Sushant Singhના પિતાએ કહ્યું, 'રિયા ચક્રવર્તીએ દીકરાને પ્રેમમાં ફસાવી રૂપિયા પડાવ્યા, પછી આત્મહત્યા માટે ઉશ્કેર્યો'

સુશાંત સિંહ રાજપુર પોતાની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સાથે

આ કેસમાં સંખ્યા 241/20 હેઠળ નોંધાયેલી ફરિયાદમાં રિયા પર સુશાંતને પ્રેમમાં ફસાવી તેના પૈસા કઢાવી લઈ અને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે

  • Share this:
    પટના: અભિનેતા સુશાંત સિંહ રાજપુત મોત મામલામાં હવે નવો મોડ આવી ગયો છે. જ્યારે પિતા કૃષ્ણ કુમાર સિંહે પટનાના રાજીવનગર પોલીસ સ્ટેશનમાં અભિનેત્રી અને સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી દીધી છે. આ કેસમાં સંખ્યા 241/20 હેઠળ નોંધાયેલી ફરિયાદમાં રિયા પર સુશાંતને પ્રેમમાં ફસાવી તેના પૈસા કઢાવી લઈ અને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. આ મામલાની તપાસ માટે પટનાથી ચાર પોલીસકર્મીની ટીમ મુંબઈ પહોંચી ગઈ છે.

    IPC સેક્શન 340, 341, 342, 380, 406, 420, 306 હેઠળ નોંધાયેલી ફરિયાદમાં રિયા ચક્રવર્તી, ઈન્દ્રજીત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, સૌમુએલ મિરંડા અને શ્રુતિ મોદીનું નામ એડ કર્યું છે. આ કેસમાં મુખ્ય મામલો આર્થિક છે. આઐરોપ છે કે, રિયાના પરિવારજનોએ એક વર્ષમાં સુશાંત પાસેથી 14 કરોડ લઈ લીધા છે. તમામ પૈસા ઓનલાઈન ખાતામાં ટ્રાન્સફર થયા છે. તમૈામ રેકોર્ડ પોલીસને સોંપવામાં આવ્યો છે. આ મામલાની તપાસ માટે પટના પોલીસ મુંબઈ પહોંચી છે.

    આ પણ વાંચોહવામાન વિભાગની આગાહી, 1 ઓગસ્ટ બાદ ગુજરાતમાં સારા વરસાદની શકયતા

    તમને જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપુત સુસાઈડ કેસમાં મુંબઈ પોલીસે હાલમાં રિયા ચક્રવર્તીની લગભગ 11 કલાક પુછતાછ કરી હતી. આ સિવાય રિયા ચક્રવર્તીએ કેન્દ્રીય મંત્રી અમિત શાહને આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી હતી. સુશાંત સિંહ રાજપુતે 14 જૂને પોતાના બાંદ્રા સ્થિત ઘરમાં ફાંસી લગાવી સુસાઈડ કરી લીધુ હતું.

    પોલીસને તેની પાસેથી કોઈ સુશાઈડ નોટ નથી મળી. સુશાંત સિંહના પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે, તેના શરીર પર કોઈ પણ પ્રકારના નિશાન નથી મળ્યા. તેમાં બતાવવામાં આવ્યું છે કે, તેનું મોત ફાંસીના કારણે દમ ઘુટવાથી થયુ છે. ત્યારબાદ તેની પ્રોવિજનલ વિસરા રિપોર્ટ પણ સામે આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, તેના શરીર પર કોઈ પમ પ્રકારના કેમિકલ અથવા ઝેર પમ નથી મળ્યું.
    Published by:kiran mehta
    First published: