Home /News /gujarat /

બોટાદમાં પાટીદારો દ્વારા એસ.ટી બસમાં પથ્થરમારો

બોટાદ# બોટાદના લાઠીદડ ગામે પાટીદારના ટોળાએ બે એસ.ટી બસ પર પથ્થરમારો કરી તોડ ફોડ કરવામાં આવી હતી. ત્યાર બાદ સાંજના પોલીસે લોકોની ઘરપકડ કરવાની કામગીરી કરવામાં આવતા લોકો એકઠા થઈ ગયા હતા, જયારે ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કરી ૪ ટીયર ગેસના સેલ છોડયા હતાં જેમાં ત્રણ મહિલાઓને થઇ હતી ઈજાઓ.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
બોટાદ# બોટાદના લાઠીદડ ગામે પાટીદારના ટોળાએ બે એસ.ટી બસ પર પથ્થરમારો કરી તોડ ફોડ કરવામાં આવી હતી. ત્યાર બાદ સાંજના પોલીસે લોકોની ઘરપકડ કરવાની કામગીરી કરવામાં આવતા લોકો એકઠા થઈ ગયા હતા, જયારે ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કરી ૪ ટીયર ગેસના સેલ છોડયા હતાં જેમાં ત્રણ મહિલાઓને થઇ હતી ઈજાઓ.

ગત રોજ બોટાદના લાઠીદડ ગામે પાટીદાર સમાજના લોકો દ્વારા એસ.ટી બસ પર પથ્થરમારો કરી બસમાં તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ લાઠીદડ ગામે પહોંચી ટોળાને વિખેરી મામલો થાળે પાડયો હતો. ત્યાર બાદ સાંજના સમયે પોલીસ લાઠીદડ ગામે પહોંચી નિર્દોષ લોકોને માર મારી ઘરપકડ કરતા મામલો બિચક્યો હતો જેના કારણે પોલીસ અને ગામ લોકો સામ સામે આવી જતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો સાથે જ ટીયર ગેસના ૪ સેલ છોડયા હતા. તેમજ ગામ લોકોના ઘરે ઘરે જઈને લોકો પર દમન ગુજાર્યો  હોવાનું ગામ લોકોએ જણાવ્યું હતું. જ્યારે પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ ફેકાતા ત્રણ મહિલાઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ દ્વારા ૧૫ થી ૨૦ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ ઘટનાની જાણ થતાં જ બોટાદ એસપી, ડીવાયએસપી સહીતના અઘિકરીઓ દોડી ગયા હતાં. હાલ લાઠીદડ ગામે મસમોટા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.
First published:

Tags: ચુસ્ત, તોડફોડ, ધરપકડ, પથ્થરમારો, પાટીદાર અનામત માંગ, પાટીદારો, પોલીસ દમન, પોલીસ`, બંદોબસ્ત, બસ, વિરોધ, વિવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन