Home /News /gujarat /

સરકાર પર સંકટઃ વધુ એક પાટીદાર યુવકે કહ્યું હવે હું આપઘાત કરીશ

સુરતઃરાજકોટમાં ઉમેશ પટેલના સુસાઈડ બાદ પાટીદારોમાં ભારોભાર રોષ વ્યાપ્યો છે. હવે સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા યુવકે પણ આપઘાત કરી લેવાની ચિમકી આપી છે. દેસાઈ વિપુલ નામના વ્યક્તિએ પાટીદારોને થતાં અન્યાય સામે ન્યાયની માંગણી કરતાં પોલીસ સ્ટેશનથી લઈને રાષ્ટ્રપતિ સુધીના હોદ્દેદારો અને અધિકારીઓને ઉદ્દેશીને પત્ર લખ્યો છે. જેમાં પાંચ દિવસમાં ન્યાય નહિં મળે તો જાહેરમાં આપઘાત કરી લેવાની ચીમકી આપી છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

surat chimki

28 વર્ષિય એમબીએ કરેલ વિપુલ સુરતમાં ફોર વ્હિલના પિસ્ટન બનાવવાના કાસ્ટિંગના ધંધા સાથે સંકળાયેલ છે. વિપુલે જણાવ્યું હતું કે, અનામત મુદ્દે સમાજના કહેવાતા અગ્રણીઓ સાથ આપતા નથી. ધાર્મિક, રાજકિય કે આર્થિક રીતે સધ્ધર લોકો માત્ર તમાશો જુએ છે. જેથી કોઈ નિર્ણય આવતો નથી. એટલે તમામ લોકોની આંખો ખુલે તે માટે હું આ પગલું ભરીશ.

surat chimki1

૨૬ ઓગસ્ટથી ગુજારવામાં આવેલા દમનની વાત તેણે મુદ્દાસર લખી છે. આ સિવાય ભાજપ દ્વારા મુખ્યમંત્રીના પેકેજ વખતે ફોડવામાં આવેલા ફટાકડા વખતે પોલીસ દ્વારા પકડવામાં આવેલા નિર્દોષ નાગરિકોને જેલમાં ધકેલવા સહિતના મુદ્દાઓ પર પાટીદારોને થયેલા અન્યાયથી વ્યથિત હોવાનું વિપુલ જણાવ્યું છે.
First published:

Tags: અનામત માંગ, ગુજરાત, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, પોલીસ`, રાજકારણ, રાજ્ય સરકાર, વિરોધ, વિવાદ, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन