Home /News /gujarat /કચ્છમાં પીએમ મોદીએ કહ્યું- ગુજરાતને બદનામ કરવા અને રોકાણ રોકવા માટે ઘણા ષડયંત્ર રચાયા

કચ્છમાં પીએમ મોદીએ કહ્યું- ગુજરાતને બદનામ કરવા અને રોકાણ રોકવા માટે ઘણા ષડયંત્ર રચાયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે કચ્છની મુલાકાતે (PM Modi Gujarat Visit)પહોંચ્યા હતા

PM Modi Gujarat Visit: પીએમ મોદીએ કહ્યું- જ્યારે ભૂકંપ આવ્યો હતો તેના બીજા દિવસે જ અહીં પહોંચી ગયો હતો. ત્યારે હું મુખ્યમંત્રી ન હતો; સાધારણ કાર્યકર્તા હતો

    ભુજ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે કચ્છની મુલાકાતે (PM Modi Gujarat Visit)પહોંચ્યા હતા. આ પ્રસંગે પીએમ મોદીએ (PM Narendra Modi)જનસભાને સંબોધિત કરતા કહ્યું કે ગુજરાતને (Gujarat) દેશ-દુનિયામાં બદનામ કરવાના ષડયંત્ર થયા હતા. રાજ્યમાં આવનાર રોકાણને રોકવાના સતત પ્રયત્નો કરવામાં આવ્યા પણ રાજ્યએ પ્રગતિના નવા માર્ગ પસંદ કર્યા. પીએમ મોદીએ કહ્યું કે 2001માં કચ્છમાં વિનાશકારી ભૂકંપ પછી મેં કચ્છના પુર્નવિકાસ વિશે વાત કરી હતી અને અમે આ માટે સખત મહેનત કરી હતી. આજે તમે પરિણામ જોઇ રહ્યો છો.

    2047 સુધી ભારત એક વિકસિત રાષ્ટ્ર હશે


    પીએમ મોદીએ કહ્યું કે ઘણા લોકો એવા હતા જેમણે કહ્યું હતું કે કચ્છ ભૂકંપથી બહાર આવી શકશે નહીં. જોકે લોકોએ પરિદ્રશ્ય બદલી નાખ્યું છે. તમને હાલ ભારતમાં ઘણી ખામીઓ જોવા મળી શકે છે પણ હું સ્પષ્ટ રુપથી જોઇ શકું છું કે 2047 સુધી ભારત એક વિકસિત રાષ્ટ્ર હશે.

    પીએમ મોદીએ કહ્યું કે 2001માં સંપૂર્ણ રીતે તબાહ થયા પછી કચ્છમાં જે કામ થયા છે તે અકલ્પનીય છે. કચ્છમાં 2003માં ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટી બની તો ત્યાં 35થી વધારે નવી કોલેજોની સ્થાપના કરવામાં આવી છે.

    આ પણ વાંચો - 2001માં સંપૂર્ણ તબાહી બાદ કચ્છમા જે કામ થયુ છે તે અકલ્પનીય છે : પીએમ મોદી


    'આજે મન ઘણી ભાવનાઓથી ભરેલું છે'


    પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત કચ્છી ભાષામાં કરી હતી. જે બાદ તેમણે જણાવ્યુ કે, આજે મન ઘણી ભાવનાઓથી ભરેલું છે. ભુજિયો ડુંગર, સ્મૃતિવન મેમોરિયલ અને અંજારમાં વીર બાળક સ્મારકનું લોકાર્પણ કચ્છની, ગુજરાતની આખા દેશની વેદનાનું પ્રતિક છે. તેમના નિર્માણમાં પરસેવો જ નહીં પરંતુ કેટલાય પરિવારના આંસુઓએ પણ આના ઇંટ પથ્થરોને સિંચ્યા છે.

    'ભૂકંપના બીજા દિવસે અહીં આવી ગયો હતો'


    તેમણે વધુમાં જણાવ્યુ કે, મને યાદ છે કે, જ્યાપે ભૂકંપ આવ્યો હતો તેના બીજા દિવસે જ અહીં પહોંચી ગયો હતો. ત્યારે હું મુખ્યમંત્રી ન હતો; સાધારણ કાર્યકર્તા હતો. મને ખબર ન હતી કે હું કેટલા લોકોની મદદ કરી શકીશ. પરંતુ મેં નક્કી કર્યું હતુ કે હું તમારી વચ્ચે રહીશ.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: કચ્છ, ગુજરાત, પીએમ મોદી, મોદી સરકાર

    विज्ञापन
    विज्ञापन