Home /News /gujarat /દેશનાં લોકો મને પાર્લામેન્ટમાં જોવા ઇચ્છે છે: જિજ્ઞેશ મેવાણી

દેશનાં લોકો મને પાર્લામેન્ટમાં જોવા ઇચ્છે છે: જિજ્ઞેશ મેવાણી

જિગ્નેશ મેવાણી- ફાઇલ તસવીર

ધારાસભ્ય બન્યા પછી મેવાણી સમગ્ર દેશમાં પ્રવાસ કરે છે અને સભા-સરઘષોમાં મેદનીને સંબોધે છે. લેક્ચરો આપે છે. છેલ્લા એક વર્ષમાં મેવાણી માત્ર 40 દિવસ જ ઘરે રહ્યાં છે.

  વિજયસિંહ પરમાર, વડગામ(બનાસકાંઠા): એચ.કે.આર્ટ્સ કોલેજમાં વાર્ષિકોત્સવ દરમિયાન જિજ્ઞેશ મેવાણીએ આમંત્રણ અપાતા ભાજપ પ્રેરિત વિદ્યાર્થી સંગઠને આપેલી ધમકીઓનાં કારણે કાર્યક્રમ રદ કરવો પડ્યો અને આ ઘટના વાણી સ્વાતંત્ર્ય પરનો હુમલો છે તેમ ગણીને કોલેજનાં આચાર્ય હેમંતકુમાર શાહે અને ઉપ-આચાર્ય મોહનભાઇ પરમારે રાજીનામું આપ્યુ. જિગ્નેશ મેવાણી આ કોલેજનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે એક બુલંદ અવાજ બનીને ઉભર્યા છે.

  મોદીનાં વતન ગુજરાતમાંથી જ સમગ્ર દેશમાં મોદી વિરોધી અવાજનું પ્રતિક બનેલા જિજ્ઞેશ મેવાણી કોણ છે ? તેમનું વૈચારિક વિશ્વ શું છે ? કેમ તેમને સમગ્ર દેશમાં લોકો ભાષણ-વક્તવ્ય આપવા માટે બોલાવે છે ? 38 વર્ષનાં આ યુવાન ધારાસભ્યમાં એવું તે શું છે કે જેનાથી સત્તાતંત્ર તેમને રોકવાનો પ્રયાસ કરે છે ?

  ન્યૂઝ18 ગુજરાતીએ આ જાણવાનો પ્રયાસ કર્યો અને જિજ્ઞેશ મેવાણી સાથે તેમના મત વિસ્તારમાં સમય વિતાવ્યો. અંગ્રેજી વિષય સાથે સ્નાતક થયેલા મેવાણીએ પત્રકાર તરીકેની કારકિર્દી શરૂ કરી હતી. ગુજરાતીનાં ગઝલમાં ગાલિબ કહેવાતા મરીઝ પર તેમણે સંશોધન પણ કર્યુ. ત્યારબાદ જમીન વિહોણા-ગરીબો અને વંચિતોનાં હકો માટે વકિલાતનુ ભણ્યા અને ડાબેરી નેતા સ્વ. મકુલ સિન્હા સાથે કામ કર્યું. ઉના અત્યાચાર પછી રાજકારણમાં ઝંપલાવી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા.

  આ પણ વાંચો: મેવાણીને આમંત્રણને લઈને H.K.આર્ટસ કોલેજનો કાર્યક્રમ રદ, પ્રિન્સિપાલ, વા. પ્રિન્સિપાલનું રાજીનામું

  મહત્વની વાત એ છે કે, થોડા દિવસો પહેલા પશ્મિમ બંગાળનાં કોલકાતામાં મમતા બેનર્જી દ્વારા આયોજિત મહાગઠબંધનની રેલીમાં સમગ્ર દેશનાં નેતાઓ ઉપસ્થિત હતા તેમાં મેવાણી પણ એક નેતા હતા. જો કે, આગામી લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને સત્તા પરથી દૂર રાખવા માટે રચાયેલા આ ગઠબંધન વિશે ઘણા-બધા સવાલો ઉભા થયા છે. રાજકિય ચિંતક યોગેન્દ્ર યાદવે પણ કહ્યું કે, આ ગઠબંધનનો કોઇ એજન્ડા નથી’.

  જો કે, મેવાણીએ પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરતા ન્યૂઝ18ને કહ્યું કે, “મહાગઠબંધનમાં જોડાયેલા પક્ષો સાથે મારે એક કરતા વધારે મુદ્દાઓ પર અસહમતિ છે. પણ હકીકત એ છે કે, આ તમામ પક્ષો મતદારો પર પ્રભાવક છે જે નરેન્દ્ર મોદીને સત્તા પર આવતા રોકી શકે તેમ છે. આ કામ, માત્ર કર્મશીલો ન કરી શકે. છેલ્લા સમયમાં દેશમાં જે સ્થિતિ સર્જીઇ છે તેમાં કર્મશીલોને ટકી રહેવા માટે પણ વિરોધપક્ષોએ એક મંચ પર આવવું રહ્યું,”.

  મુખ્ય અતિથિ મેવાણીનો વિરોધ થવાથી એચ કે કોલેજે વાર્ષિકોત્સવ રદ કર્યો

  ધારાસભ્ય બન્યા પછી મેવાણી સમગ્ર દેશમાં પ્રવાસ કરે છે અને સભા-સરઘષોમાં મેદનીને સંબોધે છે. લેક્ચરો આપે છે. છેલ્લા એક વર્ષમાં મેવાણી માત્ર 40 દિવસ જ ઘરે રહ્યાં છે. મહત્વની વાત એ છે કે, ગુજરાતમાં દલિતોની માત્ર સાત ટકા જ વસ્તી છે. એટલે મતદારોની દ્રષ્ટિએ દલિતોનું ગુજરાતમાં રાજકારણમાં કોઇ ખાસ મહત્વ નથી. પણ જિજ્ઞેશ મેવાણી આ જ રાજ્યમાંથી દેશનાં રાજકીય ફલક પર એક વૈચારિક ફોર્સ તરીકે ઉપસી આવ્યા છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષા પરનાં પ્રભુત્વને કારણે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતનાં પ્રશ્નોને એક-બીજા સાથે જોડે છે. દેશનાં અલગ-અલગ રાજ્યોમાં મેવાણી સામે આઠ ગૂનોઓ નોંધાયા છે.

  “છેલ્લા 14 મહિનામાં હું દેશનાં 24 રાજ્યોનો પ્રવાસ કરી ચૂક્યો છું. એટલા બધા લોકો મને આમંત્રણ આપે છે કે હું પહોંચી શક્તો નથી. દેશમાં મોદી રાજથી લોકો નારાજ છે. દેશનાં બંધારણ પર મોટા હૂમલાઓ થઇ રહ્યા છે. આ સમયે જાગૃત કર્મશીલ તરીકે ચૂપ બેસવું યોગ્ય નથી અને એટલા માટે જ હું સમગ્ર દેશમાં ફરીને ‘ગુજરાત મોડેલ’ની વાસ્તવિક્તા વિશે લોકોને અવગત કરું છું. બહુ બધા લોકોને ગજુરાતમાં દલિતો-મુસ્લિમોની વાસ્તવિક સ્થિતિ વિશે ખ્યાલ નથી” મેવાણીએ કહ્યું.

  પણ તમારો મૂળ મુદ્દો તો દલિતોને જમીન અપવવાનો હતો ? તેનું શું થયું ?

  જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, “જમીન વિહોણા-દલિતો-વંચિતોને જમીન અપવવાની અમારી લડત ચાલુ જ છે. તાજેતરમાં જ, 26મી જાન્યુઆરીનાં રોજ ક્ચ્છમાં 52 એકર જમીન સરકારે ફાળવી. ઉનાની લડાઇ દરમિયાન અમે માંગણી કરી હતી કે, દરેક દલિત પરિવારને પાંચ એકર જમીન મળે. દલિતોએ પશુઓનાં ચામડા ઉતારવાનું બંધ કર્યું. છેલ્લા બે વર્ષમાં અમારા આંદોલનને કારણે સરકારે 8000 એકરથી વધારે જમીન દલિતોને ફાળવી. આ લડત ચાલુ જ રહેશે.”

  નરેન્દ્ર મોદી એક નાલાયક દીકરો છે, કેમ કે તેમણે .....:જિજ્ઞેશ મેવાણી

  તાજેતરમાં કેન્દ્ર સરકારે આર્થિક રીતે નબળા પરિવારો માટે 10 અનામત માટે કાયદો બનાવ્યો. મેવાણી કહે છે કે, આર્થિક ધોરણે અનામત આપવા માટે કાયદો બન્યો એ જ બંધારણ પરનો સૌથી મોટો હુમલો છે. અનામત એ સામાજિક ન્યાય માટે હોય છે નહીં કે ગરીબી દૂર કરવા માટે. કર્મશીલો કહી રહ્યા હતા કે, બંધારણને બદલવાની શરૂઆત થશે અને એ ભય હવે સાચો પડી રહ્યો છે.”

  મેવાણી અમદાવાદનાં પૂર્વ વિસ્તારમાં ઉછર્યા છે. આ એક એવો વિસ્તાર કે જ્યાં દલિતો અને મુસ્લિમો વર્ષોથી સાથે સાથે રહેતા હતા. ગુજરાતમાં જ્યાંરે 1981 અને 1985માં અનામત વિરોધી આંદોલનો થયા ત્યારે મેવાણીની ઉંમર માત્ર પાંચ વર્ષની હતી. મધ્યમ વર્ગનાં દલિત પરિવારમાં જન્મેલા જિજ્ઞેશ મેવાણી આજે દલિત અધિકાર માટેની લડતનાં પ્રતિક બની ચૂક્યા છે.

  “મારા ઘડતરમાં ગાંધીવાદી ચુનીભાઇ વૈદ્ય, ડાબેરી મુકુલ સિન્હા અને માનવ અધિકારોનાં લડવૈયા ગિરીશ પટેલનો મહત્વનો રોલ રહ્યો છે,” મેવાણીએ જીવનનાં વૈચારિક ઘડતર વિશે વાત કરતાં કહ્યું.

  જિજ્ઞેશ મેવાણી ડાબેરી વિચારધારાથી પ્રેરાયેલા આંબેડકરવાદી નેતા છે. મહત્વની વાત એ છે કે, તેમની વૈચારિક પ્રતિબદ્ધતાને કારણે તેમને વૈચારિક સંકુચિતતાનાં સિમાડા નડતા નથી.

  કેમ કે, જ્યારે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માટે જ્યારે ફોર્મ ભર્યુ ત્યારે કોંગ્રેસનાં પ્રમુખ રાહુલ ગાંધીએ મેવાણી માટે સભા યોજી. આમ આદમી પાર્ટીએ તેમનો ઉમેદવાર પાછો ખેંચ્યો. યોગેન્દ્ર યાદવ, સામ્યવાદી નેતાઓ સહિતનાં લોકોએ વડગામમાં તેમના માટે પ્રચાર કર્યો.

  હાર્દિકને જેલમાં મોકલવાનું અથવા તેના પર હુમલો કરવાનું ષડયંત્રઃ મેવાણી

  વિચારધારાઓની આંટીઘૂંટીમાં આંબેડકરવાદી અને ડાબેરીઓ વચ્ચે ઘણા મતભેદો છે. વૈચારિક મતભેદો ધરાવતા લોકો એક-બીજા એક મંચ પર આવતા પણ નથી.

  પણ મેવાણી કહે છે કે, “ઘણા આંબેડકરવાદીઓ માટે ડાબેરી વિચારધારા ઉપયોગી નથી પણ હકીકત એ છે કે, દલિતોના મોટા વર્ગનું આર્થિક શોષણ થઇ રહ્યું છે. જ્ઞાતિ (કાસ્ટ) અને વર્ગ (ક્લાસ)નો સંઘર્ષ એક સાથે જ હોય અને આ સમયે ડાબેરી વિચારધારા આપોઆપ વણાઇ જાય છે,”.

  રસપ્રદ વાત એ છે કે, ગુજરાતનાં 182 ધારાસભ્યોમાં મેવાણી સૌથી ગરીબ ધારાસભ્ય છે. તેમની પાસે માત્ર 10.50 લાખની જ સંપિત છે.

  પોતાની વૈચારિક ભૂમિકા સ્પષ્ટ કરતા મેવાણી કહે છે, “જો કોઇ ફેક્ટરીનો માલિક દલિત હોય અને તે તેના બ્રાહ્મણ મજૂરનું શોષણ કરે, તો હું એ મજૂબ બ્રાહ્મણનો પક્ષ લઇશ. અનામતનાં આંદોલનો થકી ગુજરાત જ્ઞાતિ-દમન જોઇ ચૂક્યુ છે. આ પછી આર્થિક ઉદારીકરણે દલિતોની સ્થિતિ વધુ ખરાબ થઇ છે અને આડેન્ટિટી પોલિટીક્સની શરૂઆત થઇ છે. દલિત આંદોલન પણ આ આડેન્ટિટી પોલિટીક્સમાં ગુંચવાઇ ગયું”.

  તેમણે વધુમાં જણાવ્યું કે, “ગિરીશભાઇ પટેલે મને એક વખત કહેલું કે,વૈચારિક મતભેદોએ આપણને એટલા બધા અળગા કરી છે કે, બધા જ ‘વાદો’ નિષ્ફળ નિવડ્યા છે. આથી, ગરીબો માટે લડતા તમામ લોકો આ વૈચારિક મતભેદો ભૂલીને એક મંચ પર આવે અને તેનાથી એક નવો વાદ ઉભો થશે”.

  હાર્દિકે જિગ્નેશ મેવાણીના ઘરે ચગાવી પતંગ, 'ચીનના મીત્રો હશે તેનો પતંગ દેશી દોરી કાપશે'
  Published by:Jay Mishra
  First published:

  Tags: Election 2019, Jignesh Mewani, Loksabha-2019, ગુજરાત, રાજકારણ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन