેનાંથી તેમને જરૂરથી ફાયદો થશે. આજે જ્યારે ગરીબ મધ્યમવર્ગનાં લોકોને મોંઘી 100-200 રૂપિયાની દવાઓ 15 અને 20 રૂપિયા જેવાં નજીવા ભવે મળતી થઇ છે. ડાયાલિસિસનો ખર્ચો ઓછો થયો છે. તે દરેક દેશવાસીઓ માટે આજનાં સમયમાં ઘણી મોટીવાત છે. આ જન ઔષધી કેન્દ્રોનો પ્રચાર થવો ખુબજ જરૂરી છે તેમાં ઓછા પૈસા શ્રેષ્ઠ દવાઓ મળે છે.

    -PM મોદીએ કહ્યું કે, હાલમાં વિશ્વમાં અન્ન ખુટવાનો ડર છે ત્યારે જો WTO પરવાનગી આપે તો અમે આખા વિશ્વને ભોજન કરાવવાં તૈયાર છીએ. ગત રોજ અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાયડન સાથે અન્ન સંકટને લઇને થઇ ચર્ચા

    -ગુજરાતે રસીકરણને પણ જોર આપ્યું છે. હવે દરેક જગ્યાએ પ્રિકોશનરી ડોઝ ઉપલબ્ધ છે.

    -હવેનો સમય સ્કિલ ડેવલોપમેન્ટનો છે. ત્યારે ગુજરાતે 4.4 ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે હરણફાળ ભરી છે.

    -રૂપિયા 50 કરોડનાં ખર્ચે તૈયાર થયું ડે કેર સેન્ટર
    -ભૂમિ પૂજનમાં જોડાયા PM મોદી કહ્યું- માતાનાં આશીર્વાદથી તમારી વચ્ચે રહેવાની મને તક મળે છે.
    -આધુનિક ડાયાલિસિસ સેન્ટરનું પણ થશે નિર્માણ
    -કુમાર છાત્રાલય અને સ્કૂલ અને હોસ્ટેલનું લોકાર્પણ
    -અડાલજમાં અનપુર્ણા ધામનું ટ્રસ્ટ સમારંભ
    -500 લોકોથી વધુ એક સાથે ભોજન લઇ શકે તેવી વ્યવસ્થા
    -600 વિદ્યાર્થીઓ રહી શકે તેવી હોસ્ટલનું નિર્માણ
    -છાત્રાલયલમાં છે અધ્યતન સુવિધાઓ

    -ધરતીને બચાવવાં પ્રાકૃતિક વિકાસ કરવો જરૂરી છે. મારી શિક્ષા અને દિક્ષા ગુજરાતમાંથી થઇ છે.  તેની જ મદદથી આજે કેન્દ્રમાં નેતૃત્વ કરી રહ્યો છું.



    -નરહરી અમિનનો ખુબ આગ્રહ હતો કે આજે હું રુબરુ આવું ઉદ્ઘાટન માટે પણ તે શક્ય ન બન્યું તેથી વર્ચ્યુઅલી આજે તમારી સાથે જોડાયો છું. જો આયો હોત તો જુના જોગીઓને મળવાનો આનંદ અનેરો હોત. નરહરી અમીન જાહેર જીવન આંદોલનથી શરૂ થયું છે ત્યારે તેઓ જ્યારે આવું કંઇ આંદોલનકારી કાર્ય કરે છે તે બિરદાવવા લાયક છે

    -PM મોદીએ CM ભુપેન્દ્ર પટેલનાં નેતૃત્વનાં વખાણ કર્યા અને કહ્યું કે, આપણી સમૃદ્ધ પરંપરાને CM પટેલનાં નેતૃત્વમાં આગળ વધવાની જે તક મળી રહી છે તે બિરદાવા લાયક છે.

    -અંબાજીને જે રીતે કાયાપલટ કરવામાં આવી છે તે મને ખુબજ ગમ્યું છે. મારે મન એમ પણ અંબાજી ખુબજ નિકટ છે તેથી તેની કાયાપલટથી હું સૌથી વધુ ખુશ છું

    -સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ મળે છે. આખી દુનિયામાં જે રીતે SOU પ્રસિદ્ધ થયું તે રીતે લોકો અંબાજીનાં ગબ્બરને પણ એટલું જ ધ્યાન જઇ રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં ટુરિઝમનું વધવું ગુજરાત ટુરિઝમ માટેની સંભાવનાઓ વધી રહી છે.

    -ભારતનાં વિકાસ માટે ગુજરાતનો વિકાસ જરૂરી છે. હાલમાં  ગુજરાતને એવું નેતૃત્વ મળ્યું છે કે, તે રાજ્યને નવી ઉંચાઇએ લઇ જશે.

    ભાજપ અધ્યક્ષ સી આર પાટીલનું સંબોધન
    અન્નપૂર્ણા ધામના કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના વખાણ કર્યા અને ખૂંટીયાઓના ત્રાસ સામે ભરેલા પગલાં અંગે વાત કરી.. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ પોતાના રાજ્યમાં ખૂંટીયાઓનો ત્રાસ ઘટાડવા પોલીસી બનાવવી હશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસેથી શીખવું પડશે તેવું પાટીલે કહ્યું.. સાથે જ તેમણે કહ્યું કે ગુજરાત દેશનું મોડલ છે અને તેના આધારે જ દેશમાં અને અન્ય રાજ્યોમાં ભાજપની સત્તા આવી છે.. સાથે જ તેમણે આપનું નામ લીધા વગર ટકોર કરી કે મફતનું આપવાવાળા લોકોથી ચેતવું જોઈએ. ગુજરાતમાં લોકોને મફત ફાવતું નથી પણ કેટલાક લોકો મફતની જાહેરાતો કરવા આવ્યા છે અને તેનાથી તમારે ચેતવાની જરૂરી છે.

    શિક્ષણ સંકુલ અને છાત્રાલયની ખાસિયતો
    છાત્રાલય અને શિક્ષણ સંકુલમાં 600 વિદ્યાર્થીઓ માટે 150 રૂમની રહેવા અને જમવાની સુવિધા છે. અન્ય સુવિધાઓમાં GPSC, UPSC પરીક્ષાઓ, ઇ-લાઇબ્રેરી, કોન્ફરન્સ રૂમ, સ્પોર્ટ્સ રૂમ, ટીવી રૂમ અને વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ વગેરે માટે તાલીમ કેન્દ્રનો સમાવેશ થાય છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Adalaj, Anpurna Trust Samarabh, પીએમ મોદી

    આગામી સમાચાર