Home /News /gujarat /

અકસ્માત કરનાર બુટલેગરને નહીં પકડતાં પોલીસને ઘેરાવો કર્યો

અકસ્માત કરનાર બુટલેગરને નહીં પકડતાં પોલીસને ઘેરાવો કર્યો

સુરતઃ જીલ્લાના ઓલપાડ તાલુકાના પીનજરત ગામે બુટલેગરએ એક યુવાન ને અડફેટમાં લઈ અકસ્માત મામલે ગ્રામજનો વધુ ઉગ્ર બન્યા છે. ગઇકાલે મોડી સાંજે પોલીસ પીનજરત ગામે બુટલેગરોને ત્યાં રેડ કરવા જતા ગ્રામજનો એ હલ્લા બોલ કર્યું હતું .

  • Web18
  • Last Updated :
સુરતઃ જીલ્લાના ઓલપાડ તાલુકાના પીનજરત ગામે બુટલેગરએ એક યુવાન
ને અડફેટમાં લઈ અકસ્માત મામલે ગ્રામજનો વધુ ઉગ્ર બન્યા છે. ગઇકાલે મોડી સાંજે પોલીસ પીનજરત ગામે બુટલેગરોને ત્યાં રેડ કરવા જતા ગ્રામજનો એ હલ્લા બોલ કર્યું હતું .
સુરત જીલ્લામાં ચોરી લુટ ફાટ બાદ હવે બુટલેગરો બેફામ બન્યાના
કિસ્સાઓ વધી રહ્યા છે.  જેમાં પોલીસની સાઠગાઠ ખુલીને બહાર આવી રહી
છે. ઓલપાડ તાલુકાના પીનજરત ગામે થોડા દિવસ પહેલા એક બુટલેગરએ બેફામ હંકારી એક યુવાનને અકસ્માત કર્યો હતો. ઈજાગ્રસ્ત યુવાનને સુરતની
ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયો છે.

યુવાનની હાલત નાજુક છે . તો બીજી બાજુ મોડે મોડે વર્દી બચાવવા ગયેલ પોલીસએ બુટલેગરો  નિત્ય રેડ કરવાનું નાટક કરતા ગ્રામજનો વિફર્યા હતા . અને પોલીસનો ઘેરાવ કર્યો હતો.
ત્રણ ચાર દિવસ ઘટનાને થયા હોવા છતાં પોલીસએ તપાસનો માત્ર ડોળ
કર્યો હતો. પણ કોઈ કાર્યવાહી કરાઈ ના હતી. તો બીજી બાજુ મામલો ઢીલો થતા
પોલીસ બુટલેગરોને છાવરી રહી હોવાનો પણ ગ્રામજનો આક્ષેપ કર્યો  હતો.
તેમજ અકસ્માત કરનાર બુટલેગર હજુ પણ પોલીસ પકડથી દુર રહેતા મહિલાઓ પણ રોષે ભરાઈ છે .
ઘટનાના સમગ્ર પીનજરત પંથકમાં ઘેરા પ્રત્યઘાત પડ્યા છે . ગ્રામજનો દ્વારા બુટલેગરોને પોલીસ પકડમાં લાવવા માંગ કરાઈ રહી છે . ગ્રામજનોનું મોટું ટોળું પોલીસનો ઘેરાવ કર્યો હતો.
First published:

Tags: ક્રાઇમ, ગુજરાત, ગુનો, ગ્રામજનો, પોલીસ, બુટલેગર, રોષ, હુમલો

આગામી સમાચાર