ગુજરાતના બટાકાના ખેડૂતો પર કેસ કરનારી પેપ્સીને કૃષિ મંત્રાલયે નોટિસ ફટકારી

News18 Gujarati
Updated: July 14, 2019, 11:48 AM IST
ગુજરાતના બટાકાના ખેડૂતો પર કેસ કરનારી પેપ્સીને કૃષિ મંત્રાલયે નોટિસ ફટકારી
પ્રતિકાત્મક તસવીર

ઉત્તર ગુજરાતમાં બટેટાની ખેતી કરતા કેટલાક ખેડૂતો પર પેપ્સીએ કેસ કર્યા હતા. જોકે, અંતે ખેડૂતોની લડત બાદ પેપ્સીએ કેસો પાછા ખેંચવાની ફરજ પડી હતી.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : અમેરિકાની બહુરાષ્ટ્રિય કંપની પેપ્સીએ ગુજરાતમાં બટાટાની ખેતી કરતા અંદાજિત નવ જેટલા ખેડૂતો પર વિવિધ કોર્ટોમાં કરોડો રૂપિયાનાં દાવા કરતા બટાટાની ખેતી કરતા ખેડૂત સંગઠનોએ પેપ્સી કંપની સામે લડી સેવા બાંયો ચઢાવી હતી. આ મામલે ખેડૂતોની એકતા અને લડત સામે જુકી પેપ્સીકોએ કેસો પાછા ખેચવાની જાહેરાત કરી હતી. જોકે, હવે આ મામલે દેશનું કૃષિ મંત્રલાય હરકતમાં આવ્યું છે. કૃષિ મંત્રાલયે આ મામલે પેપ્સીકોને નોટિસ ફટકારી છે.

પ્રાપ્ત અહેવાલો મુજબ કૃષિ મંત્રલાયની એક એજન્સીએ ફૂડ બેવરેજીસ જાયન્ટ પેપ્સીને આ મામલે સાણસામાં લીધી છે. અલાયન્સ ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર વતી કવિથા કુરૂગ્રાન્તીએ કૃષિ મંત્રાલયમાં આ મામલે અરજી કરી હતી. પાક અને છોડના સંરક્ષણો માટે કાર્યરત ખેડૂત અધિકાર મંડળ વતી આ નોટિસ ફટકારવાાં આવી છે. પેપ્સીને આ નોટિસનો જવાબ આપવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો :  ASI-કોન્સ્ટેબલ કેસ : ASI કુછડિયા પાસેથી ફ્લેટની બીજી ચાવી મળી, હત્યાની આશંકા

'ધ હિંદુ'ના અહેવાલ મુજબ પેપ્સી આ નોટિસ મામલે અભ્યાસ કરી રહી છે અને યોગ્ય જવાબ આપશે. ખેડૂતોના અધિકારના કાયદા 2001 મુજબ પેપ્સીએ પ્લાન્ટ વેરાયટી અને સંરક્ષણના કાયદાઓનો ભંગ કર્યો છે. પેપ્સી માટે આ નોટિસ જોખમી સાબીત થઈ શકે છે.

પ્રતિકાત્મક તસવીર


ખેડૂતો રાષ્ટ્રવ્યાપી વિરોધ કરવાના મૂડમાં
Loading...

આ મામલે ભારતીય કિસાન સંઘ રાષ્ટ્રીય સ્તરનો વિરોધ કરવાનો તખ્તો ઘડી રહ્યું છે. અહેવાલ મુજબ કિસા સંઘના પ્રમુખ રાકેશ તિકેતે જણાવ્યું હતું કે ખેડૂતો કંપનીની દાદાગીરીના વિરોધમાં બટેટાની આ જાતનું દેશ વ્યાપી વાવેતર કરશે. ભારતીય કિસાન સંઘ આ ઘટનાના વિરોધમાં 9મી ઑગસ્ટે 'ક્વિટ ઇન્ડિયા' આંદોલન કરશે તેમ સંઘના મહામંત્રી બદરી નારાયણ ચૌધરીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો :  સિંગતેલ બાદ કપાસિયા તેલના ભાવમાં ઘટાડો, ચાર દિવસમાં ડબ્બે રૂ.20નો ઘટાડો

શું છે મામલો ?
એપ્રિલ મહિનામાં પેપ્સીએ “અમેરિકાની પેપ્સીકો ઇન્ડિયા હોલ્ડિંગ પ્રાઇવેટ લી. એ તેની બટાટાની એફસી-પ જાતની કંપનીના કહેવા મુજબ ગેરકાયદે ખેતી બદલ નાના ખેડૂતો પર પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાઇટી અને ફાર્મર્સ રાઇટ્સ એક્ટ, 2001 અતંર્ગત કેસો કર્યા હતા. આ કંપનીએ આ ખેડૂતો પર આક્ષેપ કર્યો હતો કે, તેઓ પેપ્સી કંપનીએ વિકસાવેલી બટાટાની વિશેષ જાતનું બિયારણ વાવીને ખેતી કરે છે અને એવો દાવો કર્યો છે કે, ખેડૂતો ગેરકાયદેસર રીતે તેની આ બટાટાની જાતની ખેતી કરે છે.

આ પણ વાંચો :  ASI-કોન્સ્ટેબલ આપઘાત કેસ : 32 નવનિયુક્ત ASIની રિવોલ્વર પરત ખેંચાઈ

આ મામલે રાજકારણ ગરમાયું હતું અને રાજ્યસરકાર ખેડૂતોની વહારે આવી હતી. સરકારી દબાણ અને ખેડૂત સંગઠનોના લડાયક અભિગમ સામે કંપની ઘૂંટણીયે પડી હતી અને કોર્ટ બહાર ખેડૂતો સાથે સમાધાન કરવાની તૈયારી દર્શાવી હતી.
First published: July 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...