મોહન ભાગવતના નામે નવા બંધારણની PDF વાયરલ, સાઇબર ક્રાઇમમાં ફરિયાદ


Updated: January 17, 2020, 10:53 PM IST
મોહન ભાગવતના નામે નવા બંધારણની PDF વાયરલ, સાઇબર ક્રાઇમમાં ફરિયાદ
મોહન ભાગવતના નામે નવા બંધારણની PDF વાયરલ, સાઇબર ક્રાઇમમાં ફરિયાદ

RSSના દિનેશ વાળાએ અમદાવાદ સાયબર ક્રાઈમમાં પોલીસ ફરિયાદ નોંધાવી

  • Share this:
અમદાવાદ : દેશની મોદી સરકાર દ્વારા CAAનો કાયદો પસાર કર્યા બાદ સમગ્ર દેશમાં વિરોધીઓ દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધીઓ દ્વારા પ્લેકાર્ડ, રેલી, પ્રદર્શન અને સોશિયલ મીડિયાના માધ્યમથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે વિરોધીઓ દ્વારા રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સુપ્રીમો મોહન ભાગવત પર સોશિયલ મીડિયા પર હુમલો કરવામાં આવ્યો છે. જેમાં મોહન ભાગવતના ફોટો સાથે નવા બંધારણની PDF ફાઇલ વાયરલ કરવામાં આવી છે.

આ PDF ફાઇલમાં મોહન ભાગવત અને સંઘે નવું બંધારણ બનાવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તો સાથે જ તેમાં સ્ત્રી ને ભગવાને માત્ર સંતાનોને જન્મ આપવા માટે જ બનાવી હોવાથી તેના અધિકારોને હિન્દુ ધર્મ અનુસાર સિમિત કરવામાં આવી રહ્યા છે. તો બ્રાહ્મણ સમાજ સિવાય તમામ વર્ગોએ હલકી કક્ષાના ઉલ્લેખવામાં આવ્યા છે.

આ પણ વાંચો - દિલ્હી ચૂંટણી 2020 : BJPએ 57 ઉમેદવારોની જાહેરાત કરી, જુઓ લિસ્ટ

આ સમગ્ર મામલો જયારે સંઘ સામે આવતા દિનેશ વાળા દ્વારા અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેમા સંઘ પ્રમુખ મોહન ભાગવતના ફોટાનો ખોટી રીતે ઉપયોગ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ફરિયાદ નોંધવામાં આવી છે.

આ મામલે 18 જાન્યુઆરીના રોજ વિશ્વસંવાદ કેન્દ્ર અમદાવાદ ખાતે એક પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંઘના ભાગ કાર્યવાહક દિનેશ વાળા આ મામલે હકિકત રજૂ કરશે.
First published: January 17, 2020
વધુ વાંચો
अगली ख़बर