Home /News /gujarat /PM Kisan Yojana: હવે 13મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો આ દસ્તાવેજ વિના નહીં મળે પૈસા, જાણો સરકારે શું કહ્યું?

PM Kisan Yojana: હવે 13મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો આ દસ્તાવેજ વિના નહીં મળે પૈસા, જાણો સરકારે શું કહ્યું?

હવે 13માં હપ્તાની રાહ જોવાઈ રહી છે

PM Kisan Yojana: મોદી સરકારે ખેડુતોને 12માં હપ્તાના પૈસા આપી દીધા છે. જેથી હવે 13માં હપ્તાની રાહ જોવાઈ રહી છે. પરંતુ જો તમે 13માં હપ્તામાં પૈસાની મેળવવાની રાહ જોઈ રહ્યા છો તો તેમા માટે પહેલા તમારે કેટલાક દસ્તાવેજો અપડેટ કરવા પડશે. સરકારે જણાવ્યું છે કે, આ સમગ્ર પ્રક્રિયાને પારદર્શી બનાવવા માટે થોડા ફેરફાર કરવામાં આવ્યા છે. ખેડુતોને તે નિયમોના પાલન વિના પૈસા મળી શકશે નહી.

વધુ જુઓ ...
    દિલ્હી: પ્રધાનમંત્રી કિશાન સમ્માન નિધિ યોજનાનો 12મો હપ્તો તમારા ખાતામાં જમા થઈ ગયો છે. હવે 13માં હપ્તાની રાહ જોવાઈ રહી છે. આ દરમિયાન સરકાર દ્વારા કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. જો તમે નવા નિયમોને નહી અનુસરો તો 13મા હપ્તામાં સમસ્યા આવી શકે છે. 12માં હપ્તામાં દેશના આશરે આઠ કરોડ ખેડૂતોને પૈસા મળ્યા છે. જ્યારે બે કરોડ જેટલા ખેડૂતો હજી પોતાના પૈસાની રાહ જોઈ રહ્યા છે.

    સરકારે કહ્યું નવા નિયમોને અનુસરવા પડશે


    જો તમે ઈચ્છો છો કે 13માં હપ્તામાં તમારા પૈસા જમા થઈ જાય તો તમારે નવા નિયમોને અનુસરવા પડશે. સરકારે જાહેર કર્યું છે કે, ખેડુતોએ નોંધણી કરવવા માટે રેશન કાર્ડની સોફ્ટ કોપી આપવી પડશે. તેનો મતલબ એમ છે કે, હવે તમારે હાર્ડ કોપી આપવાની જરૂર નથી તમે રેશન કાર્ડની સોફ્ટ કોપીની પીડીએફ બનાવીને અપલોડ કરી શકો છો. તેની સાથે ઈ-કેવાયસી કરાવવુ પણ અનિવાર્ય છે. આ બે દસ્તાવેજો સિવાય તમને 13માં હપ્તાના પૈસા મળવા મુશ્કેલ છે.

    આ પણ વાંચો: સાણંદમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો, જાણો કેમ કરાઈ હતી સિક્યુરિટી ગાર્ડની હત્યા?

    જાણો પહેલા શું વ્યવસ્થા હતી


    અત્યાર સુધી ખેડૂતોએ પોતાની નોંધણી કરાવા માચે ખાતેદારનો પૂરાવો, આધાર કાર્ડ, બેંક પાસબુક અને ઘોષણાપત્રની હાર્ડ કોપી જમા કરાવવી પડતી હતી. હવે આ પ્રક્રિયાને ખતમ કરી દેવામાં આવી છે. અને ફક્ત સોફ્ટ કોપી જમા કરાવી પડશે. જેનાથી ખેડૂતોનો સમય પણ બચી જશે અને આ નિયમથી સંપૂર્ણ પ્રક્રિયામાં પારદર્શીતા વધશે. 12મા હપ્તાના પૈસા પણ હજુ ઘણા ખેડૂતોને મળ્યા જ નથી.

    ખેડૂતો માટે આધાર હોવું જરૂરી


    સરકારે પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે જરૂરી કેટલાક વધારાના દસ્તાવેજો પણ બનાવ્યા છે. સરકારનું કહેવું છે કે ખેડૂતો માટે આધાર હોવું જરૂરી છે, આધાર વગરના ખેડૂતોને તેનો લાભ આપવામાં આવશે નહીં. આ વખતે હપ્તાના પૈસા ન મળતા મોટાભાગના ખેડૂતો પાસે અધૂરા દસ્તાવેજો છે અને તેમની ખતૌની અપડેટ કરવા જણાવાયું છે.

    આ પણ વાંચો: ભરતસિંહ સોલંકી પર કાળો રંગ ફેંકવાનો પ્રયાસ, યુવાનની અટકાયત

    કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવુ હવે સરળ બન્યું


    સરકારે ખેડૂતોની સુવિધા માટે કિસાન ક્રેડિટ કાર્ડને પીએમ કિસાન યોજના સાથે પણ જોડ્યું છે. આવી સ્થિતિમાં ખેડૂતો માટે KCC એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવું સરળ બની ગયું છે. જે ખેડૂતો પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા છે, તેઓને સરળતાથી KCC મળે છે. આના પર વ્યાજ દર ઘણો ઓછો છે અને બેંકો ખેડૂતોને ઓછા વ્યાજે સરળ લોન પણ આપે છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Kisan samman nidhi scheme, PM Kisan Samman Nidhi Yojana, PM Kisan Samman Yojana

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन