ભોજાભગતની જગ્યાએ શીશ ઝૂકાવી હાર્દિકે શરૂ કરી ખેડૂત વેદના યાત્રા, ઠેરઠેર ભવ્ય સ્વાગત

 • Share this:
  પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલની ચાર દિવસીય ખેડૂત વેદના પદયાત્રા શરૂ થઇ ગઇ છે. તારીખ 20/12/2018 સવારે 7 વાગ્યાથી તારીખ 23/12/2018 રાત સુધી ચાલનારી આ યાત્રાનો પ્રારંભ ફતેપુરથી થયો હતો, અહીં આવેલા ભોજાભગતની જગ્યામાં હાર્દિકે શીશ નમાવી યાત્રાનો પ્રારંભ કર્યો હતો.

  અલ્પેશ કથીરિયાના ગામે પહોંચી ખેડૂત વેદના યાત્રા

  ફેતપુરથી નીકળેલી ખેડૂત વેદના યાત્રા ગોખરવાળા ગામ પહોંચી હતી. હાલમાં જ જેલમાંથી છૂટેલા પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાનું વતન છે ગોખરવાળા, ખેડૂત વેદના યાત્રા ગામમાં આવતા ગ્રામજનો દ્વારા અલ્પેશ કથીરિયાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. જેમાં ફટાકડા અને સામૈયા કરવામાં આવ્યા હતા. અલ્પેશની સાથે અન્ય પાસ કન્વીનરોનું પણ ભવ્ય સ્વાગત કરાયું હતું.

  રાજ્યમાં ખેડૂતોની વેદના સાંભળવના ઉદ્દેશ્યથી ખેડૂત વેદના યાત્રાનો પ્રારંભ થઇ ગયો છે. પાટીદાર નેતા હાર્દિક પટેલ દ્વારા ફેતપુરથી યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. હાર્દિક પટેલે ફતેપુરમાં સ્થિત ભોજાભગતની જગ્યામાં માખુ ઝૂકાવ્યા બાદ હાર્દિકે યાત્રાનો પ્રારંભ કર્યો હતો. આ યાત્રામાં હાર્દિકની સાથે અલ્પેશ કથીરિયા, મનોજ પનારા, ગીતા પટેલ સહિતના પાસ આગેવાનો જોડાયા હતા.
  Published by:Sanjay Vaghela
  First published: