લેટિન અમેરિકન દેશ પેરુ (Peru)એ કોરોના વાયરસ (Coronavirus)ને ફેલાતો રોકવા માટે લિંગ આધારિત ક્વૉરન્ટીન (Quarantine)ની જાહેરાત કરી છે. જે પ્રમાણે હવે એક દિવસ ફક્ત મહિલા (Women)ઓ ઘરની બહાર નીકળી શકશે જ્યારે બીજા દિવસે ફક્ત પુરુષો (Men) ઘરની બહાર નીકળી શકશે. આ નિયમ શુક્રવારે લાગૂ થયો છે. પેરુના રાષ્ટ્રપ્રમુખ માર્ટિન વિજકારાએ ગુરુવારે આ નિયમની જાહેરાત કરી હતી. અત્યાર સુધી પેરુમાં કોરોના વાયરસના 1414 કેસ સામે આવી ચુક્યા છે, જેમાંથી 55 લોકોનાં મોત થઈ ચુક્યા છે.
આ દિવસે મહિલા, આ દિવસે પુરુષ બહાર નીકળી શકશે
ગ્લોબલ ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે નવા નિયમ અંતર્ગત સોમવાર, બુધવાર અને શુક્રવારે ફક્ત પુરુષો ઘરની બહાર નીકળી શકશે. જ્યારે મંગળવાર, ગુરુવાર અને શનિવારે ફક્ત મહિલાઓ ઘરની બહાર નીકળી શકશે. આ લિંગ આધારિત ક્વૉરન્ટીન નિયમ 12મી એપ્રિલ (રવિવાર) સુધી લાગૂ રહેશે.
પનામામાં પણ નિયમ લાગૂ
આ નિયમ પનામા દ્વારા લિંગ આધારિત ક્વૉરન્ટીનની જાહેરાતના બે દિવસ પછી લેવામાં આવ્યો છે. પનામામાં પણ મહિલાઓ અને પુરુષો માટે ઘરથી બહાર નીકળવા માટે ચોક્કસ દિવસો નક્કી કરવામાં આવ્યા છે. આ નિયમ લાગૂ કરવાનો ઉદેશ્ય લોકોને એવો આગ્રહ કરવાનો છે કે તમે જ્યારે બહાર નીકળો છો ત્યારે તમારા સ્વજનો ઘરમાં ક્વૉરન્ટીન હોય છે. આથી તમારે ફટાફટ કામ પતાવીને ઘરે પહોંચવું જોઈએ. પનામાના સુરક્ષા મંત્રી જુઆન પિનોએ એક દિવસ પહેલા પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યું હતું કે સરકાર નિયમો વધારે કડક બનાવશે, મહિલાઓ અને પુરુષો અગાઉથી નક્કી કરેલા સમય પ્રમાણે જ બહાર નીકળી શકશે.
પેરુના કહેવા પ્રમાણે સકારાત્મક પરિણામની આશાએ દેશ આ નિયમનું પાલન કરશે. આનાથી બાજા દેશમાં સારું પરિણામ મળ્યું છે. વિજકારાના જણાવ્યા પ્રમાણે આ નિયમથી એવું શોધવાનું સરળ રહેશે કે અત્યારે કોને બહાર ન રહેવા દેવા જોઇએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર