આંદોલનને તોડવા માટે રાજકીય શક્તિઓ મેદાને પડી છેઃહાર્દિક પટેલ

મોરબીઃ અનામત આંદોલનને વેગવંતુ બનાવવા હાર્દિક પટેલ સૌરાષ્ટ્રમાં પહોંચ્યો છે. ગઇકાલે હાર્દિકે મોરબીથી તેના કાર્યક્રમની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ ગામડાઓની પણ મુલાકાત કરી હતી.હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, પાટીદાર આદોલન હવે મજબુત બન્યું છે. ત્યારે તેને તોડવા માટે સરકાર અને રાજકીય શક્તિઓ મેદાને પડી છે.

મોરબીમાં હાર્દિકે સિરામિક પ્લાઝા ખાતે પાટીદાર યુવાનો સાથે એક બેઠક યોજી હતી. જેમાં પાટીદાર યુવાનોને સંગઠિત થવા અપીલ કરી હતી. હળવદમાં સત્યનારાયણ કથામાં હાજરી આપવા માટે પહોંચેલા હાર્દિક પટેલે સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે નીલેશ એરવાડીયા સામે ખોટી રીતે રાજદ્રોહનો ગુન્હો નોંધ્યો છે અને સરકાર આ આંદોલનને દબાવવાના પ્રયાસો કરે છે.
હાર્દિક પટેલે કરેલી જાહેરાત મુજબ નાનીવાવડીમાં ડાયરો યોજવાની તંત્રે છેવટ સુધી મંજૂરી આપી ન હતી.અને મંચ વિખેરી નાખતા અંતે એવી જાહેરાત પાટીદારોએ કરવી પડી હતી કે ડાયરો નહીં યોજાય, માત્ર આરતી થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર