Home /News /gujarat /4G એટલે સાઇકલ અને 5G એટલે વિમાન! ગુજરાતમાં 2 લાખ શિક્ષકોની ભરતી કરી: PM મોદી

4G એટલે સાઇકલ અને 5G એટલે વિમાન! ગુજરાતમાં 2 લાખ શિક્ષકોની ભરતી કરી: PM મોદી

ગાંધીનગરમાં નરેંદ્ર મોદી

PM Modi In Gandhinagar: ગુજરાતમાં ચૂંટણીને પગલે વડાપ્રધાન ફરી એક વખત વતનની મુલાકાતે છે. આજે ગાંધીનગરમાં PM મોદીએ કહ્યું હતું કે હું ગામડે ગામડે ગયો હતો અને લોકોને દીકરીઓને શાળાએ મોકલવા મનાવ્યા હતા.

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
    ગુજતરમાં ચૂંટણી પડઘમ વાગી રહ્યા છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર વતનની મુલાકાતે આવી રહ્યા છે. હાલ ગુજરાત પ્રવાસે આવેલા PM મોદીએ બુધવારે ગાંધીનગરમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદી સ્કૂલમાં બાળકો સાથે ક્લાસરૂમમાં બેઠેલા જોવા મળ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સના લોકાર્પણ દરમિયાન કહ્યું હતું કે, ''હું ગુજરાતના તમામ લોકોને, તમામ શિક્ષકોને અને તમામ યુવા સાથીઓને અભિનંદન આપું છું, હું મારી શુભકામનાઓ પાઠવું છું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે હવે એજ્યુકેશન સિસ્ટમ સ્માર્ટ બની છે અને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સુધરી છે.

    4જી સાયકલ છે, તો 5G એ એરપ્લેન છે

    આ દરમિયાન એક નિવેદન ચર્ચામાં રહ્યું હતું કે જેમાં PM મોદીએ 5G અને 4G વચ્ચેનો તફાવત પણ સમજાવ્યો અને કહ્યું કે જો 4જી સાયકલ છે, તો 5G એ એરપ્લેન છે.

    અગાઉ 20 ટકા લોકો શાળાએ જતાં નહોતા

    મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું લોકાર્પણ કર્યા બાદ પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે. 20 વર્ષ પહેલા 100માંથી 20 બાળકો શાળાએ જતા ન હતા. એટલે કે, પાંચમો ભાગ શિક્ષણથી વંચિત હતો. શાળાએ ગયેલા ઘણા બાળકોએ આઠમા ધોરણમાં પહોંચતાની સાથે જ શાળા છોડી દેતા હતા. દીકરીઓની હાલત ખરાબ હતી એ પણ કમનસીબી હતી. પહેલા છોકરીઓને શાળાએ મોકલવામાં આવતી ન હતી.

    આ પણ વાંચો: Agriculture Scheme: પીએમ મોદીએ 600થી વધુ કિસાન સમૃદ્ધિ કેન્દ્રો શરૂ કર્યા, નેનો યૂરિયાથી ખેડૂતો બનશે સમૃદ્ધ

    હું પોતે ગામડે ગામડે ગયો...

    તેમણે કહ્યું કે હતું કે મુખ્યમંત્રી તરીકે હું પોતે ગામડે ગામડે ગયો અને તમામ લોકોને વિનંતી કરી કે તેઓ તેમની દીકરીઓને શાળાએ મોકલે. પરિણામ એ આવ્યું કે આજે ગુજરાતમાં લગભગ દરેક પુત્ર-પુત્રી શાળાએ પહોંચવા લાગ્યા છે. શાળા પછી તેમણે કોલેજ પણ જવાનું શરૂ કર્યું છે. ગુજરાતમાં સૌપ્રથમ વખત, અમે શિક્ષક તાલીમ યુનિવર્સિટી, શિક્ષક શિક્ષણ સંસ્થાની સ્થાપના કરી હતી.



    બે લાખથી વધુ શિક્ષકોની ભરતી

    PM મોદીએ કહ્યું હતું કે આજે ગુજરાત અમૃત કાલની અમૃત પેઢીના નિર્માણની દિશામાં એક મોટું પગલું ભરી રહ્યું છે. વિકસિત ભારત માટે આ એક વિકસિત ગુજરાતના નિર્માણની દિશામાં એક સીમાચિહ્ન સાબિત થવા જઈ રહ્યું છે. આપણે 1stG થી 4G સુધી ઈન્ટરનેટની સેવાઓનો ઉપયોગ કર્યો છે. હવે 5G દેશમાં મોટું પરિવર્તન લાવવા જઈ રહ્યું છે. આજે 5G સ્માર્ટ સુવિધાઓ, સ્માર્ટ ક્લાસરૂમ્સ, સ્માર્ટ ટીચિંગથી આગળ વધીને આપણી એજ્યુકેશન સિસ્ટમને આગલા સ્તર પર લઈ જશે. હવે શાળાઓમાં પણ વર્ચ્યુઅલ રિયાલિટી, ઈન્ટરનેટ ઓફ થિંગ્સની શક્તિનો અનુભવ થઈ શકશે. બે દાયકામાં ગુજરાતની જનતાએ તેમના રાજ્યની શિક્ષણની કાયાપલટ કરી બતાવી છે. આ બે દાયકામાં ગુજરાતમાં 1.25 લાખથી વધુ નવા વર્ગખંડો બનાવવામાં આવ્યા છે, બે લાખથી વધુ શિક્ષકોની ભરતી કરવામાં આવી છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Gandhinagar News, Narendra Modi in Gujarat, Narendra modi speech, Pm modi in gujarat, PM Modi પીએમ મોદી, PM નરેન્દ્ર મોદી, ગાંધીનગર

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन