3 થી 6 વર્ષના બાળકોને પ્રી-સ્કૂલથી જ RTE હેઠળ પ્રવેશ અપાવવા હાઇકોર્ટમાં અપીલ

અરજદારની રજુઆત કોર્ટ ગ્રાહ્ય રાખે તો આગામી સત્રથી 2 લાખથી વધુ ગરીબ બાળકોને હવે પ્રીસ્કુલના ભણતરનો પણ લાભ મળી રહેશે

News18 Gujarati
Updated: July 21, 2019, 2:28 PM IST
3 થી 6 વર્ષના  બાળકોને પ્રી-સ્કૂલથી જ RTE હેઠળ પ્રવેશ અપાવવા હાઇકોર્ટમાં અપીલ
ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: July 21, 2019, 2:28 PM IST
સંજય જોષી, અમદાવાદ : બંધારણની કલમ 45 મુજબ 3 થી 6 વર્ષના બાળકોને તેમને પાયાથી જ ભણતર માટેની તાલીમ મળી રહે તે માટે જોગવાઈ કરવામા આવેલી છે, અને આ કલમને સામાજીક કાર્યકર ચંન્દ્રવદન ધ્રુવ દ્વારા હાઈકોર્ટમાં પડકારવામા આવી છે. તેમની રજૂઆત છે કે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ધોરણ 1માં નબળા અને વંચીત જુથના બાળકો વિનામુલ્યો પ્રવેશ આપવામા આવે છે, જોકે, રાજ્ય સરકાર અને હાઈકોર્ટમાં એવી રજુઆત કરાઈ છે તેમના વતી કે બાળકોને ભણતરનો અધિકાર આરટીઈ હેઠળ ધોરણ 1થી મળે છે તે 3 વર્ષ ની ઉંમરથી જ નર્સરી, જુનીયર કેજી, અને સિનીયર કેજી થી આપવામા આવે જેથી તેમને ભણતરનો પાયો મજબુત થાય.

હાઈકોર્ટે આ બાબતને ગ્રાહ્ય રાખી રાજ્ય સરકારને નોટીસ ઈસ્યુ કરી હતી. સરકારે જવાબમાં એવી રજૂઆત કરી કે અમે તેના માટે આઈ.સી.ડી.એસ યોજના હેઠળ આંગણવાડી ચલાવીએ છીએ અને હાલમાં 50 હજાર જેટલી આંગણવાડીઓ કાર્યરત છે. જોકે, સામે અરજદાર દ્વારા એવી રજૂઆત કરાઈ કે આ આંગણવાડીઓ માત્રને માત્ર બાળકોને સાચવવાનુ કામ કરે છે એટલે નિયમ મુજબ 3 થી 6 વર્ષના બાળકોને પ્રાથમિક શિક્ષણ આપવામા આવે જેથી તેમના શિક્ષણનો પાયો મજબુત થાય.

આ પણ વાંચો : 24 કલાકમાં રાજ્યના 27 જિલ્લામાં વરસાદ, તાપીના નિઝરમાં 3.5 ઇંચ

હાલ કોર્ટમાં બન્ને પક્ષે દલીલો પુર્ણ થઈ છે અને કોર્ટે બન્ને પક્ષો દલીલો સાંભળી હવે ચુકાદો 20 નવેમ્બરના રોજ નિયત કર્યો છે. હવે જો અરજદારની રજૂઆત કોર્ટ ગ્રાહ્ય રાખે તો આગામી સત્રથી 2 લાખથી વધુ ગરીબ બાળકોને હવે ભણતરના અધિકાર હેઠળ પ્રી-સ્કૂલના ભણતરનો પણ લાભ મળી શકે છે.

આ પણ વાંચો :  સરદાર સરોવરમાં પાણીની આવકમાં વધારો, ડેમની સપાટી 121.47 મીટરે પહોંચી

સામાજીક કાર્યકર અને પીઆઈએલ એક્ટીવીસ્ટ ચંન્દ્રવદન ધ્રુવે જણાવ્યુ કે હાલમાં ખાનગી શાળાઓમાં પ્રીસ્કુલથી જ ભણાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જોકે, આરટીઈમાં પહેલા ધોરણથી જ એડમીશન મળે તો બાળકોનો પાયો કાચો રહી જાય છે. તેથી બાળકોનો પાયો મજબૂત થાય અને તેમને પહેલા ધોરણ પહેલાનું નર્સરી, જુનનિયર અને સિનીયર કેજીનુ પણ મળી રહે તેવા ઉદ્દેશયથી આ પીટીશન કરેલી છે અને જો કોર્ટ બાળકોના હિતમાં આ ચુકાદો આપશ તો દર વર્ષે 2 લાખ જેટલા ગરબી બાળકોને પ્રીસ્કુલના ભણતરનો લાભ મળી શકશે.
First published: July 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...