Home /News /gujarat /

પાટીદારો બેંકો કરશે ખાલી, સાબરકાંઠાથી થાપણ ઉપાડવાની શરૂઆત

પાટીદારો બેંકો કરશે ખાલી, સાબરકાંઠાથી થાપણ ઉપાડવાની શરૂઆત

હિંમતનગરઃ પાટીદારો હવે અનામતની માંગને લઇને બેંકોમાંથી પોતાની થાપણો ઉપાડી લેવાની શરૂઆત કરી છે. સાબરકાંઠાના પ્રાતીજ નજીક આવેલા વદરાડ બેન્કમાં આજે એક કરોડ રૂપિયાની થાપણ ઉપાડીને વિરોધ દર્શાવાયો હતો.

હિંમતનગરઃ પાટીદારો હવે અનામતની માંગને લઇને બેંકોમાંથી પોતાની થાપણો ઉપાડી લેવાની શરૂઆત કરી છે. સાબરકાંઠાના પ્રાતીજ નજીક આવેલા વદરાડ બેન્કમાં આજે એક કરોડ રૂપિયાની થાપણ ઉપાડીને વિરોધ દર્શાવાયો હતો.

  • Web18
  • Last Updated :
હિંમતનગરઃ પાટીદારો હવે અનામતની માંગને લઇને બેંકોમાંથી પોતાની થાપણો ઉપાડી લેવાની શરૂઆત કરી છે. સાબરકાંઠાના પ્રાતીજ નજીક આવેલા વદરાડ બેન્કમાં આજે એક કરોડ રૂપિયાની થાપણ ઉપાડીને વિરોધ દર્શાવાયો હતો.

sabarkatha1

સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના વદરાડ ગામમાં હવે પાટીદારોએ બેંકમાંથી પૈસા ઉપાડી લઇને સરકાર સામે માંગને હવે મજબુત બનાવવા માટેનો નવો તખ્તો પાર પાડવાની શરૂઆત કરી છે. પાટીદાર સમાજ દ્રારા અનામતની માગને તેજ બનાવાઇ રહી છે અને જેને લઇને વદરાડ ગામની સ્થાનિક બેંકમાંથી પાટીદાર સમાજે થાપણો ઉપાડી લેવા માટેની શરુઆત કરી હતી.



આજે બેંકમાં એક સાથે ધસી જઇને બેંકમાંથી થાપણ ઉપાડવાની શરૂઆત કરી હતી અને જેને લઇને બેંક સત્તા વાળાઓએ પાંચ કરોડ રૂપીયાની જોગાવાઇ કરીને બેંકમાંથી થાપણ ઉપાડવાની સામે ચુકવણાની વ્યવસ્થા કરી હતી. સ્થાનિકોએ જણાવ્યુ હતુ કે અનામતની માંગને લઇને આ શરૂઆત કરીને બેંકમાંથી ઉપાડ ની શરૂઆત કરી હતી.


વદરાડની જ વાત કરીએ તો 3000 ની વસ્તી ધરાવતા આ ગામમાં સ્થાનિક સહકારી બેંકની એક માત્ર શાખામાં જ દશ કરોડ રૂપીયાની થાપણો ગ્રામજનોની છે અને જેમાં મોટાભાગે પાટીદાર સમાજની થાપણો હોઇ હવે પાટીદારોએ તે થાપણોને ઉપાડી લેવા માટેની શરૂઆત કરાઇ છે. બેંકમાં રહેલી રકમને ઉપાડવાને લઇને હવે આ નવિ રીતે સરકાર સામે વિરોધ માંગને લઇને શરૂ કરવામાં આવ્યો છે.  


જેમાંથી આજે એક જ દીવસ માંથી એક કરોડ રૂપિયા જેટલી રકમ ઉપાડી લેવાશે અને આ ઉપરાત હજુ પણ આગામી દીવસોમાં સંપુર્ણ રકમને ઉપાડી લેવાશે અને જ્યાં સુધી અનામત માંગ નો ઉકેલ સરકાર નહી કરે ત્યા સુધી આ રકમ ઉપાડી બેંકમાં પરત નહી કરવામાં આવે અને પાટીદારો બેકમાંથી રકમ ઉપાડી સરકારની આંખો ઉગાડવા માગે છે.


હવે તો જોવુ જ રહ્યુ કે પાટીદાર અને સરકાર વચ્ચે ક્યારે સમાધાન થશે કે ક્યારે આંદોલનો અને વિરોધ બંધ થશે પણ હાલ તો  આંદોલનો વચ્ચે આ એક નવિ નિતી થી લડત અનામત માગને લઇને શરૂ કરાઇ છે અને આગામી દીવસોમાં સાબરકાંઠાના અન્ય ગામોમાં પણ આવી જ રીતે લડત હાથ ધરાય એમ લાગી રહ્યુ છે.
First published:

Tags: અનામત માંગ, ગુજરાત, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, બેંક, ભાજપ, રાજકારણ, વિરોધ, વિવાદ, સરકાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन