જુગારધામને બચાવવા પોલીસના હવાતીયા, SP કહે છે પૈસા નથી

સામાજિક જવાબદારીના ભાગરૂપે સમાજમાં ચાલતા અનિષ્ટોના સફાયા માટે નેટવર્ક 18 ગ્રુપની ગુજરાતી ન્યૂઝ ચેનલ ઇ-ટીવીની ટીમે જાનના જોખમે ઝીલીયા નજીક ગૌશાળાની આડમાં ચાલતા હાઇ પ્રોફાઇલ જુગાર ધામનો પર્દાફાશ કર્યો છે. જેને પ્રજાએ વધાવ્યો છે પરંતુ પોલીસ લાજવાને બદલે ગાજી રહી છે.

  • News18
  • Last Updated :
  • Share this:
પાટણ # સામાજિક જવાબદારીના ભાગરૂપે સમાજમાં ચાલતા અનિષ્ટોના સફાયા માટે નેટવર્ક 18 ગ્રુપની ગુજરાતી ન્યૂઝ ચેનલ ઇ-ટીવીની ટીમે જાનના જોખમે ઝીલીયા નજીક ગૌશાળાની આડમાં ચાલતા હાઇ પ્રોફાઇલ જુગાર ધામનો પર્દાફાશ કર્યો છે. જેને પ્રજાએ વધાવ્યો છે પરંતુ પોલીસ લાજવાને બદલે ગાજી રહી છે.

પોલીસે કરવાનું કામ ન્યૂઝ ચેનલે કરી આપ્યું છે. આમ છતાં ઠોસ કાર્યવાહી કરવાને બદલે પોલીસ જાણે કે જુગારધામને બચાવવા મથી રહી હોય એવો ઘાટ જોવા મળી રહ્યો છે.

પાટણ જિલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલ કહી રહ્યા છે કે, ન્યૂઝ ચેનલના સ્ટીંગ ઓપરેશનના વીડિયોમાં પૈસા દેખાતા નથી. અા જુગારધામ લાયસન્સથી ચાલે છે. વિષ્ણુભાઇ ઠાકોરના નામનું લાયસન્સ છે. અમે અહીં સાત વાર તપાસ કરી છે છતાં વાંધા જનક કંઇ હાથ લાગ્યું નથી.

પોલીસ બાબુના આ નિવેદનનું આ વીડિયોમાં જ સ્ટીંગ થાય છે. વીડિયો ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે અહીં હાજર શખ્સો પત્તાની સાથે ચલણી નોટો મુકી રહ્યા છે. પરંતુ કોણ જાણે જુગારધામને બચાવવા માટે પોલીસ હવાતીયા મારી રહી હોય એમ લાગી રહ્યું છે અને એટલે જ પોલીસને પૈસા દેખાતા નહી હોય.

પોલીસ સ્ટેશનથી ગાંધીનગર સુધી હપ્તારાજ

ગૌશાળાની આડમાં ચાલતું હતું હાઇપ્રોફાઇલ જુગારધામ
First published: