પાકિસ્તાનનો બદલો લેવાનો મતલબ માથું કાપી લાવવાનો નથીઃ હાર્દિક પટેલ

News18 Gujarati
Updated: February 19, 2019, 7:44 AM IST
પાકિસ્તાનનો બદલો લેવાનો મતલબ માથું કાપી લાવવાનો નથીઃ હાર્દિક પટેલ
હાર્દિક પટેલની ફાઇલ તસવીર

  • Share this:
ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરમાં ખેડૂત પંચાયત કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા હાર્દિક પટેલે માગ કરી કે સીઆરપીએફના જવાનોને પણ શહીદનો દરજ્જો મળવો જોઇએ. આવું કરવાથી શહીદના પરિવારોને સરકારના ફંડ અને પેન્શનનો ફાયદો મળે.

હાર્દિકે કહ્યું કે એવું પ્રથમવાર થઇ રહ્યું છે કે રોજ આપણા જવાન શહીદ થઇ રહ્યાં છે. સાથે જ હાર્દિકે કહ્યું કે આપણે બદલો લેવો છે, એનો મતલબ એ નથી કે કોઇની હત્યા કરવામાં આવે અથવા કોઇનું માથું કાપીને લઇ આવવું, બદલો લેવાનો મતલબ છે કે હવે પછી આપણો એક પણ જવાન શહીદ ન થાય અને પાકિસ્તાન આપણાથી ડરે, મોદી માત્ર રાજનીતિની વાત કરે છે, મોદી સરકારે કાર્યવાહી કરવી પડશે.

અહીં ક્લિક કરી વાંચોઃ નોંધી લો, હવે કોઇપણ તત્કાલીન સેવાઓ માટે એક જ હેલ્પલાઇન નંબર ‘૧૧૨’

હાર્દિક પટેલે કહ્યું કે મોદી સરકારને સર્જિકલ સ્ટ્રાઇક કરવી જોઇએ, જો કે હાર્દિકે ઉત્તરપ્રદેશમાંથી ચૂંટણી લડવાની સ્પષ્ટ મનાઇ કરી દીધી. સાથે જ કહ્યું કે લોકસભા ચૂંટણીમાં તેઓ ગુજરાતમાંથી જ પોતાનો ઉમેદવાર ઉતારશે.

પાટીદાર આંદોલન પર હાર્દિક પટેલે કહ્યું કે આ આંદોલન માત્ર ગુજરાત પુરુતું જ સિમિત છે. તેણે કહ્યું કે સરકારે જે 10 ટકા અનામતનું નાટક કર્યું છે, તે પર જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ નિર્ણય ન લે ત્યાં સુધી આપણે આ મુદ્દે વાત કરવાની જરૂર નથી, આજે દેશમાં યુવાનો અને ખેડૂતો જ સૌથી મોટો મુદ્દો છે.
First published: February 18, 2019, 10:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading