Home /News /gujarat /વિશ્વ ઉમિયા ધામ: 'PM મોદીએ કહ્યું, 'ચિંતા ન કરો 2019 પછી પણ હું જ રહેવાનો છું'

વિશ્વ ઉમિયા ધામ: 'PM મોદીએ કહ્યું, 'ચિંતા ન કરો 2019 પછી પણ હું જ રહેવાનો છું'

વડાપ્રધાન મોદીની ફાઇલ તસવીર

વડાપ્રધાન મોદીએ વિશ્વ ઉમિયા ધામના ઉદ્ઘઘાટન પ્રસંગે આપેલા વક્તવ્યમાં આડકતરો સંકેત આપ્યો કે વર્ષ 2019ની ચૂંટણી બાદ NDAની સરકાર જ બનશે.

  ન્યૂઝ 18 ગુજરાતી: વિશ્વ ઉમિયા ધામના અનાવરણ પ્રસંગે વડાપ્રધાન મોદીએ બોલ મારી માં.... બોલ મારી મા..... બોલ મારી મા...... ના જયઘોષ સાથે પ્રવચનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું આજે શિવરાત્રી છે અને હર હર હર મહાદેવ.....નો જયઘોષના નારા બોલાવી અને ભાષણનો પ્રારંભ કર્યો હતો. તેમણે વિશ્વ ઉમિયા ધામના પ્રસંગે જણાવ્યું હતું કે 2019 પછી પણ હું જ રહેવાનો છું એટલે ચિંતા ન કરતા ભારત સરકારની કોઈ મદદની જરૂર હોય તો જણાવજો.

  વડાપ્રધાને કહ્યું, “આપણા દેશમાં એક વર્ગ એવો છે, જેની માન્યતા એવી છે કે આ ધાર્મિક પ્રવૃતિઓ સમાજનું ભલું કરનારી નથી, થોડાક લોકોનું ભલું કરનારી છે. મને આવા લોકો માટે દયા માટે આવે છે. હજારો વર્ષોનો ઇતિહાસ છે, આપણો દેશ, સંતો મહંતો, ગુરૂઓ, શિક્ષકો, વૈજ્ઞાનિકો, ખેડૂતોના યોગદાથી બન્યો છે. આ સઘળાનું બળ આપણી આધ્યાત્મિક પરંપરા બની છે. ગુલામીના કાળમાં પણ આપણે 1000-1200 વર્ષ સુધી આપણે આ લડાઈ લડી શક્યા, દેશની અસ્મિતા, સંસ્કૃતિ પરંપરા માટે મરજીવાઓની કતાર લાગી રહી તે કઈ પ્રેરણા હશે? આ દેશની આધ્યાત્મિક ચેતના છે. આપણી આધ્યાત્મિક પરંપરાઓ સામાજિક ચેતનાઓનું કેન્દ્ર રહી છે, તેના કારણે પરિવર્તન પણ આવ્યું છે. સમય જતા કેટલી ચીજો વિસરાઈ ગઈ હોય પરંતુ તેના મૂળમાં જઈએ તો એ ચેતના પ્રગટ થતી જોવા મળે છે.

  કુંભ અને સ્વચ્છતા
  વડાપ્રધાને કહ્યું, ઘણા લોકોને લાગતું કે કુંભનો મેળો 3 વર્ષે નાનો, અને 12 વર્ષે મોટો મેળો યોજાય. પ્રયાગરાજના કુંભ મેળામાં દુનિયાના અગ્રગણ્ય અખબારો નાગા બાવા અને અખાડાઓનું વર્ણન કરવામાં જતી. પણ આ વખતે કુંભના મેળાની સ્વચ્છતાની નોંધ લેવાઈ. મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે કુંભનો મેળો સ્વચ્છ કેમ ન હોય, કુંભને 100 વર્ષે સ્વચ્છ કરવાનું કામ અમને મળ્યું છે.

  આધ્યાત્મ અને સમાજ પરિવર્તન
  વડાપ્રધાને કહ્યું કે આઝાદીનું આંદોલન પણ ભક્તિ યુગથી પ્રેરિત હતું. સ્વામી વિવેકાનંદથી લઈને ચૈતન્ય મહાપ્રભુજી સુધી દેશના સમાજની ચિંતા સંતોએ કરી. આધ્યાત્મિક ચેતનાના પીઠબળે 1857ની ક્રાંતિ થઈ હતી. હું આ શક્તિને આધ્યાત્મિક તરીકે જોવ છું. હું આ જ્ઞાતિની શક્તિ તરીકે નથી જોતો પરંતુ હું આ ચેતનાને આધ્યાત્મિક ચેતના તરીકે જોવ છું એટલે મા ઉમિયાના ચરણોમાં વંદન કરવા આવ્યો છું

  દેશમાં ધીમી ગતિ ચાલે એમ નથી
  વડાપ્રધાને કહ્યું કે દેશમાં ધીમી ગતિ ચાલે એમ નથી, નાનુ નાનું ચાલે એમ નથી, થાગડ થાગડ ચાલે એમ નથી. એટલે જ બધુ મોટું કર્યુ છે. અનેક લોકોને તકલીફ પડે છે. સરદાર પટેલનું મોટું સ્ટેચ્યૂ બન્યું. વીર જવાનો પરાક્રમ કરે તો નાનું શું કામ કરે મોટું કરે પાક્કુ, કરે અને જ્યાં કરવાનું હોય ત્યાં જ કરે. ૉ

  ભારતનો મિજાજ બદલાણો
  વડાપ્રધાને કહ્યું કે ભારતનો મિજાજ બદલાણો છે, ભારતનું મન બદલાણું છે અને એટલે જ સંકલ્પતી સિદ્ધી શક્ય છે. કોઈએ કલ્પના કરી હતી કે આખી દુનિયા નાક પકડીને બેસે અને યોગ શીખવાની કલ્પના કરે. દુનિયાના કોઈ પણ ખૂણે જાવ યોગની ધૂમ મચી છે. યોગ મોદી નથી લાવ્યા, ઋષિ મુનિઓની દેણ છે. મોદીએ રસ્તો બતાવ્યો યોગની ધુમ મચી ગઈ.

  છગન બાપાને યાદ ન કરીએ તો..
  પીએમ મોદીએ કહ્યું કે આજે જો આપણે મા ઉમિયાના ચરણોમાં છગન બાપાને યાદ ન કરીએ તો આપણે આછા પડીએ. છગન બાપાએ દીકરીઓને ભણાવવાનું બીડું ઉઠાવ્યું હતું અને તેમના કારણે આ પાટીદાર સમાજ ક્યાંથી ક્યાં પહોંચી ગયો. હવે એક છગન બાપાથી નહીં ચાલે હવે સેંકડો છગન બાપાની જરૂર છે. જે નવી વ્યવસ્થા આપે, નવી દિશા આપે.

  ભૃણ હત્યા
  વડાપ્રધાને કહ્યું કે આપણે માના ધામમાં આવીએ અને માના ગર્ભમાં જ દીકરીને મારી નાખીએ તો ચાલે? હું પહેલાં ઊંજાના લોકોથી નારાજ હતો. પહેલાં દીકરાઓ સામે દીકરાની સંખ્યા સૌથી ઓછી ઊંજામાં હતી. આ મા ઉમિયાના આશિર્વાદ લઈને મારી તમારે પાસે માંગું છું. ઉમિયા માતાની સાક્ષીએ માંગું છું આપશો આપશો? મા ઉમિયાના ચરણોમાં માને પગે લાગીને પ્રણામ કરીએ હવે આપણા સમાજમાં ભૂલથી પણ, દીકરીઓને મારવાના પાપમાં નહીં પડીએ. ભૃણ હત્યાનું પાપ નહીં કરીએ. આપણા સમાજમાં જન્મેલો ડૉક્ટર પણ ખોટા રસ્તે લઈ જાય. આપણે આપણી શક્તિનો ઉપયોગ કરી બીજા સમાજને સમજાવીએ દીકરો દીકરી બરાબર છે.

  સૌથી વધુ ગોલ્ડ દીકરી લાવે છે
  આજે રમત ગમત હોય, 10માં પરિણામ હોય 12નું પરિણામ હોય સમાજનું ગૌરવ દીકરીઓ ઘરનું નામ ઉજાળી નાખે છે. દીકરી હોય તો એવું વિચારે કે મા બાપને કહે છે મારે લગ્ન નથી કરવા. મા ઉમિયાના ધામમાં સંકલ્પ લઈએ કે દીકરા-દીકરી એક સમાન છે.

  નવી પેઢી માટે ડર
  આપણે યુવા પેઢીને વ્યસન, નશો, ખોટા રસ્તે આપણા બાળકો ન જાય તેની ચિંતા કરવી પડે, પૈસાના ભોગે આ પ્રકારની ચીજો ઘરમાં ઘુસી ન જાય તેની ચિંતા કરવી પડે. આ વાત હું એટલા માટે કરું છું કારણ કે પરિવારોમાં બાળકોને બચાવવું અઘરૂ છું. આ ઉમિયાધામ સમાજ શિક્ષણનું કેન્દ્ર બને, સામાજિક ક્રાંતિનું કેન્દ્ર બને. ભારત સરકાર
  Published by:Jay Mishra
  First published:

  Tags: ગુજરાત, નરેન્દ્ર મોદી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन