હિંમતનગરઃ સાબરકાંઠાના પાસના કન્વીનર રવિ પટેલને એ ડિવિઝનના પી.આઈએ આંદોલન છોડવાની અને ગોળી મારવાની ધમકી આપતા રવી પટેલે જીલ્લા કલેક્ટરને ફરિયાદ કરી છે.
સાબરકાંઠાના પાસના કન્વીનર રવિ પટેલનો એવો આક્ષેપ છે કે જ્યારે રવી પટેલ મોડાસીયા કડવા પાટીદાર સમાજ વાડીમાં ગયો હતો ત્યારે એ ડીવીઝનના પી. આઈ, ડીવી ડોડિયા વાડીમાં આવી પહોચ્યા હતા અને મારા જોડે અસભ્ય વર્તન કરીને મને ધક્કો મારી ગાડીની ચાવી લઈને મને ગુપ્ત ભાગ પર ગોળી મારવાની ધમકી આપી હતી. અને અહિ સભા નહિ કરવાની અને આંદોલન છોડી દેવાની પણ ધમકી ઉચ્ચારી જેને લઈ રવી પટેલે જીલ્લા કલેક્ટરને લેખિતમાં આ અંગે ફરિયાદ કરી હતી.
અને લખ્યુ હતુ કે આ અંગે યોગ્ય તપાસ થવી જોઈએ અને જો મને કંઈ પણ થશે તો તેની જબાબદારી પોલીસની રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર