Home /News /gujarat /

Paytmની ઑફર, Redmiનો ફોન માત્ર 99 રુપિયામાં ખરીદવાની તક

Paytmની ઑફર, Redmiનો ફોન માત્ર 99 રુપિયામાં ખરીદવાની તક

આ સેલ 29 સપ્ટેમ્બરથી શરૂ થયો છે, જે 6 ઑક્ટોબર સુધી ચાલશે.

ઑફરનો લાભ લઈને સ્માર્ટફોનને સસ્તામાં ઘરે લાવી શકાય છે. સેલમાં રેડમી ફોનને 99 રૂપિયા સુધી ખરીદવાની તક આપવામાં આવી રહી છે.

    પેટીએમએ ઉત્સવની ઑફર (Festival offer sale) આપવા માટે મહાકેશબૅક કાર્નિવલ (Paytm Mahacashback Carnival)ની શરૂઆત પણ કરી છે. આ સેલ 29 સપ્ટેમ્બરથી શરૂ થયો છે, જે 6 ઑક્ટોબર સુધી ચાલશે. સેલમાં, ગ્રાહકો ખૂબ જ સસ્તામાં સ્માર્ટફોન ખરીદી શકે છે. સેલમાં રેડમી ફોનને 99 રૂપિયા સુધી ખરીદવાની તક આપવામાં આવી રહી છે. એક રૂપિયામાં બજેટ ફોન ખરીદવાની પણ ઑફર છે.

    પેટીએમએ ક્રેકર ડીલ્સ Cracker Deals કેટેગરી પણ શરૂ કરી છે. પેટીએમ ક્રેકર ડીલ્સ હેઠળ, કેટલાક ફોનની કિંમત 2 ઑક્ટોબરથી 6 ઑક્ટોબર સુધી દરરોજ સાંજે 6 થી 8 સુધી ઘટાડવામાં આવશે. જો કે યૂઝર્સને કેશબેક દ્વારા લાભ મળશે.

    એટલે કે, ફોન ખરીદતી વખતે ગ્રાહકોને સંપૂર્ણ કિંમત ચૂકવવી પડે છે, ત્યારબાદ તમને પેટીએમ ઍકાઉન્ટમાં કેશબેક દ્વારા ઑફરની કિંમત મળશે.



    આ સિવાય સેલ દરમિયાન પેટીએમ પર સ્માર્ટફોન ખરીદવા પર કેટલીક બૅન્ક ઑફર પણ આપવામાં આવી રહી છે. એચડીએફસી બૅન્કના ડૅબિટ અને ક્રેડિટ કાર્ડ યૂઝર્સને 5000 રૂપિયાથી વધુની ખરીદી પર 10% નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઑફર ઇએમઆઈ ટ્રાન્ઝેક્શન પર પણ ઉપલબ્ધ છે.



    મોબાઈલ સેલમાં સેમસંગ, વીવો, શિયોમી એમઆઇ, ઓપ્પો, એપલ જેવા બ્રાન્ડના ફોન પર જંગી છૂટ આપવામાં આવી રહી છે. ગ્રાહકો 10,000 રૂપિયા સુધીનું કેશબૅક અને સ્માર્ટફોનની ખરીદી પર 17,000 રૂપિયા સુધીની એક્સચેન્જ ઑફર પણ મેળવી શકે છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Paytm, Phone, મોબાઇલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन