પાસના નેતા દિલીપ સાબવાનું એલાન,ગાંધીનગરથી અમિત શાહ સામે ચૂંટણી લડશે

પાટીદાર નેતા દિલીપ સાબવાનું એલાન અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ સહિતના મુદ્દે ચૂંટણી લડશે

અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ અને જે યુવાનો પર કેસ થયા તે અને શહીદોના પરિવારને હજી નોકરી નથી મળી તે બાબતે સાબવા ચૂંટણી લડશે

 • Share this:
  વિભુ પટેલ, અમદાવાદ: આગામી લોકસભા ચૂંટણીમાં પાસ હવે મેદાને ઉતરશે. અમિત શાહ સામે દિલીપ સાબવા ગાંધીનગર થી ચૂંટણી લડશે. અમિત શાહ સામે લડવા પાસમાંથી દિલીપ સાબવાની પસંદગી કરવામાં આવી છે. અલ્પેશ કથીરિયા ની જેલ મુક્તિ અને  જે યુવાનો પર કેસ થયા તે અને શહીદોના પરિવારને હજી નોકરી નથી મળી તે બાબતે સાબવા દ્વારા ચૂંટણી લડવામાં આવશે. અમિત શાહને ટક્કર આપવા માટે અપક્ષ ઉમેદવાર તરીકે દિલીપ સાબવા લડશે.  દિલીપ સાબવાએ આજે એક પત્રકાર પરિષદ યોજીની ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

  દિલીપ સાબવાએ એક પ્રેસ કૉન્ફરન્સ યોજીને માહિતી આપી હતી કે તેઓ  કોઈ રાજકીય પાર્ટી સાથે જોડવાના નથી. આ સાથે પાસ દ્વારા કોંગ્રેસને પણ ચીમકી આપવામાં આવી છે, સાબવાએ જણાવ્યું છે કે તેમને ગાંધીનગરની બેઠક પર કોંગ્રેસ પણ સપોર્ટ આપે નહીતો તેનું પરિણામ ભોગવવું પડશે.

  ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાંથી આ બેઠક પર અગાઉ ધારાસભ્ય  સી.જે. ચાવડાનું નામ નિશ્ચિત મનાતું હતું જોકે, ભાજપ દ્વારા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષમ અમિત શાહનું નામ જાહેર કરાતા મોટા માથાની તલાશ શરૂ કરી છે. એવી પણ ચર્ચા છે કે કોંગ્રેસ આ બેઠક પર કોઈ પાટીદાર નેતાને ઉતારી શકે છે, આ સ્થિતિમાં પાસ દ્વારા આ બેઠક પર ઝંપલાવવાથી કોંગ્રેસ ભાજપ પર તેની શું અસર થશે તે તો પરિણામ બાદ જ જાણી શકાશે.
  Published by:Jay Mishra
  First published: