બોટાદઃ બોટાદના ગઢડા તાલુકાના આદર્શ ગામ અને ધર્મ નદન ડાયમંડ ના માલીક લાલજી પટેલનું ઉગામેડી ગામે પાટીદાર સમાજની મહિલાઓએ ગામમાં થાળી વગાડી રેલી યોજી રાજકીય પક્ષોને પ્રવેશ બંધીના બેનરો લગાવ્યા હતા.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઉગામેડી ગામે આજે પાટીદાર સમાજની મહિલાઓ અને ભાઈઓ એ રેલી કાઢી હતી. જેમા મહિલાઓએ થાળી વગાડી સરકારની વિરુદ્ધમા સૂત્રો બોલી વિરોધ કર્યો હતો. અને કોઈપણ રાજકીય પક્ષો ને મત માટે ગામમાં આવવુ નહિં તેવા બેનરો લગાવ્યા હતા.
ઉગામેડી ગામ ધર્મનદન ડાયમંડ સુરતના માલીક અને પીએમ મોદીનો શુટ ઉંચી કિંમત ચુંકવીને ખરીદનાર લાલજી પટેલનું ગામ છે અને રાજય સભાના સાંસદ મનસુખ માડવીયાએ દતક લીઘેલુ આ ઉગામેડી ગામ છે. આ રેલીમાં લાલજી પટેલના પિતા તળશી ભગત પણ જોડાયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર