ઓખીનું સંકટ ટળતા મોદી ફરી ગુજરાતના ચાર દિવસના પ્રવાસે આવ્યા છે. મોદીએ પોતાની પ્રથમ સભા ધંધુકા, બીજી સભા દાહોદમાં સંબોધી હતી. ત્યારબાદ નેત્રાંગમાં ત્રીજી સભા સંબોધી હતી. જેમાં કેમ છો કહીને સભાની શરૂવાત કરી હતી. કહ્યું હતું કે હું તમામ લોકોનો આભાર માનું છું.
મોદીએ પહેલાની વીજળીને યાદ કરીને કહ્યું કે પહેલા 24 કલાક વીજળી મળતી નહતી. આ પછી હું મુખ્યમંત્રી બન્યાં પછી મને મળનાર માણસો બધા આની જ ફરિયાદ કરતાં હતાં આ સમસ્યા હવે હલ થઈ ગઈ છે.
મોદીએ કોંગ્રેસ પર નિશાનો સાધતા તેમણે કહ્યું કે કોંગ્રેસે આદિવાસીઓ માટે કંઈ કર્યું નથી. ભાજપે આદિવાસીઓ માટે અલગ મંત્રાલય બનાવ્યું છે. આદિવાસીઓનો વિકાસ ભાજપની સરકારને કારણે થયો છે.ભાજપે સંસદમાં આદિવાસી બજેટની શરૂઆત કરી છે. કોંગ્રેસના લોકો વાતોના વડા કરે છે, કોંગ્રેસના લોકો પોતાની જાતને ગરીબો સાથે જોડે છે પરંતુ ગુજરાતના લોકો બધાને સમજી જાય એવા છે.
Congress feels only one family won India freedom. They forget the contribution of the tribal communities to India's freedom struggle: PM Modi in Netrang #GujaratElection2017pic.twitter.com/ansztLn1TF
તેમને મુખ્યમંત્રી હતા તે દિવસો યાદ કરતાં કહ્યું કે જૂન મહિનાની ગરમીમાં હું ડેડિયાપાડાના જંગલોમાં ફરતો હતો. મુખ્યમંત્રી હતો ત્યારે શેત્રંજી પાથરીને બેઠો હતો. ડેડિયાપાડામાં શિક્ષણનો સંચાર કર્યો છે.
નેત્રંગમાં ભાષણના મુખ્યઅંશો
સંજીવની યોજનાથી બાળકોને દૂધ પહોંટાડ્યું
22 હજાર આદિવાસીઓ માટે દૂધની વ્યવસ્થા કરી
આ ગાંધી અને સરદાર પટેલનું ગુજરાત છે
દાહોદમાં સંબોધન
દાહોદમાં મોદીએ હળવા મૂડમાં ઓખી વાવાઝોડા પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, 'આ ગાંધીનું ગુજરાત છે, અહીં તમામ તોફાનો શાંત થઈ જાય છે. સાથે જ મોદીએ ધંધુકાની પાણીની સમષ્યાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે હવે કોઈ એવું નહીં કહે કે દીકરીને બંદૂકે દેજો પરંતુ ધંધુકે નહીં.'