Home /News /gujarat /

2 ઓક્ટોબરથી રેલવે સ્ટેશનો પર 50 માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ

2 ઓક્ટોબરથી રેલવે સ્ટેશનો પર 50 માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ

અમદાવાદના રેલવે સ્ટેશન સહિત દેશભરના રેલવે સ્ટેશનો પર આ નિયમ લાગુ પડશે.

ગુજરાત સહિત દેશના તમામ રાજ્યમાં નિયમ લાગુ પડશે. રેલવે બોર્ડ દ્વારા સર્ક્યૂલર બહાર પડાયો

    વિભુ પટેલ, અમદાવાદ : આગામી બીજી ઓક્ટોબરથી દેશમાં સ્વચ્છતા અભિયાનની જેમ પ્લાસ્ટિક નાબૂદી અભિયાન ચલાવાશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્લાસ્ટિક નાબૂદીની જાહેરાતના પગલે રેલવે બોર્ડ દ્વારા દેશના તમામ રેલવે સ્ટેશનોને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું અભિયાન હાથ ધરાશે. બીજી ઓક્ટોબરથી રેલવે સ્ટેશનો પર 50 માઇક્રોનથી પાતળું પ્લાસ્ટિક ધરાવતી બનાવટો નહીં વાપરી શકાય

    બીજી ઓક્ટોબરથી ગુજરાત સહિત દેશભરના રેલવે સ્ટેશનો પર 50 માઇક્રોનથી ઝાડું પ્લાસ્ટિક ધરાવતું રિયાસકલેબલ પ્લાસ્ટિક જ વપરાશે. રેલવે સ્ટેશન પર પ્લાસ્ટિક પ્લાસ્ટિકની બોટલોના નિકાલ માટે અલાયદી વ્યવસ્થા કરાશે.

    આ પણ વાંચો :  હું બધાનો છું, કલાકારને કોઈ પક્ષ ન હોય, હું ભાજપમાં નથી જોડાયો : હેમંત ચૌહાણ

    જેવી રીતે વિદેશમાં પ્લાસ્ટિકને ક્રશ કરે તેવા મશીન મૂકાયેલા હોય છે તેવા જ મશીનો અમદાવાદ સહિત દેશભરના રેલવે સ્ટેશન પર મૂકાશે. આ મશીનમાં પ્લાસ્ટિકની પાણીની બોટલ ક્રશ થશે. અગાઉ ગુજરાત સરકારે રાજ્યની તમામ નગરપાલિકાઓની 50 માઇક્રોનથી પાતળા પાતળા પ્લાસ્ટિકના વપરાશ અને વેચાણ પર પ્રતિબંધ મૂકવા સૂચના આપી હતી.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Plastic, પ્રતિબંધ, ભારતીય રેલવે, રેલવે સ્ટેશન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन