Home /News /gujarat /

Palm Reading: શું તમારી હથેળી પર બને છે ધ્વજ, અર્ધચંદ્ર કે ત્રિશૂળનું નિશાન, ખુબજ લકી છે આ તેનાં પર રહે છે મહાદેવની કૃપા

Palm Reading: શું તમારી હથેળી પર બને છે ધ્વજ, અર્ધચંદ્ર કે ત્રિશૂળનું નિશાન, ખુબજ લકી છે આ તેનાં પર રહે છે મહાદેવની કૃપા

હસ્ત રેખા પરથી જાણો તમારી કિસ્મત વિશે

Palmistry: હાથમાં કેટલાક ખાસ નિશાન હોવાનો અર્થ એ છે કે વ્યક્તિ પર ભોલેનાથની વિશેષ કૃપા રહેલી છે. આ નિશાન સદભાગ્યનું પ્રતિક છે અને જેમના હાથમાં આ નિશાન હોય છે તેમના જીવનમાં શિવની કૃપાથી હંમેશા સુખ રહે છે. આ લોકો ન તો મુશ્કેલીઓથી ડરીને હાર માને છે અને ન તો લક્ષ્ય પામવા મેહનત કરવાનું છોડી દે છે. જેના કારણે આ લોકોને તેમના જીવનમાં ઘણી સફળતા, પ્રેમ અને સન્માન મળે છે.

વધુ જુઓ ...
    હસ્તરેખાશાસ્ત્ર : હાથની રેખાઓ એ પણ જણાવે છે કે કયા દેવતાઓ કયા વ્યક્તિ પર કૃપાળુ છે. ભગવાન શિવનો પ્રિય શ્રાવણ માસ શરૂ થવા જઈ રહ્યો છે. આવો જાણીએ કેવી રીતે હાથની રેખાઓ અને નિશાન જોઈને જાણી શકાય છે કે કયા લોકો પર શિવની વિશેષ કૃપા છે.

    હસ્તરેખાશાસ્ત્ર અનુસાર, હાથમાં કેટલાક ખાસ નિશાન હોવાનો અર્થ એ છે કે વ્યક્તિ પર ભોલેનાથની વિશેષ કૃપા રહેલી છે. આ નિશાન સદભાગ્યનું પ્રતિક છે અને જેમના હાથમાં આ નિશાન હોય છે તેમના જીવનમાં શિવની કૃપાથી હંમેશા સુખ રહે છે. આ લોકો ન તો મુશ્કેલીઓથી ડરીને હાર માને છે અને ન તો લક્ષ્ય પામવા મેહનત કરવાનું છોડી દે છે. જેના કારણે આ લોકોને તેમના જીવનમાં ઘણી સફળતા, પ્રેમ અને સન્માન મળે છે.

    હાથના આ નિશાન છે ભોલેનાથના આશીર્વાદ મેળવવાના સંકેત

    હાથની રેખાઓ જીવનના દરેક પાસાઓ પર અસર કરે છે. કેટલાક ચિન્હ કારકિર્દી, સુખ, પ્રેમ, સન્માન અને સફળતા આપે છે. એટલા માટે તેમને હસ્તરેખાશાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા જ કેટલાક વિશેષ ચિન્હ શિવની વિશેષ કૃપા દર્શાવે છે.

    - જે લોકોની હથેળીમાં ધ્વજનું નિશાન હોય છે, તેમના પર ભગવાન શિવની વિશેષ કૃપા હોય છે. આવા લોકોને તેમના જીવનમાં બધી જ ખુશીઓ અને ઘણી કીર્તિ મળે છે. આ લોકો મનથી ખૂબ જ મજબૂત હોય છે અને કોઈપણ પરિસ્થિતિમાં ગભરાતા નથી.

    -જે લોકોના હાથમાં અર્ધચંદ્ર હોય છે તેમના પર ભોલેનાથની દયા હોય છે. ભોલેનાથ પણ માથે ચંદ્ર ધારણ કરે છે. ચંદ્ર મન અને શીતળતાનો સૂચક છે. તે જીવનમાં પ્રેમ પણ લાવે છે. હાથમાં અર્ધચંદ્રાકાર જીવનમાં પ્રેમ અને સારું વૈવાહિક સુખ લાવે છે. આવા લોકો મનથી પણ ખૂબ મજબૂત હોય છે.

    -હાથમાં ત્રિશૂળનું નિશાન હોવું પણ ખૂબ જ શુભ હોય છે. જો હથેળીમાં મસ્તિષ્ક રેખા અથવા ભાગ્ય રેખા પર ત્રિશૂળનું નિશાન હોય તો આવા લોકોને જીવનમાં ઘણી સફળતા મળે છે. તેઓ ઉચ્ચ હોદ્દા પ્રાપ્ત કરે છે. પુષ્કળ સંપત્તિ અને તમામ પ્રકારના સુખ મેળવે છે. મોટા નેતાઓ કે પ્રભાવશાળી વ્યક્તિઓ બને છે. ભોલેનાથની કૃપા તેમના પર જીવનભર વરસતી રહે છે.
    First published:

    Tags: Lord shiva, Palmistry

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन