Home /News /gujarat /ઇન્ટરનેશનલ બેડમિન્ટન ડબલ્સમાં મેડલ જીતનારી વૈશાલીનો ત્રણ વર્ષની વયે એક હાથ નિષ્ક્રિય થઈ ગયો હતો

ઇન્ટરનેશનલ બેડમિન્ટન ડબલ્સમાં મેડલ જીતનારી વૈશાલીનો ત્રણ વર્ષની વયે એક હાથ નિષ્ક્રિય થઈ ગયો હતો

ઇન્ટરનેશનલ બેડમિન્ટન ડબલ્સમાં મેડલ જીતનારી વૈશાલી

Vaishali: સુરત શહેરમાં બેડમિન્ટનની પ્રેક્ટિસ કરી પેરુમાં રમાયેલી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું હતું, ઇન્ટરનેશનલ બેડમિન્ટન ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી વૈશાલીનો ત્રણ વર્ષની વયે જ ડાબો હાથ નિષ્ક્રિય થઈ ચૂક્યો હતો.

વધુ જુઓ ...
સુરત: સુરત શહેરમાં બેડમિન્ટનની પ્રેક્ટિસ કરી પેરુમાં રમાયેલી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું હતું, ઇન્ટરનેશનલ બેડમિન્ટન ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી વૈશાલીનો ત્રણ વર્ષની વયે જ ડાબો હાથ નિષ્ક્રિય થઈ ચૂક્યો હતો. જોકે ત્યાર બાદ કઈક અલગ કરવાના જુસ્સા સાથે આગળ વધી રહી છે. તેનું સપનું ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી ભારતને ગર્વ અપાવવાનું છે. દેશમાં એવા ઘણા લોકો છે, જે દેશ માટે કઈક કરવા માંગે છે. વૈશાલીનો જુસ્સો પણ કઈક આવો છે. તેણે પેરુમા રમાયેલી બેડમિન્ટન ડબલ્સમાં તો ગોલ્ડ મેડલ આપાવ્યો છે.

વૈશાલી બેડમિન્ટનમાં સતત આગળ વધી રહી છે


કહેવાય છે કે, અડીખમ મનોબળને કોઈ ક્યારેય ડગમગાવી શકતું નથી. તેવી જ કહેવતને સાર્થક કરતી વૈશાલી બેડમિન્ટનમાં સતત આગળ વધી રહી છે. સતત પ્રેક્ટિસ અને અડગ મનોબળ સાથે એક બાદ એક મેડલ પોતાના નામે કરી રહી છે. વૈશાલી જ્યારે ત્રણ વર્ષની હતી ત્યારે જ પોલિયોના કારણે તેનો ડાબો હાથ નિષ્ક્રિય થઈ ગયો હતો..જોકે ત્યારબાદ તેમણે બેડમિન્ટનમાં હાથ અજમાવ્યો હતો. ચાર વર્ષની ઉંમરથી બેડમિન્ટન રમતી વૈશાલી પટેલ પોતાની રીતે આગળ વધી સ્કૂલમાં પણ વૈશાલી અભ્યાસ માં આગળ પડતી રહી છે.

આ પણ વાંચો: વાહ રે કળિયુગી મિત્ર વાહ! વર્ષો સુધી ભાઈબંધી રાખનાર મિત્રને જ...

હાલ વૈશાલી એક કંપનીમાં નોકરી પણ કરે છે


વૈશાલી હાલ DGVCLમાં નોકરી પણ કરે છે. તેમજ બેડમિન્ટનમાં પણ મોખરે છે. વૈશાલી એક વખત ટીવીમાં બેડમિન્ટન મેચ જોઈ રહી હતી ત્યારે તેને રમવાની ઇચ્છાએ થઈ હતી આથી આ વાત તેણે એક ભાઈને કહેતા તેમને બેડમિન્ટન રમવાની તાલીમ આપી હતી. વૈશાલીએ નવસારીમાંથી પ્રોફેશનલ ટ્રેનિંગ લીધી હતી ત્યારબાદ સુરતમાં પ્રોફેશનલ ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું હતું. વૈશાલીએ જણાવ્યું હતું કે, લગ્ન બાદ તેમના પતિ પણ તેમને સપોર્ટ કરે છે. જેથી તે એક બાધ એક મેડલ જીતી રહી છે, અને દેશનું ગૌરવ વધારી રહી છે.

આ પણ વાંચો: ફૂડ એન્ડ ડ્રગ વિભાગના બે ઉચ્ચ અધિકારીઓ લાંચ લેતા રંગે હાથે ઝડપાયા

વૈશીલનો જુસ્સો ‘હજી પણ ગોલ્ડ મેડલ જીતવા છે.’


ઉલ્લેખનીય છે કે, આ સપોર્ટના કારણે હાલ પેરુના લીમામાં પેરુ પેરા બેડમિન્ટનનું આયોજન કરાયું હતું. જેમાં ડબલ્સમાં વૈશાલી અને પારુલ પરમારની જોડીએ ગોલ્ડ જીતી ગૌરવ વધાર્યું હતું. ત્યારે આ યુવતી આગામી દિવસમાં ભારતને ગૌરવ આપવાની તૈયારી કરી રહી છે. વૈશીલ હવે ઓલમ્પિકમાં રમાવા માટે મહેનત કર રહી છે. તેનું સપનું છે કે, ઓલિમ્પિકમાં રમીને દેશને ગૌરવ આપાવું છે. જેથી તે તેના માટે ખાસ તૈયારીઓ કરી રહી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Badminton, Surat Inspirational News, Surat news, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन