Home /News /gujarat /

પાટીદાર આંદોલનની અસર દેખાશે ચૂંટણીઓમાં,ભાજપ માટે મુશ્કેલી!

ગાંધીનગરઃ રાજ્યની મહાનગર પાલિકાઓ-નગરપાલિકાઓની ચૂંટણી ક્યારે યોજાશે તે ચોક્કસ નથી પણ ભાજપ પોતે માને છે કે સુપ્રિમ કોર્ટમાંથી સ્ટે મેળવીને કોંગ્રેસે માનસિક જીત મેળવી લીધી છે.સુપ્રિમના સ્ટેથી એક વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે નગરપાલિકા-મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પછી જ થશે. ત્યારે સરકાર આ મામલે ઉઁધતી ઝડપાઇ ગઇ છે અને કોંગ્રેસે ખેલ પાડી દીધા હોવાનો અહેસાસ ભાજપને થઇ રહ્યો છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

સ્થાનિક સ્વરાજ હોય કે વિધાનસભાની ચૂંટણીઓ શહેરી વિસ્તારો હંમેશા ભાજપનો ગઢ રહ્યા છે. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસની સ્થિતિ મજબુત હોવાનું માનવામાં આવે છે. રાજ્યમાં યોજાતી ચૂંટણીની પધ્ધતિ પ્રમાણે નગરપાલિકા અને મહાનગર પાલિકામાં પહેલા ચુટણી થાય છે અને પંચાયતોની ચૂંટણી ત્યારબાદ થાય છે.  સુપ્રિમના સ્ટે બાદ સરકાર પણ નક્કી કરી શકી નથી કે કયા પ્રકારના જવાબ રજુ કરવામાં આવે કે જલ્દીથી સ્ટે હટી જાય. ત્યારે હવે મહાનગર પાલિકા અને નગરપાલિકાના ઇલેક્શન હવે દિવાળી પછી થાય તેવી શક્યતા છે અને  પંચાયતની ચૂંટણીઓ પહેલા થાય તેવી શક્યતા છે.મનપા-નપાની ચૂંટણીઓ પાછી ઠેલાવાની શક્યતા છે. ત્યારે પાટીદાર આંદોલનની અસર ચૂંટણીઓમાં દેખાશે. તાલુકા-જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસને લાભ મળી શકે છે. ભાજપ માટે વધુ સમય નુકસાન કારક સાબિત થઇ શકે તેમ છે.

સુત્રોની વાત માનીએ તો ભાજપ સંગઠન ખુદ માને છે કે હાઇકોર્ટે જ્યારે આ પીઆઇએલ કાઢી નાખી હતી ત્યારે સરાકરે આ મુદ્દે સુપ્રિમ કોર્ટમાં પહેલા જ કેવીયટ દાખલ કરી દીધી હોત તો સ્થિતિ કઇક અલગ હોત.પણ સરકાર ઉધતી રહી અને ગુજરાત કોગ્રેસ અને કોગ્રેસના રાષ્ટ્રિય નેતાઓ મળીને સુપ્રિમ કોર્ટમાં નિયમોના માધ્યમથી ગુજરાત સરકારને ઘેરવામાં સફળ રહ્યા છે.

First published:

Tags: ગુજરાત, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, પોલીસ`, ભાજપ, રાજકારણ, રાજ્ય સરકાર, વિરોધ, વિવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन