Home /News /gujarat /અસલામત અમદાવાદ! જાહેરમાં સગીરા સાથે શારીરિક અડપલાં, વિરોધ કરતા નરાધમે માર્યા લાફા
અસલામત અમદાવાદ! જાહેરમાં સગીરા સાથે શારીરિક અડપલાં, વિરોધ કરતા નરાધમે માર્યા લાફા
શહેર કોટડા પોલીસ સ્ટેશન
Ahmedabad Physical abuse : ચાંદખેડા (Chandkheda Police) માં લિફ્ટમાં નરાધમ આધેડે એક સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હતા. તો બીજી તરફ શહેરના સરસપુર વિસ્તારમાં એક યુવક એ વાત કરવાના બહાને સગીરાને ઘરથી દુર લઇ ગઈ અને જાહેરમાં અડપલા કરવા લાગ્યો.
અમદાવાદ : ચાંદખેડા (Chandkheda) બાદ શહેરના સરસપુર (Saraspur) વિસ્તાર માં સગીરા સાથે શારીરિક અડપલા (physical abuse) નો બનાવ સામે આવ્યો છે. ચાંદખેડામાં લિફ્ટમાં નરાધમ આધેડે એક સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હતા. તો બીજી તરફ શહેરના સરસપુર વિસ્તારમાં એક યુવક એ વાત કરવાના બહાને સગીરાને ઘરથી દુર લઇ ગઈ અને જાહેરમાં અડપલા કરવા લાગ્યો. જો કે સગીરા એ આવું ના કરવા કહેતા આરોપીએ બે ત્રણ લાફા મારી દીધા છે.
સરસપુર વિસ્તારમાં રહેતી એક મહિલાએ શહેર કોટડા પોલીસ સ્ટેશન માં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, દોઢેક મહિના પહેલા તેમની દીકરી ટ્યુશન ક્લાસીસમાં જઈને ઘરે પરત ફરતી હતી. ત્યારે એક યુવક તેની પાછળ પાછળ પોળ ના નાકે આવીને ઉભો રહ્યો હતો.
જો કે, મહિલાને આ બાબતની જાણ થતા તેણે આરોપી યુવક ને તેની દીકરી ને હેરાન નહીં કરવા બાબતે સમજાવેલ હતો. જેથી જે તે સમયે મહિલા એ કોઈ પોલીસ ફરિયાદ પણ કરી ન હતી. પરંતુ ગઈકાલે બપોર ના સવા બે વાગ્યા ની આસપાસ મહિલા ની દીકરી જ્યારે ઘર માં એકલી હતી ત્યારે આરોપી યુવક ઘર પાસે આવ્યો હતો.
દીકરીને વાત કરવાના બહાને ઘરની બહાર બોલાવી નજીક એક રેસ્ટોરન્ટ પાસે લઈ ગયો હતો. જ્યાં તેણે ફરિયાદી ની દીકરી સાથે શારીરિક અડપલા કરવાનું શરૂ કર્યું હતુ. જો કે સગીરા એ આવું કરવાની ના પાડતા જ આરોપી એ સગીરા ને બે ત્રણ લાફા મારી દીધા હતા. અને ધમકી આપી હતી કે આ વાત ની જાણ તારા ઘરે કોઈ ને કહીશ તો તને મારી નાખીશ. ત્યાર બાદ તે ફરાર થઈ ગયો હતો. આ બાબત ની જાણ મહિલા ને થતા તેઓ તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આ સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ શરૂ કરી છે.