Home /News /gujarat /

'મારો વાંક માત્ર એટલો કે ભાજપ સામે ઝૂક્યો નહીં, પણ લડતો રહીશ'

'મારો વાંક માત્ર એટલો કે ભાજપ સામે ઝૂક્યો નહીં, પણ લડતો રહીશ'

    હાઇકોર્ટ તરફથી હાર્દિક પટેલ અને કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો છે. સજા પર સ્ટે મૂકવાની હાર્દિકની અરજીને હાઇકોર્ટે ફગાવી દીધી છે. જેનાથી હવે હાર્દિક લોકસભાની ચૂંટણી લડી શકશે નહીં પરંતુ આ અંગે તે સુપ્રીમ કોર્ટમાં જઇ શકે છે. ત્યારે હાઇકોર્ટના નિર્ણય બાદ હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

    હાર્દિકે સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વીટર પર લખ્યું કે ગુજરાત હાઇકોર્ટના નિર્ણયનું સ્વાગત કરું છું. ચૂંટણી તો આવતી જતી રહી છે. પરંતુ બંધારણ સામે ભાજપ કામ કરી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટીના 25 વર્ષના કાર્યકર્તાને ચૂંટણી લડવાથી કેમ રોકવામાં આવી રહ્યો છે. ભાજપના અનેક નેતાઓ સામે કેસ દાખલ છે, સજા પણ છે. પરંતુ કાયદો માત્ર અમારા માટે છે.

    અહીં ક્લિક કરી વાંચોઃ હોલિવૂડમાં છે જેક્લિનની હમશકલ, જુઓ જ્યારે બંને એકબીજને મળી





    હાર્દિકે વધુમાં લખ્યું કે અમે ડરીશું નહીં, સત્ય, અહિંસા અને ઇમાનદારીથી સામાન્ય જનતાનો અવાજ ઉઠાવતા રહીશું. જનતાની સેવક કોંગ્રેસ પાર્ટીની સરકાર બનાવીશું. પાર્ટી માટે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રચાર કરીશ. મારો વાંક માત્ર એટલો જ છે કે હું ભાજપ સામે ઝૂક્યો નહીં. સત્તા સામે લડવાનું આ પરિણામ છે.





    હાર્દિક ચૂંટણી નહીં લડી શકે તે અંગે કોંગ્રેસ તરફથી પોરબંદરના ઉમેદવાર લલિત વસોયાએ જણાવ્યું કે અમે આ બાબતે સુપ્રીમ કોર્ટમાં જઇશું અને જ્યારે હાર્દિક ચૂંટણી લડવાની મંજૂરી મળશે ત્યારે હાર્દિક જ્યાંથી કેશે તે સીટ અમે ખાલી કરીશું અને હાર્દિકની ઉમેદવારી નોંધાવીશું. તો ભાજપ તરફથી પ્રતિક્રિયા આપતાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે હાર્દિક ચૂંટણી લડી શકે કે ના લડી શકે તે કોંગ્રેસનો વિષય છે. હાઇકોર્ટના ઓર્ડરમાં ભાજપ ક્યાંય વચ્ચે નથી. કોંગ્રેસ હાર્દિકના સહારે હતી, પરંતુ હકીકત એ છે કે કોંગ્રેસ અસ્તિત્વને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Gujarat Lok sabha election 2019, Patidar leader, ગુજરાત હાઇકોર્ટ, હાર્દિક પટેલ

    આગામી સમાચાર