Home /News /gujarat /

વડાપ્રધાન મોદી રાણીપમાં, ભાજપ અધ્યક્ષ અમિત શાહ નારણપુરામાં મતદાન કરશે

વડાપ્રધાન મોદી રાણીપમાં, ભાજપ અધ્યક્ષ અમિત શાહ નારણપુરામાં મતદાન કરશે

આવતીકાલે પીએમ મોદી રાણીપની નિશાન સ્કૂલમાં સવારે 7.30 કલાકે મતદાન કરશે જ્યારે અમિત શાહ નારણપુરાની સબ ઝોન ઑફિસ ખાતે સવારે 9.30 વાગ્યે મતદાન કરશે

આવતીકાલે પીએમ મોદી રાણીપની નિશાન સ્કૂલમાં સવારે 7.30 કલાકે મતદાન કરશે જ્યારે અમિત શાહ નારણપુરાની સબ ઝોન ઑફિસ ખાતે સવારે 9.30 વાગ્યે મતદાન કરશે

  ન્યૂઝ 18 ગુજરાતી : આવતીકાલે રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થશે. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનમાં દેશના વડાપ્રધાન મોદી અને ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ભાજપના નાણા મંત્રી અરૂણ જેટલી ગુજરાતમાં મતદાન કરશે. પીએમ મોદી અને અમિત શાહ બંને ગુજરાતના મતદાતા હોવાથી તેમના મતદાન કેન્દ્રો પર વિશેષ ઉત્સાહ જોવા મળશે.

  પ્રાપ્તા અહેવાલો મુજબ આવતીકાલે વડપ્રધાન મોદી અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા નિશાન શાળામાં સવારે 7.30 વાગ્યે મતદાન કરશે. જ્યારે ભાજપના અધ્યક્ષ અમિત શાહ સવારે 09.30 વાગ્યે નારણપુરાની સબઝોન ઑફિસમાં મતદાન કરશે, ભાજપના નાણા મંત્રી અરૂણ જેટલી સવારે 9.30 વાગ્યે ચીમન ભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સવારે 9.30 વાગ્યે મતદાન કરશે તો મધ્યપ્રદેશના ગવર્નર અને પૂર્વ મુખ્ય મંત્રી આનંદી બહેન પટેલ અમદાવાદના શીલજમાં આવેલી પ્રાથમિક શાળા ખાતે સવારે 7.30 વાગ્યે મતદાન કરશે.

  આ પણ વાંચો : ગુજરાતની જનતા હિટવેવની વચ્ચે 2014ના 63.66% મતદાનના આંકને આંબી શકશે?

  ભાજપના અન્ય નેતાઓમાં રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી, કર્ણાટકના ગવર્નર વજુ ભાઈ વાળા રાજકોટના મતદાતા હોવાથી બંને રાજકોટ ખાતે મદાન કરશે. વજુ ભાઈ વાળા બપોરે 2.00 વાગ્યે રાજકોટની કોટેચા સ્કૂલ ખાતે મતદાન કરશે જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સવારે 8.00 વાગ્યે મતદાન કરશે. રાજ્યના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલ કડીની સંસ્કાર ભારતી શાળામાં સવારે 10.00 વાગ્યે મતદાન કરશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીના વયોવૃદ્ધ માતા હિરાબા પણ મતદાન કરવા જશે. હિરાબા રાયસણમાં પંચાયત ઓફિસ ખાતે બુથ નંબર 3માં સવારે 8.00 વાગ્યે મતદાન કરવા માટે જશે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Gujarat Loksabha Elections 2019, Loksabha elections 2019, Vote, અમિત શાહ, ગુજરાત, પીએમ મોદી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन