વીણા મલિક અને મલાલા પર ભડકી પાયલ રોહતગી, કહ્યું આવું

પાયલ રોહતગીએ ટ્વિટર પર તેનો વીડિયો શેર કરી વીણા મલિક ઉપરાંત માહિરા ખાન અને મલાલા યુસુફઝાઇનું નામ લીધુ છે.

પાયલ રોહતગીએ ટ્વિટર પર તેનો વીડિયો શેર કરી વીણા મલિક ઉપરાંત માહિરા ખાન અને મલાલા યુસુફઝાઇનું નામ લીધુ છે.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: મોદી સરકારે જમ્મૂ કાશ્મીરમાં કલમ 370 હટાવી દીધી છે. અને તેને અને લદ્દાખને બે કેન્દ્ર શાસિત રાજ્યોમાં વહેંચી દીધા છે. આ નિર્ણ બાદ ઘણાં પાકિસ્તાની સેલિપ્રિટીઝે કડવા બોલ બોલ્યા છે. તેમાં પાકિસ્તાની એક્ટ્રેસ વીણા મલિકનું નામ પણ શામેલ છે. તેણે સુષમા સ્વરાજનાં નિધન બાદ પણ અપમાન જનક ટ્વિટ કરી હતી. આ ટ્વિટ બાદ વીણાને ટ્વિટર પર ખુબજ ટ્રોલ કરવામાં આવી હતી. હવે એક્ટ્રેસ પાયલ રોહતગીએ પણ વીણા મલિકને ખરી ખોટી સંભળાવી છે. પાયલે એક વીડિયો શેર કરીને ઘણાં તથ્ય આપતાં વીણાને બરાબરનો પાઠ ભણાવ્યો છે. પાયલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

  આ પણ વાંચો- વરુણ ધવને ગર્લફ્રેન્ડ સાથે કરી લીધી ગુપચુપ સગાઇ? હવે લગ્નની તૈયારી

  પાયલે ટ્વિટર પર વીડિયો શેર કરતાં લખ્યું છે કે, વીણા મલિક જે એક ભિખારી છે. જે પાકિસ્તાનથી ભારત કામની ભીખ માંગવા આવી હતી. જેણે ઘણાં પ્રાયસ કર્યા પણ તે કંઇજ હાંસેલ કરી શકી નહીં. અને પરત પાકિસ્તાન જતી રહી. તેણે લગ્ન તો કર્યા પણ લગ્ન બાદ પતિ પર આરોપો લગાવીને ડ્રામા કરી લગ્ન તોડી નાખ્યા. હવે જ્યારે તેનાં જીવનમાં કંઇ જ નથી તો તે ચર્ચામાં રહેવા માટે ક્યારેક ઇન્ડિયન આર્મી પર આંગળી ઉઠાવે છે અને ન જાણે શું શું કરે છે. આ જુઓ વીડિયો  પાયલે આ વીડિયોમાં મલાલા યુસુફઝઇનું નામ પણ લીધુ ચે. મલાલા પર પણ તે ખુજ ભડકી છે. પાયલે વીડિયોની કેપ્શનમાં મલાલાને વીણા મલિકની BFF ગણાવી. પાયલે કહ્યું કે, મલાલા કાશ્મીરને લઇને જ વાત કરે છે. બલૂચિસ્તાનને લઇને વાત કેમ નથી કરતી.. પાયલે કહ્યું કે, 'આ બધી જ બેવડી માનસિકતા વાળી પાકિસ્તાની મહિલાઓ છે જેમ કે, વીણા મલિક, મલાલા કે પછી માહિરા ખાન. જે રણબીર કપૂરની સાથે સિગરેટ ફૂંકતા જોવા મળી હતી.'  પાયલનું કહેવું છે કે, લોકો ઉંધી સીધી વાતો કરી રહ્યાં છે. પણ પાકિસ્તાની મુસલમાનો ઘમાં ખુશ છે કે આરામથી તે તેમની ડે ટૂ ડે લાઇફ જીવી રહ્યાં છે. પાયલનો આ વીડિયો ટ્વિટર પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. અને તેને ખુબજ પ્રતિક્રિયાઓ મળી રહી છે. આ પહેલાં પણ પાયલ દેશથી જોડાયેલાં ઘણાં મુદ્દાઓ પર વીડિયો શેર કરી ચુકી છે. ઘણાં વીડિયોઝને લઇને તેનાં વખાણ થઇ રહ્યાં છે. તો ઘણાં વીડિયો માટે તે ટ્રોલ પણ થઇ છે.

  આ પણ વાંચો-PM નરેન્દ્ર મોદીએ બોલિવૂડ સહિત તામિલ-તેલુગૂ ફિલ્મ વિશે કહી આ વાત
  Published by:user_1
  First published: