જન્મદિવસ પર લોકોએ પૂછ્યું શું ગિફ્ટ જોઈએ, PM મોદીએ માંગી આ 6 ચીજો

વડાપ્રધાન મોદીએ મોડી રાત્રે ટ્વિટ કરીને જણાવી પોતાની વિશ લિસ્ટ, જાણો શું કહ્યું

વડાપ્રધાન મોદીએ મોડી રાત્રે ટ્વિટ કરીને જણાવી પોતાની વિશ લિસ્ટ, જાણો શું કહ્યું

 • Share this:
  નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ગુરુવારે પોતાનો 70મો જન્મદિવસ ઉજવ્યો. આ દરમિયાન તેમને દેશ અને દુનિયાના અલગ-અલગ હિસ્સાથી ખૂબ શુભકામનાઓ મળી. સમાજના દરેક વર્ગે પીએમ મોદીના સ્વાસ્થ્ય અને દીર્ધાયુ રહેવાની કામના કરી. મોડી રાત્રે વડાપ્રધાન મોદીએ તમામ શુભેચ્છા આપનારાઓને આભાર વ્યક્ત કર્યો અને પોતાની ઈચ્છા પણ રજૂ કરી.

  પીએમ નરેન્દ્ર મોદીએ મોડી રાત્રે 12:38 વાગ્યે ટ્વિટ કર્યું, સમગ્ર ભારતથી, દુનિયાભરથી લોકોએ પોતાના તરફથી શુભકામનાઓ આપી. હું દરેક વ્યક્તિનો આભારી છું જેઓએ મને શુભકામનાઓ આપી. આ શુભકામનાઓથી મને આપણા નાગરિકોના જીવનને ઉત્તમ બનાવવાની દિશામાં સેવા અને કામ કરવાની શક્તિ મળે છે.

  એક અન્ય ટ્વિટમાં પીએમ મોદીએ લખ્યું કે, ઘણા લોકોએ પૂછ્યું કે મારે મારા જન્મદિવસ પર શું જોઈએ છે. તેથી હું મારી વિશ લિસ્ટ જણાવી રહ્યો છું. મારે જોઈએ કે તમે માસ્ક પહેરવાનું ચાલુ રાખો અને તેને યોગ્ય રીતે પહેરો. સોશિયલ ડિસ્ટન્સિંગ ફોલો કરો. બે ગજના અંતરનું હંમેશા ધ્યાન રાખો. ભીડવાળી જગ્યાઓ પર જવાથી બચો. પોતાની ઇમ્યૂનિટી વધારો અને આપણા ગ્રહને સુરક્ષિત બનાવો.


  આ પણ વાંચો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 5 મોટા નિર્ણય જેણે બદલી દીધી દેશની દશા અને દિશા

  નોંધનીય છે કે, પીએમ મોદીના જન્મદિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂ, કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ અને રાજ્યપાલો સહિત પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને વિપક્ષના નેતાઓએ પણ તેમને શુભકામનાઓ પાઠવી અને તેમના સારા સ્વાસ્થ્યની કામના કરી.

  આ પણ વાંચો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પસંદ છે કિટલી સ્ટાઇલ ચા, જાણો તેમના ભોજનના શોખ વિશે

  બીજી તરફ, રશિયાના રાષ્ટ્રપ્રમુદ વ્લાદિમીર પુતિન, બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન, જર્મનીના ચાન્સલર એન્જેલા મર્કલ સહિત અનેક રાષ્ટ્રાધ્યક્ષો અને શાસનાધ્યક્ષોએ મોદીને શુભેચ્છા પાઠવી એન પોતપોતાના દેશોની સાથે સંબંધોને મજૂબત બનાવવામાં તેમના અંગત યોગદાનના વખાણ કર્યા.
  Published by:Mrunal Bhojak
  First published: