ગુજરાતમાં ભાજપની જીત બદલ PM મોદી અને ગૃહમંત્રી શાહે શુભેચ્છા પાઠવી

News18 Gujarati
Updated: July 23, 2019, 4:14 PM IST
ગુજરાતમાં ભાજપની જીત બદલ PM મોદી અને ગૃહમંત્રી શાહે શુભેચ્છા પાઠવી
નરેન્દ્ર મોદીની કેબિનેટમાં સામેલ થશે નવી પાર્ટીઓ (ફાઇલ ફોટો)

રાજ્યની 120 બેઠકો પર ચૂંટણી અને પેટા ચૂંટણી યોજાઈ હતી. જૂનાગઢની ઐતિહાસીક જીતની ઉજવણી કરવા રૂપાણી-વાઘાણી જૂનાગઢ જશે

  • Share this:
18 ગુજરાતી : જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભાજપે આ સાથે જ જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને ગાંધીનગર મહાનગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી છે. રાજ્યમાં જુદી જુદી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણી અને પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં કેસરિયો લહેરાયો છે. આ જીતની ખુશીમાં એક બાજુ સીએમ રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ વાઘાણી જૂનાગઢ જઈને સભા કરવાના છે ત્યારે વડાપ્રધાન મોદીએ ગુજરાતીમાં ટ્વીટર કરી અને પ્રજાનો આભાર માન્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહ મંત્રી અમિત શાહે પણ ગુજરાતની જીતને વધાવતા શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે રાજ્યની જનતા ઉપરાંત સીએમ રૂપાણી, ડે. સીએમ નીતિન પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીને શુભેચ્છાઓ પાઠવી હતી.

પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે 'ગુજરાતમાં યોજાયેલ જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા અન્ય જિલ્લા/તાલુકા પંચાયતોની યોજાયેલ પેટા ચૂંટણીમાં પ્રજાએ સર્વત્ર ભાજપના ઉમેદવારો પર પોતાના આશીર્વાદ વર્ષાવ્યા છે. ગુજરાતની જનતાએ હંમેશા “વિકાસની રાજનીતિ” માં ભરોંસો મુક્યો છે. સૌને ખુબ ખુબ અભિનંદન અને આભાર..!!'

આ પણ વાંચો  : અલ્પેશ ઠાકોર બનશે રૂપાણી સરકારનો ભાગ? CM સાથે કરી મુલાકાતકઈ ચૂંટણીમાં ભાજપે કેટલી બેઠકો જીતી?
જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં 59 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી જેમાં 54 બેઠકો પર ભાજપનો વિજય થયો છે જયારે 4 બેઠક પર એનસીપી અને 1 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. ગાંધીનગર મહાનગર પાલિકાની એક બેઠક પર પેટા ચૂંટણી થઈ હતી જેમાં ભાજપનો વિજય થયો છે. રાજ્યની 5 જિલ્લા પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં તમામ બેઠકો પર ભાજપનો વિજ થયો છે. જયારે 46 બેઠકો પર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ યોજાઈ હતી જેમાં 18 બેઠક પર ભાજપ, 7 બેઠક પર કોંગ્રેસ અને 3 બેઠક પર અપક્ષનો વિજય થયો છે. આમ ભાજપે 111 બેઠકો પરથી 96 બેઠકો પર જીત મેળવી છે.

આ પણ વાંચો :  જૂનાગઢ મનપા પરિણામ : ભાજપ 54 બેઠક જીત્યું, કોંગ્રેસ કરતાં NCPને વધારે બેઠક મળીજૂનાગઢની જીત ઉજવવા રૂપાણી- વાઘાણી જશે
જૂનાગઢમાં વર્ષ 2014માં યોજાયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે 44 બેઠકો જીતી હતી. આ ચૂંટણીમાં ભાજપે 54 બેઠકો જીતી ઇતિહાસ રચ્યો છે. 60 બેઠકો ધરાવતી મનપામાં ભાજપની પ્રચંડ જીતને ઉજવવા માટે સીએમ રૂપાણી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ વાઘાણી આવતીકાલે જૂનાગઢ જશે. જૂનાગઢમાં વિજય સરઘસ અને સભાનું આયોજન રાખવામાં આવ્યું છે.
First published: July 23, 2019
વધુ વાંચો
अगली ख़बर