રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2-2 રૂપિયાનો વધારો, મધરાતથી ભાવવધારો લાગુ

News18 Gujarati
Updated: June 15, 2020, 11:26 PM IST
રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2-2 રૂપિયાનો વધારો, મધરાતથી ભાવવધારો લાગુ
રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2-2 રૂપિયાનો વધારો, આજે મધરાતથી ભાવ વધારો લાગુ

ઉપ મુખ્યમંત્રી નીતિભાઇ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી

  • Share this:
ગાંધીનગર : કોરોના વાયરસ અને લૉકડાઉનના કારણે પહેલા જ મુશ્કેલીમાં રહેલી રાજ્યની જનતાને ગુજરાત સરકારે વધુ એક ઝટકો આપ્યો છે. રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2-2 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ ભાવ વધારો આજે (સોમવાર) રાત્રે 12 વાગ્યાથી અમલી બનશે. ઉપ મુખ્યમંત્રી નીતિભાઇ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી.

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પેટ્રોલ ડીઝલના ભાવમાં અન્ય રાજ્યોમાં વધારો કર્યો છે. ગુજરાત કરતા અન્ય રાજ્યોમાં 10થી 12 રુપિયા ભાવ વધારે છે. રાજ્યમાં ભાવવધારો કરાયો હોવા છતા ગુજરાતમાં આ ભાવ સૌથી ઓછો છે. આજે રાત્રે 12 વાગ્યાથી આ ભાવવધારો લાગુ થશે. નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ગુજરાતે અગાઉ બે વખત પેટ્રોલના ભાવમાં 7 ટકાનો ઘટાડો કર્યો હતો. ટકાવારી પ્રમાણે આજે પણ ભારતના તમામ રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં પેટ્રોલ- ડીઝલનો ભાવ સૌથી ઓછો છે. સરકારની આવક ઘટી છે અને ખર્ચા યથાવત છે, ત્યારે ના છૂટકે આ ભાવ વધારો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો - રાજકોટ: વાહનોમાં સીટકવર નાખવાનું કામ કરતા વ્યક્તિના દીકરાને આવ્યાં 99.99 PR

નીતિન પટેલે જણાવ્યું હતું કે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂપિયા 73.96 થશે. પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાથી રૂપિયા 1500થી 1800 કરોડનો ફાયદો થશે. મહત્વનું છે કે, કોરોનાથી રાજ્યની GSTની આવકમાં મોટો ઘટાડો થયો હતો.

નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્યસરકાર તરફથી અપાતી બોર્ડ નિગમોને મદદ પહોંચાડી દેવાઈ છે. એસટી બંધ હોવા છતાં તેમના કર્મચારીઓને પગાર આપવામાં આવ્યો છે. 5 લાખ કર્મચારીઓના પગાર ભથ્થા નિયમિત પ્રમાણે અપાયા છે. કોરોનાના કારણે સરકાર પર વધારાનો ખર્ચ આવ્યો છે. કોરોના હોસ્પિટલ ઉભી કરવા ઉપરાંત દર્દીઓની સારવારનો ખર્ચ થયો છે. ગુજરાતમાં સરકારની મુખ્ય આવક જીએસટીમાંથી થાય છે, પરંતુ વેટની 8500 કરોડની આવકમાં ઘટાડાનો અંદાજ છે. ત્યારે લૉકડાઉનમાં આવક ઘટી પરંતુ સરકારનો ખર્ચ સામાન્ય કરતા વધ્યો છે.
First published: June 15, 2020, 6:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading