Home /News /gujarat /

કૉંગ્રેસના વધુ એક MLA કોરોના પોઝિટિવ, કરજણના પૂર્વ MLA અક્ષય પટેલ પણ પોઝિટિવ

કૉંગ્રેસના વધુ એક MLA કોરોના પોઝિટિવ, કરજણના પૂર્વ MLA અક્ષય પટેલ પણ પોઝિટિવ

આ પહેલા કૉંગ્રેસ ધારાસભ્ય ચિરાગ કાલરિયા, ઇમરાન ખેડાવાલા, ગેનીબેન ઠાકોર, કાંતિભાઈ ખરાડીનો રિપોર્ટ પોઝિટિવ આવી ચુક્યો છે.

આ પહેલા કૉંગ્રેસ ધારાસભ્ય ચિરાગ કાલરિયા, ઇમરાન ખેડાવાલા, ગેનીબેન ઠાકોર, કાંતિભાઈ ખરાડીનો રિપોર્ટ પોઝિટિવ આવી ચુક્યો છે.

    અમદાવાદ : રાજ્યમાં કોરોના પોઝિટિવ (Corona Positive) દર્દીઓની સંખ્યા 48 હજારને પાર થઈ ગઈ છે. આ સાથે જ 2,147 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન ગુજરાત કૉંગ્રેસ (Gujarat Congress)ના વધુ એક ધારાસભ્ય કોરોના પોઝિટિવ થયા છે. પેટલાદ બેઠક પરથી કૉગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલ (MLA Niranjan Patel)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને સારવાર માટે અમદાવાદ ખાતેની સિમ્સ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ વડોદરાની કરજણ-શિનોર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ (Akshay Patel)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અક્ષય પટેલે રાજ્યસભાની ચૂંટણી પહેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતા.

    મળતી માહિતી પ્રમાણે પેટલાદના ધારાસભ્ય અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન નિરંજન પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા પણ ભાજપ અને કૉંગ્રેસના ધારાસભ્યો અને મંત્રીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી ચુક્યો છે. તાજેતરમાં એનસીપી સાથે છેડો ફાડી લેનારા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

    આ પણ વાંચો : 24 કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક 40 હજાર નવા કેસ નોંધાયા, કુલ મૃત્યુઆંક 27 હજારને પાર

    અક્ષય પટેલ કોરોના પોઝિટિવ

    ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠક પર ચૂંટણી પહેલા કૉંગ્રેસ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેનારા કરજણના ધારાસભ્ય અક્ષય પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અક્ષય પટેલે ખૂદ સોશિયલ મીડિયા પર આ અંગેની જાણકારી આપી હતી. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અક્ષય પટેલની સારવાર શરૂ કરવામાં આવી છે. અક્ષય પટેલ રાજ્યસભાની ચૂંટણી બાદ વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. ગુજરાતમાં આઠ બેઠક પર યોજાનારી પેટાચૂંટણીમાં અક્ષય પટેલ ભાજપના પ્રબળ દાવેદાર છે.

    ભાજપ-કૉંગ્રેસના ધારાસભ્યો કોરોના પોઝિટિવ

    કૉંગ્રેસની વાત કરવામાં આવે તો ચિરાગ કાલરિયા, ઇમરાન ખેડાવાલા, ગેનીબેન ઠાકોર, કાંતિભાઈ ખરાડીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભાજપમાંથી વી.ડી.ઝાલાવડીયા, જગદીશ પંચાલ, બલરામ થાવાણી, કિશોર ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી ચુક્યો છે. ગુજરાત કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં તેઓ સારવાર હેઠળ છે.

    આ પણ વાંચો : રત્નકલાકાર યુવક પત્નીને છોડીને સગા નાનાભાઈની પત્નીને લઈને ભાગી ગયો!

    ગુજરાતમાં સતત 7માં દિવસે 900થી વધારે કેસ

    રાજ્યમાં સતત છેલ્લા સાત દિવસથી દરરોજ 900થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. રવિવારે ગુજરાતમાં 965 નવા કોરોના પોઝિટિવ દર્દીઓનો (corona positive patient) નોંધાયા હતા. આમ રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 48,441એ પહોંચ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 20 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગુજરાતમાં કુલ મૃત્યાંઆંક 2,147એ પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 34,882 દર્દીઓ સાજા થઈને ઘરે પહોંચ્યા છે.
    Published by:user_1
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन