Home /News /gujarat /

પાટણ યુનિ.માં પાટીદારોનો આક્રોશ જોઇ કાર્યક્રમમાં નેતા ન પહોંચ્યા

પાટણ યુનિ.માં પાટીદારોનો આક્રોશ જોઇ કાર્યક્રમમાં નેતા ન પહોંચ્યા

પાટણઃ પાટણ હેમચંદ્રચાર્ય યુનિવર્સીટી ચાલી રહેલ ત્રિદિવસીય યુવા મહોત્સવ નો આજે પૂર્ણાહુતી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે સંસદીય સચિવ પંચાયત ગુજરાત રાજ્ય અને પાટણના ધારાસભ્ય તેમજ અતિથી વિશેષ તરીકે સંસદીય સચિવ જળ સંપતિ ગુજરાત રાજ્યને બોલાવામાં આવ્યા હતા.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
પાટણઃ પાટણ હેમચંદ્રચાર્ય યુનિવર્સીટી ચાલી રહેલ ત્રિદિવસીય  યુવા મહોત્સવ  નો આજે પૂર્ણાહુતી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે સંસદીય સચિવ પંચાયત ગુજરાત રાજ્ય અને પાટણના ધારાસભ્ય તેમજ અતિથી વિશેષ તરીકે સંસદીય સચિવ જળ સંપતિ ગુજરાત રાજ્યને બોલાવામાં આવ્યા હતા.

પરતું છેલ્લા કેટલાક સમય થી પાટણ તેમજ રાજ્યમાં  ભાજપના મંત્રીઓનો પાટીદાર સમાજની મહિલાઓ દ્વારા તેમનો વિરોધ કરી વેલણ વિદ્રોહ કરવામાં આવી રહ્યો છે. જેનો ભય તમામ ભાજપ કાર્યકરોમાં જોવા મળી રહ્યો છે અને મંત્રીઓ પોતાના કાર્યક્રમોમાં જવાનું ટાળી રહ્યા છે.

 આજે પણ આ બંને મંત્રીઓ આ પાટીદાર મહિલાઓના વેલન વિદ્રોહથી ડરીને ફરકયા પણ ન હતા. જેના પગલે કુલપતિને પોતાની ઉપસ્થિતિમાં આ પોગ્રામને પૂર્ણાહુતી કરવાની ફરજ પડી હતી.કુલપતિએ તેમનો બચાવ કરતા જણાવ્યું  હતું કે તેમને કોઈ કામ આવી જવાથી આવી શક્યા નથી તેમનો શુભેચ્છા સંદેશ મોકલ્યો છે.

અગાઉ પણ યુવા મહોત્સવના પ્રારંભ સમારોહમાં પણ શંકરભાઈ ચૌધરી અને વસુબેન ત્રિવેદી આવવાના હતા પણ એ મંત્રીઓ પણ આવ્યા ન હતા. પરતું પાટીદાર મહિલાઓ વેલણ વિદ્રોહ  કરી વિરોધ કર્યો હતો. તેના ભયથી પણ આ સંસદીય સચિવો ના આવ્યા તેવી યુનિવર્સીટીમાં ચર્ચાઓ ચાલી રહી હતી.

તલોદના ખેરોલમાં સીએમ અને પીએમનું પુતળુ બળાયું

હિંમતનગરઃ પાટીદારો હવે સરકારને ચારે બાજુથી ઘેરી રહ્યા છે. આજે સાબરકાંઠાના તલોદના ખેરોલ ગામે આનંદીબહેન પટેલ તથા પીએમ નરેન્દ્ર મોદીના પૂતળાનું દહન કરી પાટીદારોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. મહિલા અને પુરુષોએ થાળીઓ ખખડાવી રેલી સ્વરૂપે સ્મશાન યાત્રા પણ કાઢી હતી.
First published:

Tags: અનામત માંગ, ઉ.ગુ.યુનિવર્સિટી, ઉત્તર ગુજરાત, કાર્યક્રમ, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, પોલીસ`, ભાજપ, મંત્રી, રાજકારણ, વિરોધ, વિવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन