Home /News /gujarat /

'આવ્યા નવલા નોરતા....', જામનગરની બજારોમાં ઉમટ્યું માનવ મહેરામણ, જુઓ દ્રશ્યો

'આવ્યા નવલા નોરતા....', જામનગરની બજારોમાં ઉમટ્યું માનવ મહેરામણ, જુઓ દ્રશ્યો

લોકો

લોકો ઉત્સવ માટે જરૂરી વસ્તુઓ ખરીદવા માટે ઉમટી પડ્યા

Navratri 2021: નવરાત્રીનો આજથી ધામધૂમ પૂર્વક પ્રારંભ થવા જઇ રહ્યો છે. જામનગર શહેરમાં નવરાત્રીને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો ઘરની બહાર નીકળી ઉત્સવ માટે જરૂરી વસ્તુઓ ખરીદવા માટે નીકળી રહ્યાં છે.

    જામનગર:  નવ દિવસ માતાજીની આરાધના કરવાનો તહેવાર એટલે નવરાત્રી. નવરાત્રી(navratri 2021)નું ખાસ કરીને વધુ મહત્વ છે. આ નવ દિવસ ભક્તો માતાજીની પુજા અર્ચના કરે છે અને દુઃખ, દર્દ, તકલીફો દૂર થાય એવી માતાજી સમક્ષ પ્રાર્થના કરે છે. કોરોના મહામારી(Corona epidemic)ને કારણે છેલ્લા બે વર્ષથી લોકોમાં ભારે નિરાશા, હાતાશા અને તકલીફોનો કોઇ પાર રહ્યો નથી. આવા સમયે લોકો માતાજીને મનાવવા અને મહામારી સામે રક્ષણ આપે તેવી પ્રાર્થના કરશે. નવરાત્રીનો આજથી ધામધૂમ પૂર્વક પ્રારંભ થવા જઇ રહ્યો છે. જામનગર શહેરમાં નવરાત્રીને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો ઘરની બહાર નીકળી ઉત્સવ માટે જરૂરી વસ્તુઓ ખરીદવા માટે નીકળી રહ્યાં છે. ગ્રાહકોને જોઇને વેપારીવર્ગ પણ ખીલખીલાટ હંસી રહ્યાં છે.

    વાત કરીએ જામનગરના બજારની તો વેપારીવર્ગનું કહેવું છે કે નવરાત્રીનો તહેવાર આવતા જ જાણે બજારમાં ગ્રાહકોનું પૂર આવ્યું હોય એમ લાગી રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવી રહ્યાં છે. કોરોના મહામારીને કારણે બે વર્ષથી નવરાત્રીનો તહેવાર યોગ્ય રીતે ઉજવાય શકાયો નથી. પરંતુ આ વખતે ધામધૂમ પૂર્વક નવરાત્રી ઉજવાશે. ભલે માત્ર શેરી ગરબાને જ મંજુરી મળી હોય પરંતુ મોટા પ્રમાણમાં લોકો ખરીદી કરવા નીકળી રહ્યાં છે.

    ગુજરાતીઓનો પ્રિય તહેવાર એટલે નવરાત્રી આવી ગઇ છે. કોરોનાને કારણે આ વખતે માત્ર શેરી ગરબાને જ મંજુરી મળી છે. પાર્ટી પ્લોટમાં ગરબાને મંજૂરી આપવામાં આવી નથી. જો કે ભલે મોટા ગરબાને મંજૂરી આપવામાં આવી ન હોઈ પરંતુ ખેલૈયાઓમાં નવરાત્રીને લઈને એટલો જ જુસ્સો જોવા મળી રહ્યો છે. કોરોના મહામારીને હાલ બે વર્ષ થઈ ગયા છે ત્યારે ગુજરાતની ઉત્સવપ્રિય જનતા બધું ભૂલીને નવ દિવસ માતાજીની આરાધના કરશે. જામનગરમાં યુવાનોથી માંડીને વેપારીઓ પણ તૈયારી કરી લીધી છે.

    આ પણ વાંચો: સુરત : 80 વર્ષના વૃદ્ધએ મંદ બુદ્ધિનાં બાળક સાથે જાહેરમાં જ કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

    કોરોનાને કારણે આ વખતે ભલે માત્ર શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી હોઈ પરંતુ લોકો નવરાત્રીની ખરીદી કરવામાં કોઈ આળસ કરી રહ્યા નથી. શહેરમા આ વખતે અનેક શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે શહેરીજનોએ કોરોનાની ગઇડલાઈનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેમ કે વેકસિને લેવી, માસ્ક પહેરવું, ભીડવારી જગ્યાએ બને તો જવાનુ ટાળવું જોઈએ.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Navratri, Navratri 2021, Navratri Fashion

    આગામી સમાચાર